સેન ડિએગોએ દરિયાઈ સિંહોની સુરક્ષા માટે બીચ બંધ કર્યો 

સેન ડિએગોએ તેના દરિયાકિનારા પર દરિયાઈ સિંહોની સુરક્ષા માટે એક મોટું પગલું ભર્યું છે. સિટી કાઉન્સિલે પોઈન્ટ લા જોલા અને બૂમર બીચની એક્સેસ લોકો માટે બંધ કરી દીધી છે કારણ કે દરિયાકિનારાને દરિયાઈ સિંહો દ્વારા પસંદ કરવામાં આવે છે જે સંવર્ધન અને સંભાળ માટે નજીકના ખડકોને પસંદ કરે છે. લોકો દરિયાઈ સિંહોને સ્પર્શ કરવાનો, તેમની […]

Share:

સેન ડિએગોએ તેના દરિયાકિનારા પર દરિયાઈ સિંહોની સુરક્ષા માટે એક મોટું પગલું ભર્યું છે. સિટી કાઉન્સિલે પોઈન્ટ લા જોલા અને બૂમર બીચની એક્સેસ લોકો માટે બંધ કરી દીધી છે કારણ કે દરિયાકિનારાને દરિયાઈ સિંહો દ્વારા પસંદ કરવામાં આવે છે જે સંવર્ધન અને સંભાળ માટે નજીકના ખડકોને પસંદ કરે છે. લોકો દરિયાઈ સિંહોને સ્પર્શ કરવાનો, તેમની સાથે સેલ્ફી લેવા અને તેમની નજીક જવાનો પ્રયાસ કરી છે, જે લોકો અને પ્રાણીઓ બંને માટે “સંભવિત જોખમ” છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એક ઈન્ટરવ્યુમાં લા જોલાનું પ્રતિનિધિત્વ કરતા સિટી કાઉન્સિલના સભ્ય, જો લાકાવાએ આ નિર્ણય વિશે માહિતી આપી હતી. જો લાકાવાએ કહ્યું, “જો તમારો હેતુ ખરેખર પાણીમાં સ્વિમિંગ માટે, પેડલબોર્ડિંગ માટે પાણીમાં જવાનો હોય તો લોકોને પોઈન્ટ લા જોલા અને બૂમર્સ બીચ પર ખડકો પર જતા અટકાવવામાં આવશે.”

આ દરમિયાન, આ પગલાથી દરિયાકિનારા પર આનંદ માણવા માંગતા પ્રવાસીઓ નારાજ થયા છે. જોકે સી લાયન એક્ટિવિસ્ટ આ નિર્ણયથી ખુશ છે.

સીએરા ક્લબ સીલ સોસાયટીના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, “જ્યારે પ્રવાસીઓ તેમના બાળકોને 800-પાઉન્ડના જંગલી દરિયાઈ સિંહો સાથે સેલ્ફી લેવા માંગે છે, ત્યારે મરીન મેમલ પ્રોટેક્શન એક્ટ 50 ફૂટથી જોવાની ભલામણ કરે છે. દરિયાઈ સિંહો સાથે તમારી કોઈપણ ખલેલને કારણે તેમનું વર્તન બદલાઈ શકે છે, જેમાં દરિયાઈ સિંહોનું તમારી તરફ જોવું, દૂર જવું, ગર્જના કરવી જેવા ફેરફાર જોવા મળી શકે છે અને તેના માટે તમને દંડ પણ થઈ શકે છે.”

અહીં નોંધનીય છે કે, આ પ્રાણીઓની સુરક્ષા માટે ફેડરલ મરીન મેમલ પ્રોટેક્શન એક્ટ અમલમાં છે. કાયદો અમલમાં હોવા છતાં, પોઈન્ટ લા જોલા અને બૂમર બીચ જે દરિયાઈ સિંહો માટે હોટસ્પોટ છે, તે માનવીય દખલગીરી અને પ્રવાસીઓ દ્વારા જીવો સાથે અયોગ્ય ક્રિયાપ્રતિક્રિયા સાથે સેલ્ફી પોઈન્ટ બની ગયા છે.

અગાઉ, જુલાઈ મહિનામાં એક ઈન્સ્ટાગ્રામ વપરાશકર્તા દ્વારા એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં બે દરિયાઈ સિંહો ખડકાળ લા જોલા કોવ ખાતે કિનારા પર લોકો પર હુમલો કરતા દર્શાવવામાં આવ્યા હતા.

વીડિયોમાં, એક લાઈફગાર્ડને લાઉડસ્પીકર પર કહેતા સાંભળી શકાય છે કે, “કૃપા કરીને તે મોટા, નર દરિયાઈ સિંહોને પૂરતી જગ્યા આપો. તેઓએ લોકો પર હુમલો કર્યો છે અને તેઓ રક્ષિત પ્રાણીઓ છે.” 

સીએરા ક્લબ સીલ સોસાયટીનું પ્રતિનિધિત્વ કરતી અને લા જોલામાં રહેતી કેરોલ ટોયે કહ્યું કે આ વિસ્તારમાં માનવ પ્રવૃત્તિને નિયંત્રિત કરવાના અગાઉના પ્રયાસોને “મર્યાદિત સફળતા” મળી હતી.

કેરોલ ટોયે જણાવ્યું કે અમે 2022માં સર્વે કર્યો હતો જે દર્શાવે છે કે આ વિસ્તારમાં આવતા 90% થી વધુ મુલાકાતીઓ દિવાલ પરથી દરિયાઈ સિંહોને જોઈને સંતુષ્ટ હતા.