Chinaમાં AIની મદદથી આ રીતે મૃતકોને કરાવામાં આવી રહ્યા છે પુનર્જીવિત, બનાવ્યા Digital People

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મુદ્દે ચીન અનેક ઘણું આગળ નીકળી ગયું છે. ત્યારે હવે ત્યાં એઆઈની મદદથી મૃતકોને પુનર્જીવિત કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. એઆઈની મદદથી આ કેવી રીતે કામ કરે છે એ જાણીને તમે પણ ચોંકી જશો.

Share:

હાઈલાઇટ્સ

  • દીકરાના મોત બાદ એક પિતા પડી ભાગ્યા હતા
  • એઆઈની મદદથી ડિજીટલ પીપલ્સ બનાવ્યા
  • નિરાશ લોકોને મદદ કરવા માટે એઆઈની મદદ

બેજીંગઃ પૂર્વ ચીનના એક કબ્રસ્તાનમાં શોકાતૂર પિતા એક કબર પાસે બેઠા હતા. તેમનું નામ સીકૂ વૂ છે. તેઓ પોતાના પોકેટમાંથી એક મોબાઈલ કાઢે અને પછી તેને કબરના પથ્થર પર મૂકે છે. પછી પોતાના દીકરાનું રેકોર્ડિંગ ચલાવે છે. આ એ શબ્દો હતા કે મૃતક દીકરો ક્યારેય બોલ્યો નહોતો પણ એઆઈની મદદથી તેને અસ્તિત્વમાં લાવવામાં આવ્યું હતું. મને ખબર છે કે મારા કારણે ખૂબ જ દુઃખ થાય છે. પોતાની જાતને દોષિત અને અસહાય અનુભવો છો. આ અવાજ છે, રોબોટ જુઓનમોનો. 

આભાષી વાસ્તવિકતા 
એઆઈની મદદથી આ બનાવવામાં આવ્યું છે. જેમાં રોબોટ કહે છે કે, ભલે હું દુનિયામાં ન હોઉં, પણ મારી આત્મા હજુ પણ આ દુનિયામાં છે. જે જીવનભર તમારો સાથ આપશે. એ પછી પિતા લોકો સાથે ઘરે પરત ફર્યો. ત્યારે હવે પોતાના મૃત સ્વજનોને જીવતા કરવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે, આ ટેકનોલોજી અસલ જીવંત જેવી છે. જે આભાષી વાસ્તવિકતા છે. વૂએ કહ્યું કે, હું મારા દીકરાને ફરીથી મારી સાથે રાખી શકીશ. 

ડિજીટલ પીપલ્સ 
તો કેટલીક ચીની કંપનીઓનો દાવો છે કે, તેઓએ મૃતકોની માત્ર 30 સેકન્ડનો ઓડીયો વિઝ્યુઅલ સામગ્રીથી ડિજીટલ પીપલ બનાવ્યા છે. પોતાના સ્વજનોને ગુમાવ્યા બાદ જે લોકો નિરાશ રહેતા હોય છે તેમને આ થોડી ખુશી આપે છે. વૂના 22 વર્ષીય દીકરાનું મોત બ્રિટનની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે થયું હતું. જે બાદ તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા. એ પછી વૂએ પોતાના દીકરાને પુનર્જીવિત કરવા પ્રયાસો કર્યા. 

હંમેશા જીવંત 
દીકરાની તસવીરો, ઓડિયો, વીડિયો વગેરે એકત્ર કર્યુ અને ક્લોનિંગ માટે હજારો ડોલર ખર્ચ કર્યા. પોતાના દીકરા માટે આવી બધી ચીજવસ્તુઓ બનાવવા માટે એક ટીમ પણ રાખી છે. આ રીતે એઆઈની મદદથી દીકરાનો અવાજ વગેરે ડીજીટલમાં ટ્રાન્સફર કર્યું. નિષ્ણાંતોનું કહેવું છે કે, ચીનમાં આવા અનેક લોકો છે કે જેઓને ભાવનાઓની જરુર છે, કોઈના સાથની જરુર છે. જ્યારે આ ડિજીટલ પીપલ્સ હંમેશા માટે સાથે રહે છે, પછી ભલેને એ વ્યક્તિનું મૃત્યુ કેમ ન થઈ ગયુ હોય.