G20 સમિટમાં વ્યક્તિગત રીતે સામેલ થવા ભારત નહીં આવે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનઃ ક્રેમલિન

સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારતમાં યોજાનારી G20 સમિટમાં વ્યક્તિગત રીતે સહભાગી બનવાની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કોઈ યોજના ન હોવાનો ક્રેમલિન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારી G20 સમિટમાં વ્યક્તિગત રીતે સામેલ નહીં થાય. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે શુક્રવારના રોજ આ જાણકારી આપી હતી.  BRICS […]

Share:

સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારતમાં યોજાનારી G20 સમિટમાં વ્યક્તિગત રીતે સહભાગી બનવાની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કોઈ યોજના ન હોવાનો ક્રેમલિન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારી G20 સમિટમાં વ્યક્તિગત રીતે સામેલ નહીં થાય. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે શુક્રવારના રોજ આ જાણકારી આપી હતી. 

BRICS સમિટમાં પણ પુતિનની વ્યક્તિગત ગેરહાજરી

ક્રેમલિનના પ્રવક્તાએ રાષ્ટ્રપતિની આવી કોઈ યોજના ન હોવાનું જણાવ્યું છે. પેસકોવે કહ્યું હતું કે, G20 સમિટમાં પુતિન કઈ રીતે સહભાગી બનશે તે પ્રારૂપ બાદમાં નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે, સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગ ખાતે તાજેતરમાં જ સમાપ્ત થયેલી BRICS સમિટમાં પણ પુતિન વ્યક્તિગત રીતે સામેલ નહોતા થયા. રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે BRICS સમિટમાં તેમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

પુતિનને ધરપકડનો ડર

રશિયાના રાષ્ટ્રપતિ  વ્લાદિમીર પુતિનને કોવિડ-19 મહામારી બાદ યોજાનારી પ્રથમ પ્રત્યક્ષ BRICS સમિટમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો હતો. હકીકતે આંતરરાષ્ટ્રીય ક્રિમિનિલ કોર્ટે (ICC) રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનમાં યુદ્ધ બદલ આરોપી ગણાવીને તેમના સામે ધરપકડ વોરંટ બહાર પાડેલું છે. આ કારણે વિદેશમાં મુસાફરી દરમિયાન પુતિનની ધરપકડ કરવામાં આવે તેવું જોખમ રહેલું છે. 

દક્ષિણ આફ્રિકા પણ ICC સાથે સંકળાયેલું હસ્તાક્ષરકર્તા છે. BRICS સમિટ માટે દક્ષિણ આફ્રિકામાં પુતિનના આગમન બાદ દક્ષિણ આફ્રિકાએ તેમની ધરપકડમાં મદદ કરવી પડે તેવા સંજોગોને ધ્યાનમાં  પુતિનરાખીને પુતિને સમિટમાં વ્યક્તિગત હાજરી આપવાનું ટાળ્યું હતું. 

ક્રેમલિનના પ્રવક્તાએ શું કહ્યું?

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્ર પેસકોવે રાષ્ટ્રપતિ પુતિન G20 સમિટમાં વ્યક્તિગત રીતે સામેલ નહીં થાય તેની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં સપ્ટેમ્બરમાં યોજાનારી G20 સમિટમાં સહભાગી બનવાની યાત્રા માટે કોઈ યોજના નથી ઘડી રહ્યા. તેમના કાર્યક્રમો વ્યસ્ત છે. હાલ તેમનું મુખ્ય ધ્યાન યુક્રેનમાં એક વિશેષ સૈન્ય અભિયાન પર છે. નોંધનીય છે કે, મોસ્કો અને કીવ વચ્ચે 24 ફેબ્રુઆરી, 2022થી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. 

G20ની યજમાની કરી રહ્યું છે ભારત

ભારત આ વખતે G20ની યજમાની કરી રહ્યું છે. આ જૂથ વિશ્વની પ્રમુખ વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું એક મંચ છે. G20ના સદસ્યો વૈશ્વિક સકલ ઘરેલુ ઉત્પાદનો લગભગ 85 ટકા, વૈશ્વિક વ્યાપારનો 75 ટકાથી વધુ અને વૈશ્વિક જનસંખ્યાના આશરે બે તૃતીયાંશ હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. G20 જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, કોરિયા ગણરાજ્ય, મેક્સિકો, રૂસ, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, અમેરિકા અને યુરોપીય સંઘ સામેલ છે.