Pope Francisએ સમલૈંગિક વિવાહોને મંજૂરી આપી? LGBTQ માટે શું કહ્યું?

મીડિયા રિપોર્ટ મુજબ, વેટિકન સિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ લોકો હવે બે પક્ષોમાં વહેંચાઈ ગયા છે. કેટલાંક લોકોએ કેથોલિક ચર્ચમાં ભેદભાવ ખતમ કરવાની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું.

Share:

હાઈલાઇટ્સ

  • પોપ ફ્રાંસિસે સમલૈંગિકોને આશીર્વાદ આપાવની આપી મંજૂરી
  • કહ્યું-આશીર્વાદ આપવાની અપીલને નકારી શકાય નહીં
  • તેને કાયદેસર બનાવવાનો મારો કોઈ ઈરાદો નથી

વેટિકન સિટીઃ સદીઓથી ખ્રિસ્તી સમુદાય એક રૂઢિચુસ્ત સમાજ રહ્યો છે. તેમાં પણ તેમના પવિત્ર પુસ્તક બાઈબલની બહાર જવાની સખ્ત મનાઈ છે અને બાઈબલ સમલાૈંગિક લગ્નો અને સંબંધોને મંજૂરી નથી આપતો તેવું ઘણાં ઘાર્મિક નેતાઓનું કહેવું છે. આવામાં રોમન કેથોલિક સમાજના વડા કે જેમના એક શબ્દને આખો કેથોલીક સમાજ આંખ બંધ કરીને અનુસરે છે તેમણે એવી જાહેરાત કરી છે જેના કારણે ઘણાં રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓમાં નારાજગી ફેલાઈ છે. 
સમલૈંગિક વિવાહોને લઈને વેટિકન સિટીના પોપ ફ્રાંસિસે મહત્વની જાહેરાત કરી છે. તેઓએ કેથોલિક પાદરીઓને સમાન લિંગવાળા કપલને આશીર્વાદ આપવા માટે અપૌચારિક મંજૂરી આપી છે. વેટિકને સોમવારે ક્રાંતિકારી બદલાવની જાહેરાત કરી હતી. જેનો હેતુ ચર્ચને વધારે સમાવિષ્ટ કરવાનો છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેટિકન સિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ લોકોમાં પણ હવે બે ભાગલા પડી ગયા છે. કેટલાંક લોકોએ એવું કહ્યું કે, કેથોલિક ચર્ચમાં ભેદભાવ ખતમ કરવા માટે આ મહત્વનું પગલું છે. 

આ સલાહ આપી 
બીજી તરફ, સમલૈંગિક એક્સપર્ટ્સનું માનવું છે કે, ચર્ચમાં સામાન્ય વિવાહોથી સમલૈંગિક વિવાહોને અલગ માનવમાં આવી રહ્યું છે. પોપ ફ્રાંસિસે સલાહ આપી કે, આશીર્વાદને સમલૈંગિક વિવાહોની વિધિની જેમ ભ્રમિત કરવામાં ન આવે. પોપનું કહેવું છે કે, વિવાહ એ મહિલા અને પુરુષ વચ્ચેનું આજીવન મિલન છે. સમલૈંગિક કપલોને આશીર્વાદ આપવાને કેથોલિક ઉત્સવ કે ધાર્મિક આધાર સાથે જોડવું ખોટુ છે. 

આવો કોઈ ઈરાદો નથી 
પોપે એવું પણ કહ્યું કે, સમલૈંગિક કપલોને આશીર્વાદ આપવાની અપીલને અસ્વીકાર કરી શકાય નહીં. તેને કાયદેસર બનાવવાનો કોઈ ઈરાદો નથી. વાસ્તવમાં આશીર્વાદ આપવા એ કોઈના જીવને ઈશ્વર માટે ખોલવા બરાબર છે. સારુ જીવન જીવવા માટે તેમની મદદ કરવાનું આહ્વાન કરે છે.  અગાઉ પોપે સલાહ આપી હતી કે, સમલૈંગિક સંઘોને આપવામાં આવતા આશીર્વાદનું અધ્યયન કરવામાં આવી શકે છે. પરંતુ તેઓ આશીર્વાદને લગ્ન સાથે ક્યાંય જોડે નહીં. તો એલજીબીટીક્યૂ પ્લસ કેથોલિકનું સમર્થન કરનારી ન્યૂ વેઝ મિનિસ્ટ્રીએ કહ્યું કે, એલજીબીટીક્યૂ પ્લસ કેથોલિક માટે ચર્ચ ખોલવું મહત્વપૂર્ણ છે.