'PM Modiને ડરાવી-ધમકાવી શકાય નહીં', રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી ભારોભાર પ્રશંસા

ભારત અને રશિયા વચ્ચેના સંબંધને ગણાવતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, બંને દેશોના સંબંધો તમામ દિશાઓમાં વિકસિત થઈ રહ્યાં છે. પીએમ મોદી દ્વારા અપનાવવામાં આવેલી નીતિ બંને દેશો વચ્ચેના સંબંધોની ગેરેન્ટર છે. ભારત અને રશિયા વચ્ચે વેપાર વધી રહ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પીએમ મોદીના કાયલ થયા
  • પીએમ મોદી ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિ છે, પુતિને કરી પ્રશંસા
  • પીએમ મોદીને ડરાવી કે ધમકાવી શકાય નહીંઃ પુતિન

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતના વડાપ્રધાન મોદીની ભારોભાર પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે, પીએમ મોદી ભારત અને રશિયા વચ્ચેના સંબંધની ગેરંટી છે. તેમને રાષ્ટ્રીય હિતો વિરુદ્ધ નિર્ણયો લેવા માટે ડરાવી કે ધમકાવી શકાય નહીં. જ્યારે રાષ્ટ્રીય હિતોની રક્ષાની વાત આવે છે ત્યારે પીએમ મોદીના કડક વલણની પ્રશંસા કરવામાં આવે છે. હું કલ્પના પણ કરી શકતો નથી કે પીએમ મોદીને આવું કોઈ કામ કરવા માટે, પગલું લેવા કે નિર્ણય લેવા માટે ડરાવી કે ધમકાવી શકાય. જે ભારત અને ભારતીય વિરુદ્ધ હોય. 

પીએમ મોદીના કાયલ થયા 
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એકવાર ભારત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરતા નજરે પડ્યા. તેઓએ પીએમ મોદીની પ્રશંસામાં ફૂલો બાંધ્યા હતા. પુતિને 14મી વીટીબી ઈનવેસ્ટમેન્ટ ફોરમમાં કહ્યું કે, ભારત અને રશિયાના સંબંધો સતત વિકસી રહ્યાં છે. એની ગેરંટી પીએમ મોદીની ગેરંટી છે. પ્રમાણિકતાથી કહું તો ક્યારેક ક્યારેક ભારતીય લોકોના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે તેમના કડક વલણથી હું પણ ચોંકી જાઉં છું. 

મોદી બુદ્ધિમાન વ્યક્તિ
પોતાના સંબોધનમાં પુતિને પીએમ મોદીને ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિ ગણાવ્યા હતા. પુતિને કહ્યું કે, પીએમ મોદી ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિ છે. તેમની સાથે અમારા ખૂબ જ સારા રાજકીય સંબંધો છે. પીએમ મોદી ઝડપથી વિકાસનું કામ કરી રહ્યાં છે. જે બંને દેશોના હિતમાં છે. 

પહેલાં શું ચેતવણી આપી હતી?
આ પહેલાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને લઈ પુતિને પશ્ચિમી દેશોને એક ચેતવણી આપી હતી. પુતિને કહ્યું હતું કે, પશ્ચિમી દેશો ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં તિરાડ પાડવાનું કામ ન કરે. આવું કરવું પોઈન્ટલેસ છે, કારણ કે ભારત એક આઝાદ દેશ છે. પશ્ચિમી દેશો દરેક દેશોમાં દુશ્માનવટ ઉભુ કરવાનું કામ કરી રહ્યા છે.