PM Modiએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને ચર્ચા કરી

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી સાથે ફોન પર ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. તેમણે પશ્ચિમ એશિયાની મુશ્કેલ પરિસ્થિતિઓ અને યુદ્ધના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે વાત કરી. પીએમ મોદીએ (PM Modi) આ અંગેની માહિતી સોશિયલ સાઈટ X (અગાઉ ટ્વિટર) પર આપી છે. તેમણે કહ્યું કે આ ચર્ચામાં આતંકવાદ, આતંકવાદી […]

Share:

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી સાથે ફોન પર ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. તેમણે પશ્ચિમ એશિયાની મુશ્કેલ પરિસ્થિતિઓ અને યુદ્ધના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે વાત કરી. પીએમ મોદીએ (PM Modi) આ અંગેની માહિતી સોશિયલ સાઈટ X (અગાઉ ટ્વિટર) પર આપી છે. તેમણે કહ્યું કે આ ચર્ચામાં આતંકવાદ, આતંકવાદી ઘટનાઓ, હિંસા અને નાગરિકોના મોત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 

મોદી અને રાયસી વચ્ચે શું થયું?

ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં મોદીએ (PM Modi) ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતના લાંબા સમયથી અને સાતત્યપૂર્ણ વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમઓએ જણાવ્યું હતું કે બંને નેતાઓએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં મુશ્કેલ પરિસ્થિતિ અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર વિચાર વિનિમય કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વડાપ્રધાન મોદીએ (PM Modi) આતંકવાદી ઘટનાઓ, હિંસા અને નાગરિકોના મોત પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતના લાંબા સમયથી અને સાતત્યપૂર્ણ વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. રાષ્ટ્રપતિ રાયસીએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગેનું તેમનું મૂલ્યાંકન પણ શેર કર્યું.

વધુ વાંચો: PM Modi: 80 કરોડ લોકોને દિવાળી ભેટ, વધુ 5 વર્ષ મળશે ફ્રી રાશન

ઈરાનના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી હતી

વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે (5 નવેમ્બર) ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન સાથે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે ફોન પર પણ વાત કરી હતી. જયશંકરે કહ્યું, “(આમીર-અબ્દુલ્લાહિયન)ને સંઘર્ષને રોકવા અને માનવતાવાદી સહાય પૂરી પાડવાના મહત્વથી વાકેફ કરવામાં આવ્યા હતા.”

દસ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરની સવારે હમાસે ઈઝરાયેલમાં રોકેટ હુમલો કરીને ઘૂસણખોરી કરી હતી. આ પછી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે અમે યુદ્ધમાં છીએ અને તેમાં જીતીશું.

હમાસના આ હુમલામાં 1400 ઈઝરાયેલના લોકોએ જીવ ગુમાવ્યા હતા. હમાસે 200થી વધુ લોકોને બંધક પણ બનાવ્યા છે. તે જ સમયે, સમાચાર એજન્સી એપીએ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને કહ્યું કે ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટાઇનના 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

વધુ વાંચો: PM Modiએ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી બતાવી

શરણાર્થી શિબિરો પર પણ હુમલા 

ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલાની સાથે જમીની હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયેલે છેલ્લા 48 કલાકમાં ગાઝા પટ્ટી પર હુમલા તેજ કર્યા છે. તાજેતરમાં જ ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો, જેમાં 50થી વધુ નિર્દોષ લોકોના મોત થયા હતા. આ હુમલામાં પત્રકારોના જૂથના ચાર સભ્યો માર્યા ગયા છે. ઇઝરાયેલનું કહેવું છે કે જ્યાં સુધી તે હમાસનો નાશ નહીં કરે ત્યાં સુધી તે ગાઝા પર હુમલો કરવાનું ચાલુ રાખશે.

Tags :