PM મોદી 76% રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા

તાજેતરના એક સર્વેક્ષણમાં, PM મોદીએ ફરી એકવાર તેમની વૈશ્વિક લોકપ્રિયતા સાબિત કરી છે. PM મોદીએ ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં પ્રભાવશાળી 76% અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. PM મોદીએ વિશ્વ નેતાઓમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. PM મોદી અન્ય નેતાઓ કરતા 12 ટકા વધુ લોકપ્રિયતા ધરાવે છે. PM મોદી છેલ્લા કેટલાક વર્ષોથી આ […]

Share:

તાજેતરના એક સર્વેક્ષણમાં, PM મોદીએ ફરી એકવાર તેમની વૈશ્વિક લોકપ્રિયતા સાબિત કરી છે. PM મોદીએ ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં પ્રભાવશાળી 76% અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. PM મોદીએ વિશ્વ નેતાઓમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. PM મોદી અન્ય નેતાઓ કરતા 12 ટકા વધુ લોકપ્રિયતા ધરાવે છે. PM મોદી છેલ્લા કેટલાક વર્ષોથી આ યાદીમાં સતત ટોચ પર છે. 

ગ્લોબલ લીડર અપ્રુવલ સર્વેમાં PM મોદી અવ્વલ નંબર

ગ્લોબલ લીડર અપ્રુવલ સર્વે મુજબ PM મોદીની અપ્રુવલ રેટિંગ દુનિયાના કોઈપણ ટોચના નેતા કરતા આગળ છે. સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટ 64% અપ્રૂવલ રેટિંગ બીજા સ્થાને છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથની અલ્બેનિસ 48%ના રેટિંગ સાથે પાંચમા સ્થાને છે અને ઈટલીના વડાપ્રધાન જી. મેલોની 42% રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. યુએસના રાષ્ટ્રપતિ જો બાઈડન 40% રેટિંગ સાથે સાતમા સ્થાને છે. માર્ચ મહિના પછી આ તેનું સૌથી મોટુ અપ્રુવલ રેટિંગ છે. તે સમયે જો બાઈડનની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 27% રેટિંગ સાથે 15મા સ્થાને છે.

જૂન મહિનાની યાદીમાં પણ PM મોદી ટોપ પર હતા

અગાઉ જૂન 2023માં ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટ રેટિંગ યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં પણ PM મોદી ટોપ પર હતા, પરંતુ અગાઉની યાદીની સરખામણીએ તેમના રેટિંગમાં 2%નો ઘટાડો થયો છે. છેલ્લી વખતે તેમને 78% અપ્રૂવલ રેટિંગ મળ્યું હતું. યુએસના રાષ્ટ્રપતિ જો બાઈડન સાતમા સ્થાને હતા, જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 12મા સ્થાને હતા.

14 સપ્ટેમ્બરે ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટ રેટિંગ યાદી બહાર પાડવામાં આવી હતી. આ રેટિંગ 6થી 12 સપ્ટેમ્બર વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે આપવામાં આવી હતી, જેમાં અનેક દેશોના લોકો સાથે વાત કરીને વૈશ્વિક નેતાઓ વિશે તેમના અભિપ્રાય જાણવામાં આવ્યા હતા. આ યાદીમાં 22 દેશના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી મોટા ભાગના G20ના સભ્યો છે.

ડિસઅપ્રૂવલ રેટિંગ માત્ર 18 ટકા

PM મોદીનું ડિસઅપ્રૂવલ રેટિંગ માત્ર 18 ટકા છે. આ યાદી અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું ડિસઅપ્રૂવલ રેટિંગ 58 ટકા છે. આ યાદીમાં સૌથી ઓછા લોકપ્રિય દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સિયોક્યોલ અને ચેક રિપબ્લિકના રાષ્ટ્રપતિ પેટ્ર પાવેલ છે. 

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને PM મોદીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે X પર લખ્યું, “ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટ દર્શાવે છે કે  PM મોદીની લોકપ્રિયતા અજોડ છે. આ માત્ર વિદેશ નીતિમાં PM મોદીના સિદ્ધાંતની સફળતાનો પુરાવો નથી પણ લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં PM મોદીની સિદ્ધિઓ, તેમના જીવનધોરણને સુધારવા માટેના નિઃસ્વાર્થ પ્રયાસો અને લોકોનો તેમના પરનો અતૂટ વિશ્વાસ છે.”