સમૃદ્ધ રાષ્ટ્રો બદલાતા પર્યાવરણ સામેની લડાઈ માટે વધુ નાણાં એકત્ર કરશે

આ માટે સમૃદ્ધ દેશોએ તેમના તરફથી વધારે રકમ ઉમેરવાની જરૂર પડી શકે છે, એવું વિશ્વના નેતાઓએ શુક્રવારની બેઠકમાં જણાવ્યું હતું. પર્યાવરણમાં બદલાવ અને ગરીબ દેશોમાં કોવિડ બાદ દેવાના બોજ માટે ભંડોળ અંગે ચર્ચા કરવા પેરિસમાં એક સમિટ હેઠળ તેઓ ભેગા થયા હતા અને કહ્યું હતું કે, તેમની યોજનાઓ દ્વારા ખાનગી ક્ષેત્ર પાસેથી અબજો ડોલરનું રોકાણ […]

Share:

આ માટે સમૃદ્ધ દેશોએ તેમના તરફથી વધારે રકમ ઉમેરવાની જરૂર પડી શકે છે, એવું વિશ્વના નેતાઓએ શુક્રવારની બેઠકમાં જણાવ્યું હતું. પર્યાવરણમાં બદલાવ અને ગરીબ દેશોમાં કોવિડ બાદ દેવાના બોજ માટે ભંડોળ અંગે ચર્ચા કરવા પેરિસમાં એક સમિટ હેઠળ તેઓ ભેગા થયા હતા અને કહ્યું હતું કે, તેમની યોજનાઓ દ્વારા ખાનગી ક્ષેત્ર પાસેથી અબજો ડોલરનું રોકાણ મેળવવામાં મદદ મળશે.

વિકાસશીલ રાષ્ટ્રો માટે 100 બિલિયન ડોલરના ઓવરડ્યુ પણ તેમના ધ્યાનમાં છે. 

બે દિવસીય સમિટમાં ઉપસ્થિત ઘણા લોકોએ એવું વ્યક્ત કર્યું હતું કે, અત્યંત મુશ્કેલ પડકારોનો સામનો કરવા માટે વિશ્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ અયોગ્ય છે અને તેમાં વ્યાપક સુધારા જરૂરી છે. 

રોઇટર્સ દ્વારા મેળવાયેલા સમિટના અંતિમ નિવેદનમાં જણાવાયું હતું કે, અમે બહુપક્ષીય બેંકોની બેલેન્સ શીટને વધારે કાર્યક્ષમ બનાવીને વધુ જોખમો લઈ ધિરાણ ક્ષમતામાં $200 બિલિયનના વધારાની અપેક્ષા રાખીએ છીએ. આ સુધારાને લાગુ કરવામાં આવે તો સમૃદ્ધ રાષ્ટ્રોએ વધુ ભંડોળ તેમાં આપવું પડશે તેમ ઉમેર્યું હતું. 

અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ એર્લન કે જે વિશ્વ બેંકમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે તેમણે  જણાવ્યું હતું કે, મૂડીમાં વધારો કરતાં પહેલા ડેવલપમેન્ટ બેંકોએ પૂરી ક્ષમતા સાથે પોતાને વધુ ધિરાણ આપવું પડશે. 

આ સમિટમાં ડેવલપમેન્ટ બેંકોને ધિરાણ અપાતા એક ડોલર સામે ઓછામાં ઓછા એક ડોલર પ્રાઇવેટ ફાયનાન્સ દ્વારા થાય તે જોવા કહેવામાં આવ્યું હતું. આ સમયે નિષ્ણાતોએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં વધારાના $ 100 બિલિયન ખાનગી નાણાંનો લાભ ઉઠાવવામાં મદદ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. 

આ તમામ જાહેરાત પર્યાવરણમાં પરિવર્તન સામે વિકાસ બેંક તરફથી લેવાનારા પગલાં અને વાર્ષિક બેઠક પહેલા થનારા વધુ ફેરફારની દિશા દર્શાવે છે. 

આ સમિટમાં અમેરિકા અને ચીન વચ્ચે દેવાના પુનર્ગઠનનો કેવી રીતે સામનો કરવો તે અંગે થોડા મતભેદો રહ્યા હતા. જ્યારે ઝામ્બિયા દ્વારા દેવાના $ 6.3 બિલિયનનું પુનર્ગઠન કરવા સીમાચિન્હરૂપ એક સોદો થયો હતો. 

આ સમયે યેર્લને જણાવ્યું હતું કે, વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ તરીકે વૈશ્વિક મુદાઓ પર સાથે મળીને કામ કરવાની આપણી જવાબદારી બને છે.