પ્લેન ક્રેશમાં પુતિનનો દુશ્મન પ્રિગોઝિન માર્યો ગયો હોવાની રશિયા દ્વારા પુષ્ટી

તાજેતરમાં મોસ્કોમાં એક વિમાન દુર્ઘટના થઈ હતી જેના સાથે જોડાયેલી એક મહત્વની ખબર સામે આવી છે. રશિયન વિમાન એજન્સીએ પ્લેન દુર્ઘટનામાં વૈગનર ચીફ પ્રિગોઝિનના મૃત્યુની પુષ્ટી કરી છે. એજન્સીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા 10 નામોની યાદી બહાર પાડી છે જેમાં પ્રિગોઝિનના રાઈટ હેન્ડ ગણાતા દિમિત્રી ઉત્કિનનું નામ પણ સામેલ છે. નોંધનીય છે કે, દિમિત્રી ઉત્કિન વૈગનર […]

Share:

તાજેતરમાં મોસ્કોમાં એક વિમાન દુર્ઘટના થઈ હતી જેના સાથે જોડાયેલી એક મહત્વની ખબર સામે આવી છે. રશિયન વિમાન એજન્સીએ પ્લેન દુર્ઘટનામાં વૈગનર ચીફ પ્રિગોઝિનના મૃત્યુની પુષ્ટી કરી છે. એજન્સીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા 10 નામોની યાદી બહાર પાડી છે જેમાં પ્રિગોઝિનના રાઈટ હેન્ડ ગણાતા દિમિત્રી ઉત્કિનનું નામ પણ સામેલ છે. નોંધનીય છે કે, દિમિત્રી ઉત્કિન વૈગનર ગ્રુપનો પાયો નાખનાર લોકો પૈકીનો એક હતો. 

રશિયાની તપાસ ટીમનો ખુલાસો

વિમાન દુર્ઘટનાની તપાસ કરનારા રશિયન અધિકારીઓએ રવિવારના રોજ જણાવ્યું હતું કે, જિનેટિક ટેસ્ટ દ્વારા બુધવારે વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 10 લોકોમાં પ્રાઈવેટ આર્મી વૈગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝિન પણ સામેલ હોવાની પુષ્ટી થઈ છે. 

મોસ્કોની ઉત્તર-પશ્ચિમે ટવર વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી.

ફોરેન્સિક તપાસ બાદ દુર્ઘટના સ્થળ પરથી મળી આવેલા તમામ 10 મૃતદેહની ઓળખ મેળવવામાં આવી છે. દુર્ઘટનાનો ભોગ બનેલું પ્રાઈવેટ જેટ યેવગેની પ્રિગોઝિન અને તેના સહયોગીઓને લઈને જઈ રહ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તાને પડકારનારા સશસ્ત્ર વિદ્રોહનું પ્રિગોઝિને નેતૃત્વ કર્યું તેના 2 મહિના બાદ આ દુર્ઘટના બની છે. 

વૈગનર ગ્રુપના ફાઈટર્સમાં રોષ

વિમાની દુર્ઘટના બાદ વૈગનર ગ્રુપના ફાઈટર્સમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સામે ભારે રોષ વ્યાપ્યો છે અને તેઓ રશિયન સરકારને સીધો પડકાર ફેંકી રહ્યા છે. નોંધનીય છે કે, યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈગનર ગ્રુપ દ્વારા રશિયન સત્તાના વિરોધમાં બળવો પોકારવામાં આવ્યો હતો અને તેના લીધે મોસ્કોને સુરક્ષાના કારણોસર છાવણીમાં ફેરવી દેવું પડ્યું હતું. 

છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ ભયાનક યુદ્ધના કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. 

પુતિને વ્યક્ત કર્યું દુઃખ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યેવગેની પ્રિગોઝિન વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા તેને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રિગોઝિનેદુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ મુસાફરોના પરિવારને શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે પુતિને પ્રિગોઝિનને એક ટેલેન્ટેડ બિઝનેસમેન ગણાવ્યા હતા. સાથે જ ક્રેમલિને પશ્ચિમી દેશોના એ દાવાઓનું ખંડન કર્યું હતું જેમાં પુતિનના આદેશ પર પ્રિગોઝિનને મારી નાખવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ હતો. 

2 વર્ષથી સંબંધોમાં તણાવ હતો

યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન ગત વર્ષે ઓક્ટોબરમાં પુતિન અને પ્રિગોઝિન વચ્ચેના સંબંધો બગડ્યા હતા. યુક્રેનમાં લડવા માટે બોલાવાયા બાદ પ્રિગોઝિને યુક્રેનના રણનૈતિક રશિયન શહેર લિમનમાંથી હટી જવાના રશિયાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જૂનમાં  રશિયન સેના સામે બળવાનું નેતૃત્વ કર્યું હતું જેમાં હજારો ભાડૂઆતી સૈનિકો સૈન્ય નેતાઓને ઉખાડી ફેંકવાના ઉદ્દેશ્યથી દક્ષિણી રશ્યિાથી મોસ્કો તરફ માર્ચ કરી રહ્યા હતા. બાદમાં બેલારૂસી નેતા એલેક્ઝાંડર લુકાશેંકોની મધ્યસ્થતા સાથે તે બળવો સમાપ્ત થયો હતો.