“પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ માટે શાહી પરિવારમાં કોઈ જગ્યા નથી, કિંગ ચાર્લ્સ તેમને કદી પાછા નહીં સ્વીકારે”

ગત વર્ષે બ્રિટિશ રાજપરિવારના વરિષ્ઠ સદસ્ય મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના દીકરા (વેલ્સન રાજકુમાર) ચાર્લ્સને રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે એક શાહી નિષ્ણાતના કહેવા પ્રમાણે મોનાર્ક હવે કદી સસેક્સના ડ્યૂક અને ડચેસને શાહી પરિવારમાં પાછા નહીં આવવા દે. કિંગ ચાર્લ્સ પ્રિન્સ હેરી અને મેગનના વર્તનથી પરેશાન નોંધનીય છે કે, પ્રિન્સ હેરી અને […]

Share:

ગત વર્ષે બ્રિટિશ રાજપરિવારના વરિષ્ઠ સદસ્ય મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના દીકરા (વેલ્સન રાજકુમાર) ચાર્લ્સને રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે એક શાહી નિષ્ણાતના કહેવા પ્રમાણે મોનાર્ક હવે કદી સસેક્સના ડ્યૂક અને ડચેસને શાહી પરિવારમાં પાછા નહીં આવવા દે.

કિંગ ચાર્લ્સ પ્રિન્સ હેરી અને મેગનના વર્તનથી પરેશાન

નોંધનીય છે કે, પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલે 2020માં શાહી વારસાનો ત્યાગ કરીને આર્થિક રીતે આત્મનિર્ભર બની પોતાની નવી જિંદગીનો આરંભ કર્યો હતો. ત્યારે બ્રિટિશ શાહી પરિવાર અંગે ઉંડાણપૂર્વકની જાણકારી ધરાવતા નિષ્ણાત એસ્થર ક્રૈક્યુએ કિંગ ચાર્લ્સ છેલ્લા 3 વર્ષથી પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના વર્તનથી ખૂબ પરેશાન છે અને તેઓ કદી તેમને શાહી પરિવારમાં પાછા નહીં સ્વીકારે તેમ જણાવ્યું હતું. એસ્થરના મતે પ્રિન્સ હેરી અને મેગન શાહી પરિવારથી અલગ થયા તેને કિંગ ચાર્લ્સ એક સુંદર મુક્તિ ગણે છે. 

પ્રિન્સ હેરી અને મેગનમાં કર્તવ્યની ભાવના નહીં

એસ્થરના કહેવા પ્રમાણે ખાસ કરીને મેગન મર્કેલ હંમેશા શાહી પરિવારની ફરિયાદ કરતી રહેતી હતી. શાહી પરિવારના સદસ્ય બનવું તે એક વિશેષાધિકાર છે અને તેના સાથે જવાબદારીઓ, કર્તવ્ય જોડાયેલા હોય છે પણ તેમના બંનેમાં તેનો અભાવ હતો. પ્રિન્સ હેરી અને પ્રિન્સ એન્ડ્ર્યુ માટે શાહી પરિવારમાં હવે કોઈ જગ્યા નથી. 

મહારાણી એલિઝાબેથની મૃત્યુ તિથિ નજીક

મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગત વર્ષે અવસાન થયું હતું અને એસ્થર ક્રૈક્યુના કહેવા પ્રમાણે ટૂંક સમયમાં મહારાણીની સ્મૃતિમાં યોજાનારા પ્રસંગ વખતે પણ સસેક્સ (પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ) ક્યાંય નહીં જોવા મળે. વધુમાં જણાવ્યુ હતું કે, હમણાંથી ખૂબ નિર્ણાયક બની રહ્યા છે અને તેઓ પોતાના નેતૃત્વમાં શાહી પરિવારને અત્યારે છે તેમ જ રાખવા ઈચ્છે છે. 

એસ્થરે જણાવ્યું હતું કે, “કિંગ્સ ચાર્લ્સને ખબર છે કે જનતા સસેક્સ અને પ્રિન્સ એન્ડ્ર્યુ વિશે શું અનુભવે છે. મોટા ભાગના લોકો તેમને શાહી પરિવારથી દૂર જોવા ઈચ્છે છે.” 

નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ એવા સમાચાર સામે આવ્યા હતા કે, રાજવી પરિવારમાં ચાલી રહેલા તણાવ વચ્ચે કિંગ ચાર્લ્સ અને તેમના નાના પુત્ર પ્રિન્સ હેરી વચ્ચે 17મી સપ્ટેમ્બરના રોજ એક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. તે મુલાકાતમાં મેગન મર્કેલ હાજર નહીં રહે તેવા પણ અહેવાલ હતા. એક મેગેઝિનમાં રજૂ થયેલા અહેવાલ પ્રમાણે કિંગ ચાર્લ્સ અને પ્રિન્સ હેરી વચ્ચે સમાધાન કરાવવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્રિન્સ હેરી અને બકિંગહામ પેલેસ પ્રયત્નશીલ છે.