ભારતીયોએ કેનેડામાં ત્રિરંગો લહેરાવી ખાલિસ્તાની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા 

કેનેડામાં ભારતીય સમુદાયનાં સભ્યો વાણિજ્ય દૂતાવાસની બહાર ભેગા થયા હતા અને હાથમાં ત્રિરંગો પકડીને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેનેડામાં ખાલિસ્તાની તરફી વિરોધનો સામનો કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય સમુદાયના સભ્યો શનિવારે કોન્સ્યુલેટની બહાર તેમના રાજદ્વારીઓ અને કોન્સ્યુલેટ ઓફિસની સુરક્ષા માટે હાથમાં ત્રિરંગો લઈને એકઠા થયા હતા. એકત્ર થઈ  ભારતીય સમુદાયના લોકોએ ભારત માતા કી જય, […]

Share:

કેનેડામાં ભારતીય સમુદાયનાં સભ્યો વાણિજ્ય દૂતાવાસની બહાર ભેગા થયા હતા અને હાથમાં ત્રિરંગો પકડીને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેનેડામાં ખાલિસ્તાની તરફી વિરોધનો સામનો કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય સમુદાયના સભ્યો શનિવારે કોન્સ્યુલેટની બહાર તેમના રાજદ્વારીઓ અને કોન્સ્યુલેટ ઓફિસની સુરક્ષા માટે હાથમાં ત્રિરંગો લઈને એકઠા થયા હતા.

એકત્ર થઈ  ભારતીય સમુદાયના લોકોએ ભારત માતા કી જય, ખાલિસ્તાન મુર્દાબાદ, વંદે માતરમ તેમજ “ભારત માતા કી જય”, વંદે માતરમ, “લોન્ગ લિવ ઈન્ડિયા” અને “ખાલિસ્તાન મુર્દાબાદ” જેવા નારા લગાવી રહ્યા હતા. સમુદાયના સભ્યોએ પ્લેકાર્ડ અને બેનર પણ લઈને ઉભા હતા તેમાં વિવિધ અવતરણો લખ્યા હતા કે, ખાલિસ્તાની શીખ નથી, કેનેડા ખલિસ્તાની કેનેડીયન આતંકવાદીઓનું સમર્થન બંધ કરે.

ત્યાં વસેલા એક ભારતીય સુનિલ અરોરાએ જણાવ્યું કે, અમે ખલિસ્તાનીઓનો વિરોધ કરવા કોન્સ્યુલેટ સામે ઉભા છે. અમે ખાલિસ્તાનીઓની બકવાસ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અમે અહી ભારત અને કેનેડાની એકતા માટે સાથે છીએ. તેઓ ખોટી માહિતી આપી રહ્યા છીએ કે તેઓ અમારા રાજદ્વારીઓને મારી નાંખશે અને અમે તેનો સખત વિરોધ કરી છીએ. ભાતીય મૂળના એવા અનિલ સહિરંગીએ જણાવ્યું કે, ખલિસ્તાનીઓ  ભારતીય રાજદ્વારીઓને  મારી નાખવાની ધમકી આપી રહ્યા છે અને અમે અહી ભારતીય કોન્સ્યુલેટને ટેકો આપવા ઉભા છીએ. 

તેમણે ઉમેર્યું કે, કેનેડા શાંતિપૂર્ણ દેશ છે અને ત્યાં શાંતિ બની રહે તેમ અમે ઈચ્છીએ છીએ. અમે ખાસ કરીને  કેનેડાની સરકારને જણાવવા માંગી છીએ કે, આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી અને અમે તેમને તેનું ધ્યાન રાખવા જણાવી રહ્યા છીએ. અન્ય એક ભારતીય સમુદાયના સભ્ય વિદ્યા ભૂષણ ધરે જણાવ્યું કે, આ ચોક્કસપણે અભિવ્યક્તિની સ્વતંત્રતા ના ગણી શકાય. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હરદીપસિંહ હિજજરની હત્યા બાદ ખલિસ્તાની તત્વોએ અમેરિકા, ઈંગ્લેન્ડ અને કેનેડામાં ભારતીય મિશનની બહાર રેલી યોજવાની જાહેરાત કરી હતી. તેમણે અમેરિકા અને કેનેડામાં ભારતીય રાજદૂતોને ધમકી આપતા પોસ્ટર પણ લગાવ્યા હતા. હાલમાં જ કેનેડામાં ત્રણ મોટી ભારત વિરોધી ઘટના પણ બની હતી. આ ઘટના પહેલાં કેનેડામાં પ્રો ખાલિસ્તાની રેલી અંગેના પોસ્ટર વાયરલ થયા હતા. આ રેલી 8 તારીખે યોજાવાની હતી. પોસ્ટરમાં ઈન્ડિયન એમ્બેસડર્સને ધમકીઓ આપવામાં આવી હતી.

કેનેડામાં ભારતીય રાજદૂતોને ધમકી આપતા પોસ્ટરનું વિતરણ થતાં ભારતીય સમુદાયે ચિંતા વ્યક્ત કરી હતી. પોસ્ટરમાં કેનેડામાં ભારતીય રાજદૂત અને ટોરોન્ટોમાં કોન્સ્યુલેટ જનરલને ધમકીઓ આપવામાં આવી હતી. આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતીય સમુદાયના લોકો વાણિજ્ય દૂતાવાસની બહાર ભેગા થયા હતા અને હાથમાં ત્રિરંગો પકડીને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.