પુતિનના આ બોર્ડીગાર્ડ “મિસ્ટર બટન”ના હાથમાં છે વિશ્વ આખાનું ભવિષ્ય! વાંચો રસપ્રદ વિગતો

એવું કહેવામાં આવે છે કે આ બ્રિફકેસ મોસ્કોના પરમાણુ શસ્ત્રાગાર પર નિયંત્રણ રાખે છે અને આને મુખ્યત્વે પુતિનની દુનિયાના અન્ય દેશોને ચેતવણીના સંકેત તરીકે ઓળખવામાં આવે છે.

Share:

હાઈલાઇટ્સ

  • આ વ્યક્તિ ગમે ત્યારે ત્રીજુ વિશ્વયુદ્ધ છેડી શકે છે
  • તે હંમેશા પોતાના હાથમાં ખાસ બ્રીફકેસ રાખે છે

અહીયાં આપેલી તસવીરમાં આપ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પાછળ જે બોર્ડીગાર્ડને જોઈ રહ્યા છો તેને “મિસ્ટર બટન” તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યક્તિ પુતિનનો વિશ્વાસુ માણસ છે. 

એવું કહી શકાય કે, આ વ્યક્તિ ગમે ત્યારે ત્રીજુ વિશ્વયુદ્ધ છેડી શકે છે. કારણ કે, આ વ્યક્તિ હંમેશા પોતાના હાથમાં એક ખાસ બ્રીફકેસ રાખે છે, આ કોઈ સામાન્ય સૂટકેસ નથી પરંતુ તેમાં ક્રેમલિનના પરમાણુ બોમ્બના લોન્ચનું બટન છે. 

મિસ્ટ બટન આ બટન સાથે હંમેશા પુતિનની સાથે રહે છે. એવું કહેવામાં આવે છે કે આ બ્રિફકેસ મોસ્કોના પરમાણુ શસ્ત્રાગાર પર નિયંત્રણ રાખે છે અને આને મુખ્યત્વે પુતિનની દુનિયાના અન્ય દેશોને ચેતવણીના સંકેત તરીકે ઓળખવામાં આવે છે. આ અતિવિનાશક બ્રિફકેસ પોતાની સાથે લઈને ફરતા પુતિન દુનિયાને પોતાની શક્તિ દર્શાવે છે. 

મહત્વનું છે કે, રશિયા વિશ્વનો એક શક્તિશાળી દેશ છે. અને વ્લાદિમીર પુતિન સમયાંતરે પોતાના દેશની તાકાત વિશ્વના દેશોને બતાવતા જ રહ્યા છે. રશિયા-યુક્રેનનું જ્યારે યુદ્ધ થયું ત્યારે વિશ્વની મહસત્તા કહેવાતા અમેરિકા જેવા વિશ્વના મોટા દેશો રશિયાની વિરૂદ્ધમાં ઉભા થયા હતા. જો કે, રશિયા અડગ રહ્યું અને યુક્રેન સાથે તેણે ધાર્યું હતુ તે કરી બતાવ્યું. આમ છતાંય વિશ્વનો કોઈપણ દેશ રશિયાનો વાળ પણ વાંકો ન કરી શક્યો, અને આ પુરાવો છે કે, રશિયા સામે બાથ ભીડવામાં વિશ્વના મોટા-મોટા દેશો પણ ડરે છે.

Tags :