Rishi Sunak: ઈમિગ્રેશનના આંકડા નીચે લાવવાના દબાણ વચ્ચે સ્કીલ્ડ માઈગ્રન્ટ વર્કર્સની તરફેણમાં નિવેદન

બ્રિટિશ વડાપ્રધાન સુનકે આનું ઉદાહરણ આપવા માટે હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિઝ્યુઅલ વિઝાનો ઉલ્લેખ કર્યો હતો

Courtesy: Twitter

Share:

Rishi Sunak: બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે (Rishi Sunak) સોમવારે લંડનમાં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ દરમિયાન પોતાના ભાષણમાં સ્કીલ્ડ માઈગ્રન્ટ વર્કર્સની તરફેણમાં મજબૂત વલણ અપનાવ્યું હતું. પોતાની સરકાર પર વધી રહેલા ઈમિગ્રેશન આંકડાઓને નીચે લાવવાના દબાણ વચ્ચે સુનકનું આ વલણ ખૂબ જ પ્રશંસનીય કહી શકાય. 

વિશ્વની કેટલીક દિગ્ગજ કંપનીઓના સીઈઓની બેઠક દરમિયાન સુનકે જણાવ્યું હતું કે, આ દેશમા પ્રતિભા પર અમારો એકાધિકાર નથી અને અમે જાણીએ છીએ કે અમારી સૌથી વધુ નવીન કંપનીઓમાંથી લગભગ અડધા ઈમિગ્રન્ટ સ્થાપક છે. માટે જો તમે ઈનોવેટર, એક ઉદ્યોગસાહસિક, સંશોધક છો, તો તમારે જાણવું જોઈએ કે ઉચ્ચ કુશળ આંતરરાષ્ટ્રીય પ્રતિભા માટે સૌથી વધુ સ્પર્ધાત્મક વિઝા વ્યવસ્થા અહીં યુનાઈટેડ કિંગડમમાં છે.

 
Rishi Sunak દ્વારા HPI વિઝાનો ઉલ્લેખ 

બ્રિટિશ વડાપ્રધાન સુનકે આનું ઉદાહરણ આપવા માટે હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિઝ્યુઅલ વિઝાનો ઉલ્લેખ કર્યો હતો. જેનો અર્થ એ છે કે વૈશ્વિક ટોચની 50 યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલી યુવાન વ્યક્તિ ફક્ત અન્વેષણ, કામ, અભ્યાસ, શોધ કરવા માટે પરિવાર સાથે 2 વર્ષ માટે યુકે આવી શકે છે.

 

રોકાણ અને વેપાર માટે શ્રેષ્ઠ દેશ

વડાપ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે, વિશ્વમાં બીજે ક્યાંય આ સુવિધા નથી. આ તમને બ્રિટનના પ્રો-ઈનોવેશન, પ્રો-ગ્રોથ, પ્રો-બિઝનેસ દર્શન અંગે ઘણું સમજાવે છે. માટે જ યુકેમાં અવસર છે અને જ્યારે હું એમ કહું તો તમારે મારી પર વિશ્વાસ કરવો જોઈએ કે આ રોકાણ અને વેપાર માટે વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ છે. 

 

ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટને લઈ ઉત્સાહ

ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ માટે લંડન પહોંચેલા કારોબારીઓનું વલણ જોઈને વડાપ્રધાન ઋષિ સુનક (Rishi Sunak) ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું હતું કે, સમિટ બાદ બ્રિટનમાં આશરે 3.10 અબજથી પણ વધારેની નવી પરિયોજનાઓ આવશે. વિશ્વના પ્રમુખ રોકાણકારોએ યુકેના અર્થતંત્રમાં ખૂબ જ વિશ્વાસ દાખવ્યો છે. 

રોકાણની પ્રતિબદ્ધતાથી ઉત્સાહિત બ્રિટિશ વડાપ્રધાને વિશ્વના પ્રમુખ કારોબારીઓના સ્વાગત બાદ જણાવ્યું હતું કે, મોટી રાશિના રોકાણના પ્રભાવથી ટેક્નોલોજી, જીવન વિજ્ઞાન, રિન્યુએબલ એનર્જી, આવાસ અને માળખાકીય સેક્ટરમાં હજારો નોકરીઓના અવસર પેદા થશે. તે સિવાય પણ અનેક ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન થશે. 

ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે લંડનના હૈમ્પટન કોર્ટ પેલેસ ખાતે ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ દરમિયાન વિશ્વના દિગ્ગજ સીઈઓ સાથે બેઠક કરી હતી. તેમાં બ્લેકસ્ટોન, ગોલ્ડમેન સેક્સ, જેપી મોર્ગન ચેજ, બાર્કલેજ, એચએસબીસી અને લોયડ્સ બેંકના અધિકારીઓ પણ સામેલ થયા હતા. સમિટની થીમ બ્રિટિશ આઈડિયાઝ પાસ્ટ, પ્રેઝેન્ટ એન્ડ ફ્યુચર હતી.