Piyush Goyalએ APEC સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત

પિયુષ ગોયલે અમેરિકામાં ભારતીય મૂળની પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓના માલિકો સાથે પણ વાતચીત કરી હતી

Courtesy: Image: Twitter

Share:

 

Piyush Goyal: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ (Piyush Goyal) એશિયા પેસિફિક મહાસાગરીય આર્થિક સહયોગ સમિટમાં સહભાગી બનવા માટે 4 દિવસના અમેરિકાના પ્રવાસે છે. ત્યારે ગુરૂવારના રોજ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળ્યા હતા. આ સિવાય તેમની અનેક દેશોના વાણિજ્ય મંત્રીઓ અને ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત થઈ હતી અને કેન્દ્રીય મંત્રીએ તેમને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. 

Piyush Goyalની સોશિયલ મીડિયા પોસ્ટ

પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે, "અહીં મને એ જોઈને આનંદ થઈ રહ્યો છે કે, વિશ્વ ભારતને વૈશ્વિક રોકાણના હબ તરીકે જોઈ રહ્યું છે. અમારો ઉદ્દેશ્ય વિશ્વની ભારતમાં વ્યાપાર કરવા માટેની સરળતા વધારવાનો, તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા અંગેના વડાપ્રધાનના પરિવર્તનકારી પ્રયત્નોને વધુ આગળ વધારવાનો છે."

જાપાન અને પેરૂના નેતાઓ સાથે મુલાકાત 

એપીઈસી સમિટ દરમિયાન પિયુષ ગોયલ (Piyush Goyal) જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને મળ્યા હતા. નોંધનીય છે કે, ભારત અને જાપાન વચ્ચેના સંબંધો ખૂબ જ સુમધુર છે. મુલાકાત દરમિયાન તેમણે અમેરિકામાં ભારતીય મૂળની પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓના માલિકો સાથે પણ વાતચીત કરી હતી. 

માઈક્રોનટેકના સીઈઓ સાથે મુલાકાત

પિયુષ ગોયલની માઈક્રોનટેકના સીઈઓ સંજય મેહરોત્રા સાથે પણ મુલાકાત થઈ હતી. આ દરમિયાન તેમણે ભારતમાં વધી રહેલી સેમીકન્ડક્ટર ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટેના તેમના પ્રયત્નો અંગે વિસ્તારથી ચર્ચા કરી હતી. અમેરિકા સ્થિત સેમીકન્ડક્ટર કંપની માઈક્રોન ગુજરાતમાં ભારતની પ્રથમ ચિપ સુવિધા સ્થાપિત કરી રહી છે.

 

દરમિયાન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે APECની સાથે બેઠક પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) કહ્યું હતું કે, હું અમેરિકા અને ચીન વચ્ચે થયેલી કોઈપણ ચર્ચા પર ટિપ્પણી કરવા માંગતો નથી. 

 

તેમણે કહ્યું હતું કે, હું ચોક્કસપણે જોઈ શકું છું કે વિશ્વના તમામ દેશો સંઘર્ષ અને વિશ્વભરમાં વિવિધ સંઘર્ષોને સમાપ્ત કરવાના પ્રયાસો અને સંઘર્ષને ઉકેલવા માટે સંવાદ અને રાજદ્વારી બંને દૃષ્ટિએ વડાપ્રધાન મોદી દ્વારા પગલાં લેવાના કોલથી પ્રભાવિત છે. 

APECનું સદસ્ય નથી ભારત 

નોંધનીય છે કે એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન ગ્રુપમાં 21 સભ્યો છે. જોકે ભારત તેમાંથી એક નથી. ભારતે 1991માં જૂથમાં જોડાવા વિનંતી કરી હતી. મોટાભાગના સભ્યો ભારતના સમાવેશની તરફેણમાં છે ત્યારે કેટલાકે તેનો વિરોધ કર્યો છે.

 

તેમણે આર્થિક સુધારા અંગે દેશના રેકોર્ડને ટાંકીને દાવો કર્યો છે કે તેમાં ‘રક્ષણવાદી વલણ’ છે. ભારતને જૂથમાં સામેલ ન કરવા માટેનું બીજુ કારણ સભ્યપદ ફ્રીઝ હતું, જે 1997 થી લાગુ હતું પરંતુ 2012માં તે લંબાવવામાં આવ્યું ન હતું.