યુક્રેનમાં શાંતિ માટે પુતીન અને શી જિનપિંગ વચ્ચે વાર્તાલાપ

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના નેતા શી જિનપિંગે  યુક્રેન માટે બેઇજિંગની શાંતિ યોજના અંગે ચર્ચા કરી હતી. તેમની પ્રથમ દિવસની વાટાઘાટો દરમિયાન પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે વધુ વિગતો આપવાનો ઇનકાર કરતાં મંગળવારે યોજાનારી બંને નેતાઓની બીજા દિવસની વાટાઘાટો બાદ  સંયુક્ત નિવેદનની રાહ જોવા પત્રકારોને જણાવ્યું હતું.  સોમવારે યોજાયેલી […]

Share:

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના નેતા શી જિનપિંગે  યુક્રેન માટે બેઇજિંગની શાંતિ યોજના અંગે ચર્ચા કરી હતી. તેમની પ્રથમ દિવસની વાટાઘાટો દરમિયાન પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે વધુ વિગતો આપવાનો ઇનકાર કરતાં મંગળવારે યોજાનારી બંને નેતાઓની બીજા દિવસની વાટાઘાટો બાદ  સંયુક્ત નિવેદનની રાહ જોવા પત્રકારોને જણાવ્યું હતું. 

સોમવારે યોજાયેલી બંને નેતાઓની બેઠક અંગે તેમણે જણાવ્યું કે, તેમના વચ્ચે ઊંડાણપૂર્વક વિચારોની આપ લે થઈ હતી અને ગંભીર મુદ્દાઓ પર  વાતચીત થઈ હતી. 

પુતિને સોમવારે કહ્યું કે તેમણે ચીનના વિચારોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે, તેને આદરથી જોયા છે અને તેઓ શી જિનપિંગ સાથે ચર્ચા કરશે. ચાઇનીઝ રૂપરેખામાં  કેટલાક સામાન્ય સિધ્ધાંતો બતાવવામાં આવ્યા  પરંતુ તેમાં યુધ્ધના 13મા મહિનામાં યુદ્ધને કેવી રીતે સમાપ્ત કરવું તેની કોઈ વિગતવાર યોજના નથી.

રશિયાના આક્રમણને વખોડવાના ચીનના ઇનકારને જોતાં, યુનાઇટેડ સ્ટેટ્સે તેને ફગાવી દીધું છે, અને કહે છે કે હવે તેના પરિણામે કોઈપણ યુદ્ધવિરામ ફક્ત રશિયન પ્રાદેશિક લાભોને બંધ કરશે અને પુતિનની સેનાને ફરીથી એકજુટ થવા  માટે વધુ સમય આપશે.

ચીને તેના સાથી રશિયાની નિંદા કરવાનું અથવા તેના પાડોશીમાં મોસ્કોના હસ્તક્ષેપને “આક્રમણ” તરીકે દર્શાવવાનું ટાળ્યું છે. તેણે રશિયા પરના પશ્ચિમી પ્રતિબંધોની પણ ટીકા કરી છે.

કિવ કહે છે કે જ્યાં સુધી રશિયા તેના સૈનિકો પાછા નહીં ખેંચે ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત થઈ શકશે નહીં, તે ચીન પ્રત્યે સાવચેતીભર્યું છે, જ્યારે ગયા મહિને બેઇજિંગના શાંતિ પ્રસ્તાવનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે તેનું સાવચેતીપૂર્વક સ્વાગત કર્યું.

ચીનના નેતા જિનપિંગ રશિયાના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચીનના નેતા જિનપિંગની રશિયાની આ સૌપ્રથમ મુલાકાત છે. બંને વચ્ચેની આ મુલાકાત વૈશ્વિક રાજકારણમાં હલચલ મચાવનારી ગણાય છે. 

તેની સાથે બંને દેશ વૈશ્વિક રાજકારણમાં અમેરિકાના પ્રભુત્વના વિરોધમાં છે. ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે પુતિન અને જિનપિંગ યુક્રેન સંલગ્ન મુદ્દા પર પણ ચર્ચા કરશે. પુતિન જિનપિંગને યુક્રેન અંગે તલસ્પર્શી સમજૂતી આપે તેમ મનાય છે. 

આ જોતાં વૈશ્વિક રાજકારણ અને રશિયા અને ચીનના સંબંધોમાં પણ નવા પ્રકરણનો ઉમેરો થાય તેમ લાગે છે.