Gaza hospital attack: ગાઝામાં હોસ્પિટલ પર થયેલા હુમલાને લઈને PM મોદીએ આપ્યું મોટું નિવેદન

Gaza hospital attack: PM મોદી (PM Modi)એ આજે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલાને લઈને શોક વ્યક્ત કર્યો છે અને ચાલુ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિની ​​નિંદા કરી હતી. પીએમ મોદીએ X પર ટ્વીટ કર્યુ કે ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં લોકોના માર્યા જવાની દુ:ખદ ઘટનાથી આઘાત લાગ્યો છે. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના અને ઘાયલો ઝડપથી […]

Share:

Gaza hospital attack: PM મોદી (PM Modi)એ આજે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલાને લઈને શોક વ્યક્ત કર્યો છે અને ચાલુ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિની ​​નિંદા કરી હતી. પીએમ મોદીએ X પર ટ્વીટ કર્યુ કે ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં લોકોના માર્યા જવાની દુ:ખદ ઘટનાથી આઘાત લાગ્યો છે. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ. 

PM મોદી (PM Modi)એ વધુમાં લખ્યું હતું કે આ યુદ્ધમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર અને સતત ચિંતાનો વિષય છે. આમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ.

ગાઝાની એક હોસ્પિટલમાં હુમલા (Gaza hospital attack)માં 500 લોકોના મોત થયા હતા. હમાસે આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું, જ્યારે ઈઝરાયલી સંરક્ષણ દળોએ આ હુમલા પાછળ પેલેસ્ટિનિયન જૂથ ઈસ્લામિક જેહાદને જવાબદાર ઠેરવ્યું હતું, જેને ઈસ્લામિક જેહાદે નકારી કાઢ્યું હતું. IDFએ દાવો કર્યો છે કે પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલા રોકેટના મિસફાયરને કારણે આ દુર્ઘટના થઈ હતી. 

વધુ વાંચો: ગાઝામાં WHOએ તાત્કાલિક સહાય અને તબીબી પુરવઠો પહોંચાડવાની માંગ કરી

આ પહેલા IDFએ જાણકારી આપતા જણાવ્યું કે હોસ્પિટલ પર હુમલા (Gaza hospital attack) માટે ઈસ્લામિક જેહાદ જવાબદાર છે. IDFએ કહ્યું કે દુશ્મન તરફથી ઈઝરાયલ પર કેટલાક રોકેટ લોન્ચ કરવામાં આવ્યા હતા જેમાં એક નિષ્ફળ રોકેટે ગાઝાની હોસ્પિટલને પોતાનું નિશાન બનાવ્યું છે. અમારી પાસેની કેટલીક જાણકારી અનુસાર, હોસ્પિટલમાં થયેલા રોકેટ હુમલા માટે ઈસ્લામિક જેહાદ આતંકવાદ સંગઠન જવાબદાર છે. 

Gaza hospital attack પર સૌ કોઈએ નિંદા વ્યક્ત કરી

આ હવાઈ હુમલો (Gaza hospital attack) મધ્ય ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયો છે, તેને ગાઝા પટ્ટીની અંતિમ ક્રિશ્ચિયન હોસ્પિટલ ગણવામાં આવે છે. હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો લોકોએ આ હોસ્પિટલમાં આશરો લીધો હતો. 

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આખી દુનિયાને ખબર હોવી જોઈએ કે ગાઝામાં જે હુમલો થયો છે, તેને આતંકવાદીઓએ અંજામ આપ્યો છે ઈઝરાયેલી સેનાએ નહીં. જે લોકોએ અમારા બાળકોની હત્યા કરી, તે પોતાના બાળકોની પણ હત્યા કરે છે.

વધુ વાંચો: ઓપરેશન અજય અંતર્ગત 5મું વિમાન દિલ્હી પહોંચ્યું

7 ઓક્ટોબર ના રોજ હમાસે ઈઝરાયલને નિશાન બનાવીને રોકેટ છોડ્યા બાદ ઈઝરાયલ-હમાસ વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યો હતો અને ઈઝરાયલે બદલો લેવા માટે યુદ્ધની જાહેરાત કરી હતી. PM મોદી (PM Modi)એ આ સંઘર્ષ પરના તેમના પ્રથમ સંદેશમાં કહ્યું કે ભારત આ મુશ્કેલ ઘડીમાં ઈઝરાયેલ સાથે એકતામાં ઊભું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ અદનોમ ગેબ્રેસિયસે ગાઝામાં હોસ્પિટલ પર ઈઝરાયલના હવાઈ હુમલાની આકરી ટીકા કરી હતી. આ ઈઝરાયલ દ્વારા સૌથી મોટો હુમલો હતો. આ સાથે ઈજિપ્ત, તૂર્કી સહિત અનેક મુસ્લિમ દેશોએ આ હુમલાને વખોડયો હતો.