PM મોદીએ જકાર્તામાં ASEAN-India સમિટમાં હાજરી આપી

ભારતના PM મોદીએ ગુરુવારે ઈન્ડોનેશિયાના જકાર્તામાં આયોજિત ASEAN-India સમિટમાં હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. આ સમિટમાં, PM મોદીએ (એસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ) ASEAN-India સમિટની થીમ, ‘ASEAN Matters: Epicentrum of Growth’ વિશે વાત કરી અને કહ્યું કે ASEAN મહત્ત્વપૂર્ણ છે કારણ કે અહીં દરેકની વાત સાંભળવામાં આવે છે. PM મોદીએ ASEAN-India સમિટને સંબોધિત […]

Share:

ભારતના PM મોદીએ ગુરુવારે ઈન્ડોનેશિયાના જકાર્તામાં આયોજિત ASEAN-India સમિટમાં હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. આ સમિટમાં, PM મોદીએ (એસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ) ASEAN-India સમિટની થીમ, ‘ASEAN Matters: Epicentrum of Growth’ વિશે વાત કરી અને કહ્યું કે ASEAN મહત્ત્વપૂર્ણ છે કારણ કે અહીં દરેકની વાત સાંભળવામાં આવે છે.

PM મોદીએ ASEAN-India સમિટને સંબોધિત કરતા કહ્યું કે સમિટની સહ-અધ્યક્ષતા કરવી તેમના માટે “સન્માન” ની વાત છે.

PM મોદીએ કહ્યું, “આ વર્ષની થીમ ASEAN Matters: Epicentrum of Growth છે. ASEAN મહત્ત્વનું છે કારણ કે અહીં દરેકની વાત સાંભળવામાં આવે છે અને ASEAN એ વિકાસનું કેન્દ્ર છે કારણ કે વૈશ્વિક વૃદ્ધિમાં ASEAN મહત્ત્વની ભૂમિકા ભજવે છે.”

PM મોદીએ ભારતીય ઈતિહાસ અને ભૂગોળ કેવી રીતે ASEAN સાથે જોડાય છે તે વિશે પણ વાત કરી હતી. PM મોદીએ કહ્યું, “આપણો ઈતિહાસ અને ભૂગોળ ભારત અને ASEAN ને એક કરે છે. તેની સાથે, આપણા સહિયારા મૂલ્યો, પ્રાદેશિક એકીકરણ અને શાંતિ, સમૃદ્ધિ અને બહુધ્રુવીય વિશ્વમાં આપણી સહિયારી માન્યતા પણ આપણને એક કરે છે.” 

ASEAN એ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો કેન્દ્રિય સ્તંભ છે, PM મોદીએ વધમાં હતું કે, “ભારત ASEAN-India સમિટ કેન્દ્રીયતા અને ઈન્ડો-પેસિફિક પર ASEANના દૃષ્ટિકોણને સમર્થન આપે છે.”

PM મોદીએ કહ્યું કે ભારત અને ASEAN એ ગયા વર્ષે ફ્રેન્ડશીપ ડે ઉજવ્યો હતો અને “તેને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનું સ્વરૂપ આપ્યું હતું.

PM મોદીએ કહ્યું, “અમારી ભાગીદારી ચોથા દાયકા સુધી પહોંચી ગઈ છે. આ ASEAN-India સમિટની સહ-અધ્યક્ષતા કરવી મારા માટે સન્માનની વાત છે. હું ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને આ સમિટનું આયોજન કરવા બદલ અભિનંદન આપવા માંગુ છું.” 

ઈન્ડોનેશિયા G20 ‘ટ્રોઈકા’ નો એક ભાગ છે કારણ કે તેની પાસે ગયા વર્ષે જૂથનું પ્રમુખપદ હતું. PM મોદી ASEAN-India સમિટની સાથે આયોજિત 18મી પૂર્વ એશિયા સમિટ (EAS) નો પણ ભાગ બનશે.

PM મોદી આજે જકાર્તા પહોંચ્યા હતા અને જકાર્તા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું . મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા મંત્રી આઈ ગુસ્તી આયુ બિન્તાંગ દારમાવતીએ તેમનું સ્વાગત કર્યું હતું. 

PM મોદી તેમની હોટલ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ભારતીય સભ્યોને શુભેચ્છા પાઠવી હતી જેઓ ‘વંદે માતરમ’ અને ‘મોદી મોદી’ ના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત, PM મોદી પરંપરાગત સંગીત વાદ્ય વગાડતા પણ જોવા મળ્યા હતા.