લુઈસ વીટનની મીઠાનાં દાણાથી પણ નાંની હેન્ડબેગ રૂ. 51 લાખમાં વેચાઈ

કલા અને ટેક્નોલોજીના અદભૂત સમન્વયને સમજાવતી મીઠાનાં દાણા કરતાં પણ નાની માઈક્રોસ્કોપિક બેગ ફ્રેન્ચ ડિઝાઈનર લુઈસ વીટનની OnTheGo બેગની પ્રતિકૃતિ  છે. તાજેતરમાં જ આ માઈક્રો બેગનું હરાજીમાં વેચાણ થયું હતું અને આ હરાજી ઓનલાઈન કરવામાં આવી હતી. આ કલાકૃતિ ઓનલાઈન હરાજીમાં $63,000 (આશરે 51.6 લાખ રૂપિયા)માં વેચાઈ ગઈ છે. હેન્ડબેગની કલાકૃતિ માત્ર માઈક્રોસ્કોપમાં જ જોઈ […]

Share:

કલા અને ટેક્નોલોજીના અદભૂત સમન્વયને સમજાવતી મીઠાનાં દાણા કરતાં પણ નાની માઈક્રોસ્કોપિક બેગ ફ્રેન્ચ ડિઝાઈનર લુઈસ વીટનની OnTheGo બેગની પ્રતિકૃતિ  છે. તાજેતરમાં જ આ માઈક્રો બેગનું હરાજીમાં વેચાણ થયું હતું અને આ હરાજી ઓનલાઈન કરવામાં આવી હતી. આ કલાકૃતિ ઓનલાઈન હરાજીમાં $63,000 (આશરે 51.6 લાખ રૂપિયા)માં વેચાઈ ગઈ છે.

હેન્ડબેગની કલાકૃતિ માત્ર માઈક્રોસ્કોપમાં જ જોઈ શકાય છે

હવે આ બેગ તેને નવા સરનામે પહોંચી જશે.  MSCHF હેન્ડબેગ કે જેમાં લૂઈસ વીટન મોનોગ્રામ દર્શાવવામાં આવ્યું હતું તેની તાજેતરમાં હરાજી કરવામાં આવી છે. હરાજી ઓનલાઈન થઈ હતી અને  $63,000 (આશરે રૂ. 51.6 લાખ)માં વેચાઈ હતી. હેન્ડબેગ પર કરાયેલું કામ  માત્ર માઇક્રોસ્કોપ હેઠળ જ જોઈ શકાય છે. થોડા સમય અગાઉ જ MSCHF એ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હેન્ડબેગ વિશેની વિગતો અને ફોટોઝ મૂક્યા હતા. 

પોલિમરાઇઝેશન પ્રિન્ટીંગ પદ્ધતિનો ઉપયોગ કરાયો

MSCHF દ્વારા બનાવાયેલા આ અત્યંત નાના માસ્ટરપીસનો રંગ નિયોન લીલો છે. 

તેની દરેક બારીકીને આવરી લેવામાં આવી છે. આ બેગ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી કારીગરી તમને ચોંકાવી દેશે. તેના દરેક ટાંકા અને દરેક વિગતને ઝીણવટપૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે. MSCHF એ હેન્ડબેગના હાર્દને જાળવી રાખવા માટે કોઈ કસર છોડી નથી.  તમને સાંભળીને આશ્ચર્ય થશે કે આ ટચૂકડી બેગ 657 x 222 x 700 માઇક્રોમીટરના માપમાં બનાવવામાં આવી છે. અને તેમાં 2-ફોટન પોલિમરાઇઝેશન પ્રિન્ટીંગ પદ્ધતિનો ઉપયોગ થયો છે.

આ હેન્ડબેગની હરાજીનું આયોજન જૂપિટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન ઓક્શન હાઉસની સ્થાપના અમેરિકન સંગીતકાર અને ડિઝાઈનર ફેરેલ વિલિયમ્સ દ્વારા કરવામાં આવી હતી. MSCHFના ચીફ ક્રિએટિવ ઓફિસર કેવિન વિઝનરે શેર કર્યું હતું કે તેઓએ વિલિયમ્સ અને લુઈસ વીટનની તેના મોનોગ્રામ અને ડિઝાઇનનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી. MSCHF એ એક આર્ટ અને મીડિયા કંપની છે. જેનો હેતુ એવા ઉત્પાદનો બનાવવાનો છે જે કલ્પના બહારના હોય.  કંપનીની સ્થાપના 2018માં કરવામાં આવી હતી. MSCHFનું આખું નામ મિસેલેનિયસ મિસચિફ છે. MSCHF તેની નવીનતા અને આંતરશાખાકીય અભિગમ માટે જાણીતું છે. સંસ્થા કળા, વાણિજ્ય અને ટેક્નોલોજીને સાંકળીને કંઈક અનોખું અને નવું લાવવાનો પ્રયાસ કરે છે. કંપની નિયમિતપણે દર અઠવાડિયે તેના નવા ઉત્પાદનો બહાર પાડે છે. તેમનો ઉદ્દેશ્ય સર્જનાત્મકતાની સીમાઓને આગળ ધપાવવાનો અને હંમેશા વિકસિત થતી દુનિયામાં જટિલ વિચારસરણીને વિકસાવવાનો છે.