પાકિસ્તાનના પેશાવરમાં શીખ વ્યક્તિની હત્યા 

પાકિસ્તાનમાં ખૈબર પખ્તુન્વા  પ્રાંતના પેશાવર શહેરના રશીદગઢી બજારમાં એક શીખ દુકાન માલિક મનમોહન સિંઘની ગોળી મારીને હત્યા કરાઈ છે. આ વ્યક્તિની ઉંમર 32 વર્ષની હતી. શુક્રવારે પણ તરલોક સિંહ તરીકે ઓળખાતા એક શીખ દુકાનદાર પર હુમલો કરાયો હતો. તેના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી પરંતુ તે બચી ગયો હતો. આમ, એક પછી એક વારદાત બનતા […]

Share:

પાકિસ્તાનમાં ખૈબર પખ્તુન્વા  પ્રાંતના પેશાવર શહેરના રશીદગઢી બજારમાં એક શીખ દુકાન માલિક મનમોહન સિંઘની ગોળી મારીને હત્યા કરાઈ છે. આ વ્યક્તિની ઉંમર 32 વર્ષની હતી. શુક્રવારે પણ તરલોક સિંહ તરીકે ઓળખાતા એક શીખ દુકાનદાર પર હુમલો કરાયો હતો. તેના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી પરંતુ તે બચી ગયો હતો. આમ, એક પછી એક વારદાત બનતા પાકિસ્તાનમાં લઘુમતી સમાજની સુરક્ષા બાબતે સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, બે દિવસમાં આ બીજો હુમલો છે અને આ જાણીજોઈને કરવામાં આવેલા હુમલા છે. 

આગલા દિવસે પણ તરલોક સિંહ પર ગોળી ચલાવવામાં આવી હતી પરંતુ તે બચી જવામાં સફળ રહ્યો હતો. 

આ પ્રાંતના સ્થાનિક શીખ સમુદાયના એક સભ્ય બલબીર સિંહે જણાવ્યું કે, શનિવારે મનમોહન સિંહ પોતાની દુકાન બંધ કરીને રિક્ષામાં જઈ રહ્યા હતા અને ત્યારે જ બે વ્યક્તિ બાઇક પર આવ્યા અને પાછળથી તેમના પર ગોળીબાર કર્યો હતો. તે સમયે આઠ વાગ્યા હતા જેમાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તેઓની કોસ્મેટિકની દુકાન છે અને તેમના પરિવારમાં તેમના માતા, પિતા, પત્ની, પુત્ર અને એક ભાઈ છે. મનમોહન સિંહના પાર્થિવ શરીરને ભૈયા જોગા સિંઘ ગુરુદ્વારામાં લઈ જવામાં આવશે અને ત્યાં તેઓને સમુદાય દ્વારા અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ સાથે જ સમુદાયના લોકોને જે રીતે નિશાન બનાવી હત્યા કરાઈ રહી છે તે અંગે શું પગલાં લેવા તેની ચર્ચા કરાશે. 

પેશાવરમાં મર્યાદિત સંખ્યામાં શીખ લોકોનો સમુદાય છે અને તેઓ સતત હિંસાના ભય હેઠળ જીવે છે. છેલ્લા થોડા વર્ષોમાં અનેકવાર તેઓને બંદૂકધારીઓ દ્વારા નિશાન બનાવાયા છે. 

અગાઉના દિવસે તરલોક સિંહ પર ઓછામાં ઓછી 7 ગોળી ચલાવવામાં આવી હતી પરંતુ, સદનસીબે તેને પગમાં ઈજા થતાં તે બચી ગયો હતો આ એક સ્થાનિક શીખ વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સ્થાનિક સમાચાર પત્ર  “ધ ખોરાસન ડાયરી”ના અહેવાલ મુજબ ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત દ્વારા આ હુમલાનો દાવો કરવામાં આવ્યો હતો.

આ વર્ષના માર્ચ મહિનામાં અન્ય એક દુકાનદારની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. તેઓ ડિર કોલોની માર્કેટમાં તેમની દુકાનમાં બેઠા હતા જ્યાં દુકાનની અંદર આવીને તેમની ઉપર ગોળી ચલાવવામાં આવી હતી.