વરિષ્ઠ IS નેતાને અમેરિકાએ સિરીયામાં કર્યો હલાલ

યુરોપમાં હુમલાની યોજના બનાવવા માટે જવાબદાર ઇસ્લામિક સ્ટેટ જૂથના વરિષ્ઠ નેતા ખાલિદ અયદ અહમક અલ-જબૌરીને સિરીયામાં મારી દેવામાં આવ્યું છે. આ વાતની જાહેરાત યુએસ સેન્ટ્રલ કમાન્ડે મંગળવારે કરી હતી.પરંતુ જબૌરીને સીરીયામાં કઈ જગ્યા મારી દેવામાં આવ્યું છે તેની કોઈ વિગતો આપવામાં આવી નથી. પણ આ જણાવામાં આવ્યું છે કે આ સ્ટ્રાઇકમાં સિરીયાના કોઈ પણ આમ […]

Share:

યુરોપમાં હુમલાની યોજના બનાવવા માટે જવાબદાર ઇસ્લામિક સ્ટેટ જૂથના વરિષ્ઠ નેતા ખાલિદ અયદ અહમક અલ-જબૌરીને સિરીયામાં મારી દેવામાં આવ્યું છે. આ વાતની જાહેરાત યુએસ સેન્ટ્રલ કમાન્ડે મંગળવારે કરી હતી.પરંતુ જબૌરીને સીરીયામાં કઈ જગ્યા મારી દેવામાં આવ્યું છે તેની કોઈ વિગતો આપવામાં આવી નથી. પણ આ જણાવામાં આવ્યું છે કે આ સ્ટ્રાઇકમાં સિરીયાના કોઈ પણ આમ નાગરિક માર્યા અથવા ઘાયલ નથી થયા.

સેન્ટકોમના ચીફ જનરલ માઈકલ કુરિલાએ જણાવ્યું હતું કે, જેહાદી જૂથ, જેને 2019 માં સિરીયામાં તેના છેલ્લા પ્રદેશમાંથી હાંકી કાઢવામાં આવ્યું હતું, “મધ્ય પૂર્વથી આગળ પ્રહાર કરવાની ઇચ્છા સાથે પ્રદેશની અંદર કામગીરી કરી રહ્યા છે. સેન્ટકોમ પોતાના નિવેદનમાં આગળ જણાવ્યું, જબૌરીએ આઈએસ માટે નેતૃત્વ વિકસાવી લીધું હતું. પરંતું હવે તેની મૃત્યુથી યુરોપ પર હુમલાના કાવતરું ઘડવાની આઈએસની ક્ષમતાને અસ્થાઈ રૂપે વિક્ષેપિત કરી દેવામાં આવ્યું છે.

સેન્ટકોમ હાલના વર્ષોમાં થયો આતંકી હુમલા પાછળ આઈએસનો હાથ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે IS એ તાજેતરના વર્ષોમાં યુરોપમાં સંખ્યાબંધ ઘાતક હુમલાનો દાવો કર્યો છે, જેમાં નવેમ્બર 2015માં પેરિસ અને તેના ઉપનગરોમાં થયેલો હુમલો જેમાં 130 લોકો માર્યા ગયા હતા અને જુલાઈ 2016માં ફ્રેન્ચ શહેર નાઇસમાં થયેલો બીજો હુમલો જેમાં 86 લોકો માર્યા ગયા હતા.

તેમણે સિરીયામાં અમેરિકાની સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે સિરીયામાં અમેરિકી સેનાના 900 સૈનિકો છે, જેમાંથી મોટાભાગના કુર્દિશ-શાસિત ઉત્તરપૂર્વમાં છે. અને કુર્દિશ લોકો સાથે મળીને આઈએસના અવશેષો સામે લડી રહ્યા છે. જેઓ સિરીયાના સાથે પડોશી મુલ્ક ઇરાકમાં પણ સક્રિય છે અને પર્વતીય વિસ્તારમાં છુપાયેલા છે તથા ત્યાંથી જ કાર્યરત છે. જણાવી દઈએ કે અમેરિકાએ ઑક્ટોબર 2019 માં, જાહેરાત કરી હતી કે તેણે ઉત્તર-પશ્ચિમ સિરીયામાં એક ઓપરેશનમાં IS નેતા અબુ બકર અલ-બગદાદીને મારી નાખ્યો છે.ત્યારથી જ આઈએસના સિરીયામાં ચાલી રહેલા ખુની ખેલ બંદ થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે IS આખા વિશ્વને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગે છે. જેના માટે તે ગૈર સુન્ની મુસ્લિમોની હત્યા કરી રહ્યં છે. તેમનું પહેલું ટાર્ગેટ શિયા મુસ્લિમ છે. જેમના 1 લાખથી વઘું લોકની તે હત્યા કરી દીધી છે. પરંતુ યુરોપ પર નઝર બગાડવું તેને ભારી પડી ગયું. યુરોપમાં થયા આતંકવાદી હુમલા પછી અમેરિકાએ તેના વિનાશ કરવા માટે આગળ આવ્યું અને વર્ષ 2019થી અમેરિકા તેના સામે લડી રહ્યા છે.