પીએમ મોદી BRICS સમિટ બાદ એક દિવસીય પ્રવાસ માટે ગ્રીસના એથેન્સ પહોંચ્યા

ભારતના પીએમ મોદી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 15મી BRICS સમિટનું સમાપન કર્યા બાદતેમના ગ્રીક સમકક્ષ કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર આજે એક દિવસ માટે ગ્રીસની રાજધાની એથેન્સ પહોંચ્યા હતા. પીએમ મોદી 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે.. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહી છે.  ભારતીય લોકો પોસ્ટર્સ […]

Share:

ભારતના પીએમ મોદી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 15મી BRICS સમિટનું સમાપન કર્યા બાદતેમના ગ્રીક સમકક્ષ કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર આજે એક દિવસ માટે ગ્રીસની રાજધાની એથેન્સ પહોંચ્યા હતા. પીએમ મોદી 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે.. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહી છે. 

ભારતીય લોકો પોસ્ટર્સ સાથે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે એથેન્સમાં રાહ જોઈ રહેલા અને દેશભક્તિના ગીતોની બીટ પર નાચતા જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ અગાઉ તેમના પ્રસ્થાનના નિવેદનમાં કહ્યું હતું કે તેમની ગ્રીસની મુલાકાત 40 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત હશે. આપણા બહુપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય રચવા માટે તૈયાર છે.

પીએમ મોદીની પ્રથમ ગ્રીસ મુલાકાત

તેમણે કહ્યું, “આ પ્રાચીન ભૂમિની આ મારી પ્રથમ મુલાકાત હશે. મને 40 વર્ષ પછી ગ્રીસની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું ગૌરવ છે.” તેમણે વધુમાં કહ્યું, “હું અમારા બહુપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે ગ્રીસની મારી મુલાકાતની રાહ જોઈ રહ્યો છું.” 

પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ગ્રીસની સંસ્કૃતિઓ વચ્ચેના સંપર્કો બે હજાર વર્ષ જૂના છે અને આધુનિક સમયમાં બંને પક્ષો વચ્ચેના સંબંધો “લોકશાહી, કાયદાના શાસન અને બહુમતીવાદના સહિયારા મૂલ્યો દ્વારા મજબૂત થયા છે.

વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી અંગે, પીએમ મોદીએ જણાવ્યું હતું કે “વ્યાપાર અને રોકાણ, સંરક્ષણ અને સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંપર્કો જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકારે ભારત અને ગ્રીસને નજીક લાવ્યા છે.”

એથેન્સમાં ઔપચારિક સ્વાગત બાદ, પીએમ મોદી અજ્ઞાત સૈનિકની સમાધિની મુલાકાત લેશે અને કિરિયાકોસ મિત્સોટાકિસ સાથે પ્રતિબંધિત અને પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. બંને નેતાઓ બિઝનેસ મીટિંગને પણ સંબોધિત કરશે અને પીએમ મોદી એથેન્સમાં ભારતીય લોકો સાથે વાતચીત કરશે.

ભારતમાં ગ્રીસના રાજદૂત દિમિત્રિઓસ આયોનોઉએ કહ્યું, “અમે પીએમ મોદીનું સ્વાગત કરીને ખૂબ જ ખુશ છીએ. 40 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાનની ગ્રીસની આ પ્રથમ મુલાકાત હશે.” 

તેમણે કહ્યું, “અમે સુરક્ષા, સંસ્કૃતિ, વેપાર, અર્થતંત્ર અને ટેક્નોલોજી સહિત તમામ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અમારા સહયોગને આગળ વધારી રહ્યા છીએ. અમારા બંદરો ભારતીય ઉત્પાદનો માટે યુરોપિયન બજારોમાં પ્રવેશવા માટે પ્રવેશદ્વાર બની શકે છે.”  

BRICS સમિટની થઈ પૂર્ણાહુતિ

પીએમ મોદીએ ગુરુવારે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS સમિટ(બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા)નું સમાપન કર્યું હતું જે કોવિડ -19 રોગચાળાને કારણે ત્રણ વર્ષ પછી રૂબરૂમાં યોજવામાં આવી  હતી. આ BRICS સમિટમાં નવા દેશો ઉમેરાતા હવે તો BRICS+ સમિટ તરીકે ઓળખાશે. 

પીએમ મોદીએ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, “મારી દક્ષિણ આફ્રિકાની મુલાકાત ખૂબ જ ફળદાયી રહી. BRICS સમિટ ફળદાયી અને ઐતિહાસિક હતી કારણ કે અમે આ મંચ પર નવા દેશોનું સ્વાગત કર્યું છે. અમે વૈશ્વિક ભલાઈ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. રાષ્ટ્રપતિ @CyrilRamaphosa, લોકો અને દક્ષિણ આફ્રિકા સરકારનો તેમના આતિથ્ય માટે હું આભાર માનું છું.”