Rishi Sunakની ગ્રીક વડાપ્રધાન સાથેની મુલાકાત રદ્દ, મૂર્તિઓના કારણે વધ્યો 2 દેશ વચ્ચે વિવાદ

ગ્રીસના વડાપ્રધાને જણાવ્યું હતું કે, લંડનમાં પાર્થેનનનો ખજાનો હોવો તે મોનાલિસાના પેઈન્ટિંગને વચ્ચેથી ફાડી નાખવા જેવી ઘટના છે

Courtesy: Image: Twitter

Share:

 

Rishi Sunak: એલ્ગિન માર્બલ્સની વાપસીને લઈ વકરી રહેલા વિવાદ વચ્ચે વડાપ્રધાન ઋષિ સુનકે (Rishi Sunak) પોતાના ગ્રીક સમકક્ષ એટલે કે, ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસ સાથેની મંગળવારના રોજ યોજાનારી બેઠકને કથિત રીતે રદ્દ કરી દીધી છે. નોંધનીય છે કે, મિત્સોતાકિસ હાલ બ્રિટનના પ્રવાસે છે. 

 

એથેન્સના પાર્થેનનની પ્રાચીન ગ્રીક મૂર્તિઓ એ વિવાદાસ્પદ ઐતિહાસિક વસ્તુઓમાં સામેલ છે જેને 19મી શતાબ્દીની શરૂઆતમાં બ્રિટિશ રાજદ્વારી લોર્ડ એલ્ગિન દ્વારા બ્રિટન લાવવામાં આવી હતી અને તેને અંગ્રેજી નામ આપવામાં આવ્યું હતું. પાર્થેનનની મૂર્તિઓ હવે બ્રિટિશ સંગ્રહાલયના સંગ્રહનો હિસ્સો છે. 

Rishi Sunak સાથેની બેઠક માટે શરત

ગ્રીક લોકો ઘણાં લાંબા સમયથી આ મૂર્તિઓને એથેન્સના એક્રોપોલિસ સંગ્રહાલયમાં રાખવાની માગણી કરી રહ્યા છે. આ તાજો વિવાદ કોલોનિયલ કાળના કોહિનૂર હીરા અને અન્ય ઐતિહાસિક કલાકૃતિઓ માટે ભારતની માગણીઓની યાદ અપાવે છે. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ વિક્ટોરિયા અને આલ્બર્ટ સંગ્રહાલય સાથે વાઘનખ (17મી શતાબ્દીા ધાતુના પંજાની જોડ)ને 3 વર્ષ માટે લાવવા એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. વાઘનખને છત્રપતિ શિવાજી મહારાજના હોવાનું માનવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠના અવસર પર તેને પરત લાવવાની તૈયારી છે. 

 

એવું કહેવાય છે કે, બ્રિટન અને ગ્રીસ વચ્ચે આ મડાગાંઠ ત્યારે સર્જાઈ જ્યારે ડાઉનિંગ સ્ટ્રીટે એવો દાવો કર્યો કે, એ વાત પર સહમતિ સધાઈ છે કે, ઋષિ સુનક (Rishi Sunak) અને મિત્સોતાકિસ વચ્ચે કોઈ પણ દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ મુદ્દો નહીં ઉઠાવવામાં આવે. જોકે ગ્રીસ દ્વારા આ દાવાને નકારી દેવામાં આવ્યો છે. 

 

ગ્રીસના વડાપ્રધાને રવિવારના રોજ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, લંડનમાં પાર્થેનનનો ખજાનો હોવો તે મોનાલિસાના પેઈન્ટિંગને વચ્ચેથી ફાડી નાખવા જેવી ઘટના છે. એવું માનવામાં આવે છે કે, તેમના આ નિવેદન બાદ વિવાદ શરૂ થયો છે. મિત્સોતાકિસે સોમવારે સાંજે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતે સુનક સાથેની બેઠક અચાનક રદ્દ થઈ તે વાતને લઈ ખૂબ નિરાશ છે તેમ જણાવ્યું હતું. આ બેઠક મંગળવારે બપોરે યોજાવાની હતી. 

બ્રિટન દ્વારા ગ્રીસનું અપમાન

ગ્રીક વડાપ્રધાને જણાવ્યું હતું કે, જે લોકો મજબૂતીથી પોતાના પદોની શુદ્ધતા અને ન્યાયમાં વિશ્વાસ દાખવે છે તેઓ રચનાત્મક તર્ક-વિતર્ક અને વિવાદમાં સામેલ થવામાં કઈ સંકોચ નથી રાખતા. ત્યાર બાદ તેમની સરકારના એક પ્રવક્તાએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, બ્રિટનનું વલણ વડાપ્રધાન અને તેમના દેશ પ્રત્યે કોઈ સન્માન નથી દેખાડી રહ્યું. ગ્રીક નેતાને બ્રિટનના નાયબ વડાપ્રધાન ઓલિવર ડોવડેન સાથે એક બેઠકની રજૂઆત કરવામાં આવી હતી જેનો તેમની ટીમ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો.

Tags :