શું થયું જ્યારે ફ્લાઈટનું થીજી ગયેલી નદી પર લેન્ડિંગ થયું? 30 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા સવાર

પોલર એરલાઈન્સની ફ્લાઈટ રશિયાના દૂર પૂર્વમાં કોલિમા નદીના બર્ફીલા વિસ્તાર પર અજાણતા લેન્ડ કરતા જોવા મળી. તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

Share:

હાઈલાઇટ્સ

  • ઠંડકવાળી આબોહવા, માઈનસ તાપમાન માટે જાણીતો છે આ પ્રદેશ
  • વિમાનનું આકસ્મિક લેન્ડિંગ પાઇલટની ભૂલને કારણે થયાનો ખુલાસો

ટેકનિકલ અથવા પાયલોટની ભૂલને કારણે મોટાભાગે મોટા વિમાન અકસ્માતો થાય છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે પાયલટે ભૂલથી ફ્લાઈટને રહેણાંક વિસ્તારમાં અથવા રસ્તા પર લેન્ડ કરી દીધી. પરંતુ તાજેતરમાં રશિયામાંથી જે કિસ્સો પ્રકાશમાં આવ્યો તે ડરામણો હતો.

વાસ્તવમાં, પોલાર એરલાઈન્સનું એક વિમાન પાઈલટની ભૂલને કારણે ગુરુવારે વહેલી સવારે કોલિમા નદી (River Kolyma) પર લેન્ડ થયું હતું. સારી વાત એ હતી કે ઠંડીના કારણે આ નદી સંપૂર્ણપણે થીજી ગઈ હતી. આ પ્લેનમાં 30 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા. જો કે, કોઈને ઈજા થઈ નથી કે પ્લેનને કોઈ નુકસાન થયું નથી.

FL360aero દ્વારા X પર આ ઘટનાનો એક વીડિયો અને કેટલીક તસવીરો શેર કરવામાં આવી હતી. તે પૂર્વ સાઇબિરીયામાં થીજી ગયેલી કોલિમા નદીની મધ્યમાં અટવાયેલા મુસાફરોને દર્શાવે છે. તસવીર બરફ પર પ્લેન લેન્ડિંગને પણ દર્શાવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ફ્લાઇટ YAP217એ 28 ડિસેમ્બરના રોજ રશિયાના યાકુત્સ્ક (Yakutsk)થી વહેલી ઉડાન ભરી હતી. રશિયન એરલાઈન્સ તરફથી જાહેર કરાયેલા અહેવાલ મુજબ, ફ્લાઇટ યાકુત્સ્ક-ઝીર્યાન્કા-સ્રેડનેકોલિમ્સ્ક (Yakutsk-Zyryanka-Srednekolymsk) રૂટ પર હતી જ્યારે એન્ટોનોવ-24 ફ્લાઇટ યાકુતિયા પ્રદેશના ઝીર્યાન્કા એરપોર્ટ પર રનવેથી થોડી દૂર નદી પર લેન્ડ થઈ હતી.

અહીં, પૂર્વ સાઇબેરીયન ટ્રાન્સપોર્ટ પ્રોસીક્યુટરના પ્રવક્તાએ કહ્યું કે, પ્રારંભિક માહિતી અનુસાર, આ વિમાનની ઘટનાનું કારણ વિમાનના પાઇલોટિંગમાં ક્રૂ દ્વારા કરવામાં આવેલી ભૂલ હતી. પોલર એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું, 'ફેડરલ એર ટ્રાન્સપોર્ટ એજન્સીના પ્રાદેશિક વિભાગે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.