Project Q*: જાણો OpenAIના આ નવાં ટૂલ વિશે જે મનુષ્યો માટે છે ખતરનાક

એક અહેવાલ પ્રમાણે પ્રોજેક્ટ ક્યુ સ્ટાર માનવતા માટે બિલકુલ એવી જ રીતે જોખમી છે જેવું આપણે ફિલ્મ ટર્મિનેટરમાં જોયું છે

Courtesy: Image: Twitter

Share:

 

Project Q*: ઓપનAIનું નામ સમગ્ર દુનિયા સામે પહેલી વખત ત્યારે આવ્યું હતું જ્યારે ગત વર્ષે તેણે ચેટજીપીટી લોન્ચ કર્યું અને હવે ઓપનAIનું નામ ફરી એક વખત લોકોની જીભે ચઢ્યું છે. જોકે આ વખતે તેનું કારણ કંપનીની કોઈ ઉપલબ્ધિ નહીં પરંતુ તેના સીઈઓ સેમ ઓલ્ટમેનને કાઢી મુકવામાં આવ્યા અને તેમની વાપસી થઈ તે છે. 

 

સેમની વાપસી સાથે જ એક સમાચાર એવા પણ છે જેણે દુનિયાને વિચારમાં મુકી દીધી છે. ઓપનAIનો નવો પ્રોજેક્ટ ક્યુ સ્ટાર (Project Q*) લોન્ચિંગ પહેલા જ વિવાદમાં ફસાયો છે.

આ સંજોગોમાં ઓપનAIમાં શું ચાલી રહ્યું છે અને પ્રોજેક્ટ ક્યુ સ્ટાર શું છે જેને મનુષ્ય માટે જોખમી માનવામાં આવે છે તે સમજવું ખૂબ અગત્યનું બની રહે છે. 

Project Q*ને દુનિયાથી છુપાવી રહ્યું છે ઓપનAI

ઓપનAIના નવા પ્રોજેક્ટનું નામ ક્યુ સ્ટાર છે જે એક નવી AI ડિસ્કવરી છે. આ પ્રોજેક્ટ પર ઘણાં લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે પરંતુ તે અંગે કોઈને જાણકારી નહોતી. હાલમાં જ સેમ ઓલ્ટમેનને કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા ત્યાર બાદ સમાચાર એજન્સી રોયટરને એક ઈમેઈલ મળ્યો હતો જેમાં આ પ્રોજેક્ટ અંગેની જાણકારી હતી. 

 

હાલ પ્રોજેક્ટ ક્યુ સ્ટાર (Project Q*) વિશે ખૂબ જ ઓછી જાણકારી ઉપલબ્ધ છે. વર્તમાન જાણકારી પ્રમાણે તે આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ ટૂલ છે. સેમ ઓલ્ટમેને વર્ષની શરૂઆતમાં તે અંગે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ મનુષ્ય કરતા વધુ સ્માર્ટ હોય છે. જોકે તે સમયે ઓલ્ટમેને તેની ખામીઓ અંગે કોઈ જાણકારી નહોતી આપી પરંતુ આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ માનવતા અને મનુષ્ય માટે ખૂબ જ ખતરનાક હોવાનું માનવામાં આવે છે. 

 

એક અહેવાલ પ્રમાણે પ્રોજેક્ટ ક્યુ સ્ટાર માનવતા માટે બિલકુલ એવી જ રીતે જોખમી છે જેવું આપણે ફિલ્મ ટર્મિનેટરમાં જોયું છે. નવી ટૂલે ગણિતના પ્રશ્નોને ખૂબ જ યોગ્ય રીતે અને ઝડપથી સોલ્વ કર્યા છે. જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ગાણિતીક મોડેલ પર નિર્ભર કરે છે અને તે મશીન લર્નિંગનો એક સબસેટ છે. 

 

હાલ જનરેટિવ AIનો સૌથી વધુ ઉપયોગ લખવા માટે થઈ રહ્યો છે. પછી ભલે તે ઈમેઈલ હોય કે જીમેઈલ, દરેક જગ્યાએ તેનો ઉપયોગ થઈ રહહ્યો છે. જનરેટિવ AI તમારા દ્વારા લખવામાં આવેલા શબ્દોના આધાર પર આગામી શબ્દો વિશે સૂચન આપે છે. 

સેમ ઓલ્ટમેનની વાપસી

પોતાની જ કંપની ઓપનAIમાંથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા હકાલપટ્ટી પામ્યા બાદ સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટમાં જોડાવાના છે તેવા સમાચાર આવ્યા હતા. ઉપરાંત માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ આ વાતની પુષ્ટિ કરતી પોસ્ટ પણ શેર કરી હતી. જોકે બાદમાં ઓલ્ટમેને પોતે બોર્ડના નવા સભ્યો અને સત્યાના સહકાર સાથે ઓપનAIમાં પાછા ફરવાની અને માઈક્રોસોફ્ટ સાથે મજબૂત ભાગીદારીના ઘડતરની રાહ જોઈ રહ્યો છે તેવી પોસ્ટ કરી હતી.