રશિયાએ પરમાણુ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે જણાવ્યું હતું કે રશિયાએ એક શક્તિશાળી નવી વ્યૂહાત્મક પરમાણુ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જો કે, વ્લાદિમીર પુતિને એવી શક્યતાને નકારી કાઢી છે કે રશિયા ત્રણ દાયકાથી વધુમાં પ્રથમ વખત પરમાણુ વિસ્ફોટક હથિયારનું પરીક્ષણ કરી શકે છે. પુતિને પ્રથમ વખત જણાવ્યું હતું કે મોસ્કોએ હજારો માઈલની સંભવિત રેન્જ સાથે પરમાણુ […]

Share:

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે જણાવ્યું હતું કે રશિયાએ એક શક્તિશાળી નવી વ્યૂહાત્મક પરમાણુ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જો કે, વ્લાદિમીર પુતિને એવી શક્યતાને નકારી કાઢી છે કે રશિયા ત્રણ દાયકાથી વધુમાં પ્રથમ વખત પરમાણુ વિસ્ફોટક હથિયારનું પરીક્ષણ કરી શકે છે.

પુતિને પ્રથમ વખત જણાવ્યું હતું કે મોસ્કોએ હજારો માઈલની સંભવિત રેન્જ સાથે પરમાણુ સંચાલિત અને પરમાણુ-સક્ષમ ક્રુઝ બુરેવેસ્ટનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

તેમણે વિશ્લેષકો અને પત્રકારોની એક વાર્ષિક સભામાં પણ જણાવ્યું હતું કે રશિયાએ તેની સરમત હેવી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ પર કામ લગભગ પૂર્ણ કરી લીધું છે, જે તેના નવી પેઢીના પરમાણુ શસ્ત્રોના અન્ય મુખ્ય તત્વ છે.

એક પણ દુશ્મન બચી શકશે નહીં- રશિયાના રાષ્ટ્રપતિ

પુતિન, જેમણે 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું ત્યારથી પરમાણુ શક્તિ અંગે વિશ્વને ઘણી વખત ચેતવણી આપી ચૂક્યા છે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ રશિયા વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે નહીં. તેમણે વધુમાં કહ્યું, ‘જો કોઈ આવું કામ કરશે તો અમારી સેંકડો મિસાઈલો હવામાં દેખાશે અને એક પણ દુશ્મન બચી શકશે નહીં.

રશિયાએ સોવિયેત યુનિયનના પતનના એક વર્ષ પહેલા, 1990થી પરમાણુ વિસ્ફોટને લગતું પરીક્ષણ હાથ ધર્યું નથી, પરંતુ પુતિને આવા પરીક્ષણ ફરી શરૂ કરી શકે તેવી શક્યતાને નકારી કાઢી હતી.

પુતિને કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સે પરમાણુ મિસાઈલના પરીક્ષણો પર પ્રતિબંધ મૂકતી સંધિને બહાલી બહાલી આપી નથી, જ્યારે રશિયાએ તેના પર હસ્તાક્ષર કર્યા છે અને બહાલી આપી છે. 

સૈન્ય વિશ્લેષકો કહે છે કે રશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ અથવા બંને દ્વારા પરમાણુ મિસાઈલનું પરીક્ષણ ફરી શરૂ કરવું એ સમયે અત્યંત અસ્થિર થશે જ્યારે બંને દેશો વચ્ચે છેલ્લા 60 વર્ષોમાં કોઈપણ સમય કરતાં વધુ તણાવ છે. ફેબ્રુઆરીમાં, પુતિને નવી START સંધિમાં રશિયાની સહભાગિતાને સ્થગિત કરી હતી જે દરેક પક્ષે તૈનાત કરી શકે તેવા પરમાણુ મિસાઈલની સંખ્યાને મર્યાદિત કરે છે.

પરંતુ પુતિને કહ્યું કે, રશિયાએ પરમાણુ મિસાઈલના વાસ્તવિક ઉપયોગ અંગેના તેના સિદ્ધાંતને ફરીથી લખવાની જરૂર નથી, જે કહે છે કે તે તેની સામેના પરમાણુ હુમલાના જવાબમાં અથવા દેશના અસ્તિત્વના જોખમની સ્થિતિમાં તેનો ઉપયોગ કરશે.

પરમાણુ મિસાઈલના ઉપયોગની મર્યાદા ઘટાડવાની હિમાયત કરનારા રશિયન વિશ્લેષક સર્ગેઈ કારાગાનોવના પ્રશ્નના જવાબમાં પુતિને કહ્યું, “મને તેની જરૂર જણાતી નથી.”

તેમણે કહ્યું, “આજે એવી કોઈ પરિસ્થિતિ નથી કે જેમાં, કોઈપણ વસ્તુ રશિયાના અસ્તિત્વને જોખમમાં મૂકે. મને લાગે છે કે સ્વસ્થ મન અને સ્પષ્ટ યાદશક્તિ ધરાવનાર કોઈપણ વ્યક્તિ રશિયા સામે પરમાણુ મિસાઈલનો ઉપયોગ કરવાનું વિચારશે નહીં.”