Rishi Sunak: 'બહુ થયું.. હવે જવાનો સમય આવી ગયો', તેમની જ પાર્ટીના સાંસદે લખ્યો 'અવિશ્વાસ પત્ર'

સોમવારે ઋષિ સુનકે ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનને પદ પરથી હટાવી દીધા હતા જેથી તેમની પાર્ટીના કેટલાક નેતાઓ નારાજ

Courtesy: Image: Twitter

Share:

 

Rishi Sunak: બ્રિટનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન ઋષિ સુનક (Rishi Sunak) વિરુદ્ધ અવિશ્વાસનો પત્ર દાખલ કરવામાં આવ્યો છે. સુનકની પોતાની પાર્ટીના સાંસદ એન્ડ્રિયા જેન્કિન્સે પત્રમાં લખ્યું હતું કે હવે બહુ થયું. અમારા પક્ષના નેતા એવા વ્યક્તિ છે જેને સભ્યોએ નકારી કાઢ્યા હતા. હવે મતદાનમાં સાબિત થયું છે કે જનતા પણ સુનકને પસંદ કરતી નથી. હવે સુનકના જવાનો સમય આવી ગયો છે.

Rishi Sunak સામે નારાજગી

સોમવારે ઋષિ સુનકે ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનને પદ પરથી હટાવી દીધા હતા જેથી તેમની પાર્ટીના કેટલાક નેતાઓ નારાજ છે. એન્ડ્રિયાએ વધુમાં એવો પણ દાવો કર્યો હતો કે, પહેલા સુનકે બોરિસ જોનસનને પદ છોડવા માટે દબાણ કર્યું. હવે રસ્તાઓની ખરાબ હાલત અને પોલીસના બેવડા ધોરણો પર બોલવાની ક્ષમતા ધરાવતા મંત્રીમંડળના એકમાત્ર નેતાને પણ હટાવી દેવામાં આવ્યા છે.

બ્રિટનમાં એક વર્ષમાં 3 વડાપ્રધાન બદલાયા

બોરિસ જોન્સને સપ્ટેમ્બર 2022માં પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના પર કોરોના પ્રતિબંધો વચ્ચે પાર્ટી કરવા અને સંસદને ગેરમાર્ગે દોરવા સહિત અનેક કૌભાંડોનો આરોપ હતો. તેમના પછી લિઝ ટ્રસ બ્રિટનના વડાપ્રધાન બન્યા. જો કે, ટ્રુસની સરકાર માત્ર 50 દિવસ ચાલી હતી અને પાર્ટીનો વિશ્વાસ ગુમાવ્યા બાદ ઓક્ટોબરમાં તેમની સરકાર પડી ગઈ હતી. આ પછી ઋષિ સુનક બ્રિટન (Rishi Sunak)ના આગામી પીએમ તરીકે ચૂંટાયા હતા.

સુએલા બ્રેવરમેનને ગૃહમંત્રી પદ પરથી હટાવવાનો વિરોધ

જો 15% સાંસદો ઋષિ સુનક સામે અવિશ્વાસ પત્ર રજૂ કરે છે, તો તે અવિશ્વાસ પ્રસ્તાવમાં ફેરવાઈ જશે. સુએલાને મંત્રી પદ પરથી હટાવવામાં લગભગ 50 સાંસદોએ સુનકને સમર્થન આપ્યું હતું. જો કે એક અહેવાલ મુજબ તેમને આવા ઘણા પત્રો પણ મળ્યા હતા જેમાં સુએલાને નોકરીમાંથી બહાર ન કરવાની અપીલ કરવામાં આવી હતી.

 

ઋષિ સુનકે સોમવારે સાંજે સુએલાને પદ પરથી હટાવીને તેમની જગ્યાએ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીને ગૃહમંત્રી બનાવ્યા હતા. આ પછી તેમણે પૂર્વ પીએમ ડેવિડ કેમરનને બ્રિટનના વિદેશ મંત્રી તરીકે જાહેર કર્યા હતા. વાસ્તવમાં, ભારતીય મૂળના સુએલા બ્રેવરમેને તાજેતરમાં ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા.

બ્રેવરમેને સુનકને ઉદ્દેશીને લખ્યો પત્ર

પૂર્વ ગૃહમંત્રી બ્રેવરમેને જણાવ્યું હતું કે સુનકની યોજનાઓ કામ કરી રહી નથી. કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણીમાં રેકોર્ડ હાર તરફ આગળ વધી રહી છે. બ્રેવરમેને વડાપ્રધાન ઋષિ સુનક (Rishi Sunak)ને એક પત્ર પણ લખ્યો હતો, જે તેમણે X પર શેર કર્યો હતો. 

 

આ પત્રમાં તેમણે લખ્યું છે કે ગઈકાલે સવારે તમે ફોન કરીને મને કેબિનેટ છોડવા કહ્યું હતું. પાર્ટીના મોટાભાગના સભ્યોએ તમને નકારી દીધા હતા. તમારી પાસે વડાપ્રધાન બનવા માટે કોઈ અંગત જનાદેશ પણ નહોતો. પરંતુ મેં તમને ટેકો આપ્યો અને ઑક્ટોબર 2022માં ગૃહ મંત્રી તરીકે કામ કરવાની તમારી ઑફર સ્વીકારી.