ટેક્નિકલ ખામીના લીધે પાકિસ્તાની નૌસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું, 2 અધિકારી સહિત 3 જવાનોના મોત

સોમવારના રોજ બલૂચિસ્તાનના ગ્વાદર વિસ્તારમાં પાકિસ્તાની નૌસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે અધિકારીઓ સહિત કુલ 3 જવાનોના મોત થયા છે. નોંધનીય છે કે, ગ્વાદર વિસ્તારમાં ચીનના અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત છે અને તેની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાનની ફોજના એક સ્પેશિયલ યુનિટને આપવામાં આવી છે.  ટેક્નિકલ ખામીના લીધે હેલિકોપ્ટર ક્રેશ અશાંત ગણાતા બલૂચિસ્તાન વિસ્તારમાં આવેલા ગ્વાદર […]

Share:

સોમવારના રોજ બલૂચિસ્તાનના ગ્વાદર વિસ્તારમાં પાકિસ્તાની નૌસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે અધિકારીઓ સહિત કુલ 3 જવાનોના મોત થયા છે. નોંધનીય છે કે, ગ્વાદર વિસ્તારમાં ચીનના અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત છે અને તેની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાનની ફોજના એક સ્પેશિયલ યુનિટને આપવામાં આવી છે. 

ટેક્નિકલ ખામીના લીધે હેલિકોપ્ટર ક્રેશ

અશાંત ગણાતા બલૂચિસ્તાન વિસ્તારમાં આવેલા ગ્વાદર પોર્ટ વિસ્તારમાં સોમવારે નિયમિત પ્રશિક્ષણ ઉડાન દરમિયાન પાકિસ્તાની નૌસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં 2 અધિકારીઓ સહિત 3 લોકોના મોત થયા છે અને નૌસેનાના પ્રવક્તાએ આ સમગ્ર દુર્ઘટના અંગે જાણકારી આપી હતી. 

પાકિસ્તાની મીડિયાના અહેવાલ પ્રમાણે ટેક્નિકલ ખામીના કારણે પાકિસ્તાની નૌસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પ્રશિક્ષણ ઉડાન દરમિયાન ટેક્નિકલ ખામીના લીધે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. 

વચગાળાના વડાપ્રધાનની પ્રતિક્રિયા

દેશના વચગાળાના વડાપ્રધાન અનવારૂલ હક કાકરે પાકિસ્તાની નૌસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું તે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ તેમણે મૃત અધિકારીઓ અને નૌસેનાના નાવિકના મૃત્યુને લઈ દુઃખ વ્યક્ત કરીને શોકગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરી હતી. 

તાજેતરમાં પાકિસ્તાની નૌસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું તે પહેલા ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ બલૂચિસ્તાનમાં એક હેલિકોપ્ટર દુર્ઘટના બની હતી જેમાં 2 મેજર સહિત પાકિસ્તાની સેનાના 6 અધિકારીઓના મોત થયા હતા. 

તે સિવાય 2022ના ઓગષ્ટ મહિનામાં XII કોરના ટોચના કમાન્ડર સહિતના 6 વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને લઈને જઈ રહેલું એક હેલિકોપ્ટર પૂર રાહત અભિયાન દરમિયાન સંપર્ક તૂટ્યા બાદ બલૂચિસ્તાન પ્રાંતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 

ગ્વાદર પ્રાંતમાં ચીનના અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત છે અને પાકિસ્તાની ફોજનું સ્પેશિયલ યુનિટ તેની સુરક્ષા સંભાળે છે. તે વિસ્તારમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)નું ખૂબ જ પ્રભુત્વ છે અને ગત મહિને આ વિસ્તારમાં જ ચીની એન્જિનિયર્સ પર હુમલો થયો હતો જેમાં 15 લોકોના મોત થયા હતા. 

સોશિયલ મીડિયામાં પાકિસ્તાની નૌસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેના કેટલાક ફુટેજ વાયરલ થઈ રહ્યા છે પરંતુ પાકિસ્તાનની નેવી કે સરકારે તેની પુષ્ટી નથી કરી. પાકિસ્તાની નૌસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં 2 અધિકારી, લેફ્ટિનેન્ટ કમાન્ડર જવાદ હુસૈન અને લેફ્ટિનેન્ટ કમાન્ડર હમજા અશરફ ઉપરાંત હસનૈન નામના એક સૈનિકનું મોત થયું છે. ટેક્નિકલ ખામી બાદ હેલિકોપ્ટરને પહાડીની બીજી બાજુ મેદાનમાં લેન્ડ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. 

પાકિસ્તાની નૌસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું તે વેસ્ટલેન્ડ WS-61 હતું જે નેવીમાં સી-કિંગ એટલે કે, સમુદ્રના રાજા તરીકે ઓળખાય છે.