PM Rishi Sunakએ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળી ઉજવી, કહ્યું- ‘મને હિંદુ હોવાનો ગર્વ’

PM Rishi Sunak: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પોતાના સત્તાવાર નિવાસ સ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળી પહેલા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ખાસ પ્રસંગે ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ સાથે અનેક હિંદુ લોકોએ ઉજવણી કરી હતી. આ પ્રસંગે અક્ષતા મૂર્તિ ગોલ્ડન પિંક બ્રોકેડના કુર્તામાં હાથમાં બંગડીઓ સાથે પરંપરાગત લુકમાં જોવા મળ્યા […]

Share:

PM Rishi Sunak: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પોતાના સત્તાવાર નિવાસ સ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળી પહેલા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ખાસ પ્રસંગે ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ સાથે અનેક હિંદુ લોકોએ ઉજવણી કરી હતી. આ પ્રસંગે અક્ષતા મૂર્તિ ગોલ્ડન પિંક બ્રોકેડના કુર્તામાં હાથમાં બંગડીઓ સાથે પરંપરાગત લુકમાં જોવા મળ્યા હતા.

PM Rishi Sunak દ્વારા દિવાળીની ઉજવણી

આગામી 12 નવેમ્બરના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. જોકે તે પહેલા જ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પોતાના સત્તાવાર નિવાસ સ્થાને એક ખાસ દિવાળી કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં હિંદુ સમુદાયના અનેક લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સાથે જ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક (PM Rishi Sunak) અને તેમના પત્ની અક્ષતા મૂર્તિએ બ્રિટન અને સમગ્ર વિશ્વના હિંદુ સમુદાયને પ્રકાશના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ સાથે જ વડાપ્રધાન ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી પોસ્ટ કરીને ઋષિ સુનકના નિવાસ સ્થાને દિવાળીની ઉજવણીની કેટલીક તસવીરો પણ શેર કરી હતી અને યુકે સહિત સમગ્ર વિશ્વને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આ તસવીરોમાં ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા દીવા પ્રગટાવતા અને મહેમાનો સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. 

વધુ વાંચો: ઋષિ સુનક સાથેના ઈન્ટરવ્યુમાં કહ્યું, AI બધું કરશે અને નોકરીઓ છીનવી લેશે

નિયમિત મંદિરોની મુલાકાત લે છે ઋષિ સુનક 

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક (PM Rishi Sunak) પંજાબી મૂળનો છે અને તેમનો જન્મ સાઉથેમ્પટન ખાતે થયો હતો. તેઓ નિયમિતપણે મંદિરમાં જાય છે. G20 સમિટ માટે તેમની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન તેમણે પત્ની સાથે નવી દિલ્હીના પ્રખ્યાત અક્ષરધામ મંદિરમાં પ્રાર્થના કરી હતી.

ઋષિ સુનકે જણાવ્યું હતું કે, “મને હિંદુ હોવાનો ગર્વ છે અને મારો ઉછેર તે રીતે થયો છે. હું આવો જ છું… મારી બહેન અને મારા પિતરાઈ ભાઈ અને અમે બધાએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી. મારી પાસે મારી બધી રાખડીઓ છે.”

વધુ વાંચો: PM Modiએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને ચર્ચા કરી

ઋષિ સુનકની ખાસ પ્રતિજ્ઞા 

ઋષિ સુનકના વડાપ્રધાન બનવાની જાહેરાત દિવાળીના દિવસે જ કરવામાં આવી હતી અને તેમણે ગત વર્ષે દિવાળીની શુભેચ્છા પાઠવતી વખતે આપણાં બાળકો અને પૌત્રો દીવા પ્રગટાવી શકે તેવું બ્રિટન બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઈન્વેસ્ટમેન્ટ બેન્કરમાંથી રાજકારણી બનેલા ઋષિ સુનક 210 વર્ષમાં સૌથી યુવા બ્રિટિશ વડા પ્રધાન છે. ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિ પાસે કુલ 756 કરોડની સંપત્તિ છે જેમાંથી માત્ર ઋષિ સુનક પાસે 178 કરોડની સંપત્તિ છે.