કેનેડામાં ખાલિસ્તાની અલગાવવાદીઓની ગતિવિધિ અંગે જસ્ટિન ટ્રુડો સાથે ચર્ચા બાદ ફરી જનમત સંગ્રહની યોજના

ભારતે G20 સમિટના ઘોષણા પત્રમાં આતંકવાદ અને ઉગ્રવાદના મુદ્દાને મજબૂતાઈથી ઉઠાવ્યો હતો. ઉપરાંત વડાપ્રધાન મોદીએ G20 સમિટ માટે ભારત આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેની વાતચીત દરમિયાન તેમને ખાલિસ્તાન સમર્થકો અંગે ઘણું સંભળાવ્યું હતું. આ દરમિયાન જસ્ટિન ટ્રુડોએ પણ એવું આશ્વાસન આપ્યું હતું કે, તેઓ કોઈ પણ પ્રકારના હિંસક પ્રદર્શનને અનુમતી નહીં આપે.  જોકે એક […]

Share:

ભારતે G20 સમિટના ઘોષણા પત્રમાં આતંકવાદ અને ઉગ્રવાદના મુદ્દાને મજબૂતાઈથી ઉઠાવ્યો હતો. ઉપરાંત વડાપ્રધાન મોદીએ G20 સમિટ માટે ભારત આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેની વાતચીત દરમિયાન તેમને ખાલિસ્તાન સમર્થકો અંગે ઘણું સંભળાવ્યું હતું. આ દરમિયાન જસ્ટિન ટ્રુડોએ પણ એવું આશ્વાસન આપ્યું હતું કે, તેઓ કોઈ પણ પ્રકારના હિંસક પ્રદર્શનને અનુમતી નહીં આપે. 

જોકે એક તરફ ભારત અને કેનેડાના વડાપ્રધાન વચ્ચે ભારત વિરોધી સંગઠનો મામલે વાતચીત ચાલી રહી હતી ત્યારે બીજી તરફ ખાલિસ્તાન સમર્થકો કેનેડામાં પોતાના એજન્ડા પર કામ કરી રહ્યા હતા. 

ગુરૂદ્વારા ખાતે જનમત સંગ્રહ (રેફરેન્ડમ)

ખાલિસ્તાન સમર્થક પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)એ બ્રિટિશ કોલંબિયા સ્થિત ગુરૂદ્વારામાં તથાકથિત જનમત સંગ્રહ કરાવ્યો હતો. સૂરી શહેરના ગુરૂ નાનક ગુરૂદ્વારાને વોટિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. આ એ જ ગુરૂદ્વારા છે જેનો પ્રમુખ શીખ ફોર જસ્ટિસ (SFJ)નો પ્રમુખ ચહેરો હરદીપ સિંહ નિજ્જર હતો. 

નોંધનીય છે કે, 18 જૂનના રોજ અજ્ઞાત લોકોએ શીખ ફોર જસ્ટિસ (SFJ)ના હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યાર બાદથી જ ખાલિસ્તાન સમર્થકો ભારતીય ડિપ્લોમેટ અને એજન્સીઓ પર હત્યાનો આરોપ લગાવી રહ્યા છે. ઈન્ટીગ્રેટેડ હોમીસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા શીખ ફોર જસ્ટિસ (SFJ)ના હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે હજુ સુધી આ હત્યા કેસમાં કોઈનું નામ સામે નથી આવ્યું અને કોઈની ધરપકડ પણ નથી કરાઈ. 

જોકે શીખ ફોર જસ્ટિસ (SFJ)ના હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાનીઓ સતત ભારત પર આરોપો લગાવી રહ્યા છે અને ઠેકઠેકાણે પ્રદર્શનો કરી રહ્યા છે. SFJએ 29 ઓક્ટોબરના રોજ આગામી રાઉન્ડનો જનમત સંગ્રહ કરવાની જાહેરાત કરી છે. આ માટે એક શાળાની પસંદગી કરવામાં આવી છે. 

ખાલિસ્તાન સમર્થકોએ તામાનવિસ સેકન્ડરી શાળાને જનમત સંગ્રહ માટે પસંદ કરી હતી. જોકે એક સપ્તાહ પહેલા જ સૂરી જિલ્લાના સ્કૂલ બોર્ડ દ્વારા તેને કેન્સલ કરવામાં આવ્યો હતો. બોર્ડના કહેવા પ્રમાણે રેન્ટલ એગ્રીમેન્ટના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. હકીકતે ખાલિસ્તાન સમર્થકોએ ઈવેન્ટના પ્રચાર માટે જે તસવીરો લગાવી હતી તેમાં હથિયારોનું પણ પ્રદર્શન કર્યું હતું. બોર્ડે તેના સામે વિરોધ નોંધાવ્યો તેમ છતાં તે તસવીરો દૂર નહોતી કરવામાં આવી. 

નોંધનીય છે કે, ભારતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારત વિરોધી તત્વો અને ગતિવિધિઓ અંગેની પોતાની ચિંતાથી અવગત કરાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ખાલિસ્તાન સમર્થકો રાજદ્વારી પરિસરો અને હિંદુ પૂજા સ્થળોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, કેનેડા માટે માનવ તસ્કરી, ડ્રગ સિન્ડિકેટ સામે લડવું પણ જરૂરી છે.