G20 સમિટ દરમિયાન રાહુલ ગાંધી યુરોપના 5 દિવસના પ્રવાસે જશે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બેલ્જિયમમાં યુરોપિયન કમિશનના ધારાસભ્યોને મળવા ઉપરાંત પેરિસની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધવા માટે આવતા મહિને યુરોપની મુલાકાત લે તેવી શક્યતા છે. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બરની શરૂઆતમાં ઓસ્લોમાં એક કાર્યક્રમમાં ભારતીય લોકોને સંબોધિત કરે તેવી શક્યતા છે. સપ્ટેમ્બરમાં G20 સમિટ યોજાવાની છે. રાહુલ ગાંધી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યુરોપના […]

Share:

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બેલ્જિયમમાં યુરોપિયન કમિશનના ધારાસભ્યોને મળવા ઉપરાંત પેરિસની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધવા માટે આવતા મહિને યુરોપની મુલાકાત લે તેવી શક્યતા છે. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બરની શરૂઆતમાં ઓસ્લોમાં એક કાર્યક્રમમાં ભારતીય લોકોને સંબોધિત કરે તેવી શક્યતા છે. સપ્ટેમ્બરમાં G20 સમિટ યોજાવાની છે.

રાહુલ ગાંધી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યુરોપના પાંચ દિવસના પ્રવાસ માટે પેરિસ જવા રવાના થાય તેવી શક્યતા છે. તેઓ 7 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના સભ્યો સાથેની બેઠકમાં ભાગ લેશે.

પેરિસમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે રાહુલ ગાંધી

એક અહેવાલમાં જણાવવમાં આવ્યું હતું કે, 8 સપ્ટેમ્બરે, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પેરિસની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે અને ત્યાં પ્રવચન આપશે, જ્યારે 9 સપ્ટેમ્બરે, તેઓ પેરિસમાં ફ્રાન્સના લેબર યુનિયનની બેઠકમાં ભાગ લેશે.

ત્યારબાદ, રાહુલ ગાંધી નોર્વેની મુલાકાત લેવાના છે જ્યાં તેઓ 10 સપ્ટેમ્બરે ભારતીય લોકોને એક કાર્યક્રમમાં સંબોધશે, અહેવાલમાં જણાવ્યા મુજબ, તેઓ ત્યાં ભારતના લોકોને મળશે અને ત્યાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે. 

અહીં ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની વિદેશ મુલાકાત એવા સમયે આવશે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન મહત્વપૂર્ણ G20 સમિટ યોજાશે. આ સમિટ બે દિવસ માટે યોજાશે અને તેમાં સભ્ય દેશો તેમજ અતિથિ દેશોના પ્રતિનિધિઓ જોડાશે.

ભારતે 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 સુધી એક વર્ષ માટે G20 સમિટનું પ્રમુખપદ સંભાળ્યું છે. G20 સમિટ દરમિયાન, પ્રતિનિધિઓ વિવિધ આર્થિક સુધારાઓ વિશે ચર્ચામાં સામેલ થશે. G20 સમિટના નેતાઓના ઘોષણાપત્રને અપનાવવા સાથે G20 સમિટનું સમાપન થશે.

આ ઘોષણામાં અગ્રતા અને અન્ય મુદ્દાઓનો સમાવેશ થશે જેની ચર્ચા અને બેઠકો દરમિયાન કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી આવતા મહિને આંતરરાષ્ટ્રીય G20 સમિટના આયોજન માટે તૈયારી કરી રહી છે. 

રાહુલ ગાંધી તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન સુનિતા વિશ્વનાથને મળ્યા હતા. આ અંગે ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાત દરમિયાન એવા લોકોને મળ્યા હતા, જેમના સંબંધો ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ભાજપે માંગ કરી હતી કે રાહુલ ગાંધીએ સત્ય જણાવવું જોઈએ કે તેઓ સુનિતા વિશ્વનાથને કેમ મળ્યા, જેઓ જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી કંપની સાથે સંકળાયેલા છે.   

રાહુલ ગાંધીએ સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કના શહેરોમાં ભારતીય પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ અને વકીલો સાથે વાતચીત કરી હતી. અમેરિકન પ્રવાસ પહેલા રાહુલ ગાંધી લંડન પણ ગયા હતા. લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે અને તે જોખમમાં છે.