ગજબનો ભણવાનો શોખ...આ અમેરિકન મહિલાએ 90 વર્ષે માસ્ટર્સની ડિગ્રી મેળવી!

90 વર્ષની વયે ડિગ્રી પૂરી કરવાનો આ મહિલાનો નિર્ણય પ્રભાવશાળી છે. તેમણે શિક્ષણ મેળવવા માટેનો પોતાનો ઉદ્દેશ્ય પૂરો કર્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • મિન્ની નામની આ વૃદ્ધ મહિલાએ કહ્યું કે, મેં માસ્ટર્સ પૂરું કરી લીધું છે અને હજી ભણવાનું ચાલુ રાખીશ!
  • વર્ષ 2006 માં આ મહિલાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ એક સ્વતંત્ર લેખક તરીકે કાર્ય કર્યું હતું

અમેરિકામાં રહેતી એક વૃદ્ધ મહિલાને ભણવાનો એટલો તો શોખ જાગ્યો કે તેણે 90 વર્ષે માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. વાત છે અમેરિકામાં રહેતી 90 વર્ષીય મિન્ની પાયને નામની એક મહિલાની... આ મહિલાએ હાઈસ્કુલ પૂરી કર્યાના 73 વર્ષ બાદ ઉત્તરી ટેક્સાસ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. આ  સાથે જ તે UNT માં પાઠ્યક્રમ પૂરો કરનારી સૌથી ઉંમરલાયક વિદ્યાર્થી બની ગઈ છે. આવો તેમની પ્રેરણાદાયક સ્ટોરી વિશે જાણીએ.

આ વૃદ્ધ મહિલાએ 1950 માં હાઈસ્કુલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 68 વર્ષની ઉંમર સુધી ટ્રાંસક્રિપ્શનિસ્ટ અને વર્ડ પ્રોસેસર તરીકે 3 દાયકાઓ સુધી કાર્ય કર્યું. નોકરીમાંથી સેવાનિવૃત્ત થયા બાદ આ મહિલાને બીજીવાર ભણવાની ઈચ્છા થઈ અને તેણીએ ટેક્સાસ વુમન યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. વર્ષ 2006 માં આ મહિલાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ એક સ્વતંત્ર લેખક તરીકે કાર્ય કર્યું હતું.

આ મામલે UNT ના સહાયક ડિન રોસેલરે કહ્યું કે, માણસ આજીવન શીખતો જ રહે છે અને મિન્ની નામની આ વૃદ્ધ મહિલાએ આ કરી બતાવ્યું છે. 90 વર્ષની વયે ડિગ્રી પૂરી કરવાનો આ મહિલાનો નિર્ણય પ્રભાવશાળી છે. તેમણે શિક્ષણ મેળવવા માટેનો પોતાનો ઉદ્દેશ્ય પૂરો કર્યો છે. બીજીતરફ મિન્ની નામની આ વૃદ્ધ મહિલાએ કહ્યું કે, મેં માસ્ટર્સ પૂરું કરી લીધું છે. પરંતુ હજી પણ હું શીખવાનું અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું બંધ નહીં કરું.

આ મહિલા 92 વર્ષની ઉંમરમાં પહેલીવાર શાળાએ ગઈ

મિન્નીની જેમ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની સલીમા ખાન પણ સમાજ માટે એક મિસાલ બનીને ઉભરી આવી છે. તેમણે 92 વર્ષની ઉંમરમાં પોતાના પૌત્ર-પૌત્રી સાથે શાળાએ જઈને શિક્ષણ મેળવ્યું. તેમણે પોતાના જીવનમાં પહેલીવાર સ્કુલમાં જઈને અભ્યાસ કર્યો અને હવે તે પોતાનું નામ લખવામાં અને કંઈપણ વાંચવામાં સક્ષમ છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વિડીયો પણ વાયરલ થયો હતો કકે જેમાં તેઓ ગણિત ભણતા દેખાઈ રહ્યા છે.

Tags :