Pakistan Terror Attack: મિયાંવલી એરબેઝની દીવાલ કૂદીને ઘૂસ્યા હુમલાખોરો, 9નો ખાત્મો

Pakistan Terror Attack: શનિવારે સવારના સમયે પાકિસ્તાનમાં એક મોટી આતંકવાદી હુમલાની ઘટના બની હતી. ફિદાયીન હુમલાખોરોએ મિયાંવલી એરબેઝ પર હુમલો કરી દીધો હતો. પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક ફ્યુઅલ ટેન્કર અને 3 એરક્રાફ્ટને નુકસાન પહોંચ્યું છે.  Pakistan Terror Attackમાં 9નો ખાત્મો હથિયારોથી સજ્જ આતંકવાદીઓ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ટ્રેઈનિંગ કેમ્પની દીવાલ કૂદીને અંદર […]

Share:

Pakistan Terror Attack: શનિવારે સવારના સમયે પાકિસ્તાનમાં એક મોટી આતંકવાદી હુમલાની ઘટના બની હતી. ફિદાયીન હુમલાખોરોએ મિયાંવલી એરબેઝ પર હુમલો કરી દીધો હતો. પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક ફ્યુઅલ ટેન્કર અને 3 એરક્રાફ્ટને નુકસાન પહોંચ્યું છે. 

Pakistan Terror Attackમાં 9નો ખાત્મો

હથિયારોથી સજ્જ આતંકવાદીઓ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ટ્રેઈનિંગ કેમ્પની દીવાલ કૂદીને અંદર ઘૂસી ગયા હતા. પાકિસ્તાનમાં ટેરર અટેક બાદ સેનાએ ઓપરેશન ચલાવીને તમામ 9 હુમલાખોરોનો ખાત્મો બોલાવી દીધો હતો. પાકિસ્તાની સેનાના નિવેદન પ્રમાણે તેમણે બેઝમાં પ્રવેશ પહેલા જ 3 આતંકવાદીઓને મારી નાખ્યા હતા અને અન્ય 6 આત્મઘાતી હુમલાખોરોને ઘેરીને તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. 

વધુ વાંચો… Iranમાં ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં 32 લોકોના મોત, 16 ઘાયલ

3 ફાઈટર પ્લેન સળગાવ્યા

આતંકવાદીઓએ મિયાંવલી એરબેઝ પર હુમલા દરમિયાન 3 ફાઈટર પ્લેન અને એક ફ્યુઅલ ટેન્કરને નષ્ટ કર્યા હતા. પાકિસ્તાની સેનાના કહેવા પ્રમાણે તેમણે તે વિસ્તારને ખાલી કરાવીને આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન પાર પાડ્યું છે અને જવાબી કાર્યવાહીમાં 9 આતંકવાદી માર્યા ગયા છે. 

તહરીક-એ-જિહાદે લીધી હુમલાની જવાબદારી

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈસ્લામિક આતંકવાદી સમૂહ તહરીક-એ-જિહાદના પ્રવક્તાએ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા (Pakistan Terror Attack)ની જવાબદારી લીધી છે. ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સના નિવેદન પ્રમાણે ગત સપ્તાહની શરૂઆતમાં આતંકવાદીઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં સુરક્ષાદળો પર 2 અલગ અલગ હુમલા કર્યા હતા. 

તહરીક-એ-જિહાદ પાકિસ્તાનના પ્રવક્તા મુહમ્મદ કાસિમે મિયાંવલીના એરબેઝ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે અને અનેક આત્મઘાતી હુમલાખોરો તેમાં સામેલ હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ પણ તે હુમલાની પુષ્ટી કરીને સોશિયલ મીડિયામાં અનેક વીડિયો ફુટેજ પોસ્ટ કર્યા હતા. આતંકવાદી ગ્રુપે તેમણે બેઝ પર રહેલી એક ટેન્ક નષ્ટ કરી હોવાનો પણ દાવો કર્યો હતો. 

વધુ વાંચો… Nepal earthquake: નેપાળમાં ભૂકંપને કારણે 100થી વધુ લોકોનાં મોત, અનેક ઘાયલ

બંને પક્ષે ગોળીબાર

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા (Pakistan Terror Attack)માં સામેલ ફિદાયીન હુમલાખોરો એરબેઝની તારવાલી વાડની દીવાલ પાર કરીને સીડી દ્વારા અંદર ઘૂસ્યા હતા અને હુમલો શરૂ કર્યો હતો. તેમણે અનેક બોમ્બ ધમાકાને પણ અંજામ આપ્યો હતો. જોકે પાકિસ્તાની સેનાએ આત્મઘાતી હુમલાખોરોનો સફાયો કરીને ઓપરેશન પાર પાડ્યું છે. 

તહરીક-એ-જિહાદ શું છે?

તહરીક-એ-જિહાદને એક રહસ્યમયી આતંકવાદી સંગઠન માનવામાં આવે છે કારણ કે, તેના વિશે ખાસ કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. આ પહેલા તહરીક-એ-જિહાદે ચમન, બોલાન, સ્વાતના કબલ અને લકી મરૂત ક્ષેત્રોમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે. 

જોકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે અનેક હુમલાઓમાં સામેલ નહોતું છતાં હુમલાની જવાબદારી સ્વીકારી હતી. એક અહેવાલ પ્રમાણે તહરીક-એ-જિહાદને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનું સમર્થન મળે છે અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જે આતંકવાદી હુમલાની જવાબદારી ન લેવા ઈચ્છે તે આના માથે ઢોળી દેવાય છે.