વૈશ્વિક નેટ ઝીરો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન હાંસલ કરવા માટે ફોસિલ ફ્યુઅલ સંધિ જરૂરી હોવાનું સૂચન

ભારત ખાતે આયોજિત G20 સમિટ દરમિયાન એક ઈતિહાસ રચાયો હતો અને સમિટના પ્રથમ દિવસે જ સંગઠનના તમામ સદસ્ય દેશોએ ‘ન્યૂ દિલ્હી લીડર્સ ડેક્લેરેશન’ને મંજૂરી આપી હતી. તારીખ 9 સપ્ટેમ્બર, 2023ના રોજ G20 સંગઠનના તમામ સદસ્યોએ જેના પર હસ્તાક્ષર કર્યા તેવા આ દિલ્હી ડેક્લેરેશનમાં વિશ્વના નેતાઓએ સદીના મધ્ય ગાળા સુધીમાં ગ્લોબલ નેટ ઝીરો ગ્રીનહાઉસ ગેસ એમિશન […]

Share:

ભારત ખાતે આયોજિત G20 સમિટ દરમિયાન એક ઈતિહાસ રચાયો હતો અને સમિટના પ્રથમ દિવસે જ સંગઠનના તમામ સદસ્ય દેશોએ ‘ન્યૂ દિલ્હી લીડર્સ ડેક્લેરેશન’ને મંજૂરી આપી હતી. તારીખ 9 સપ્ટેમ્બર, 2023ના રોજ G20 સંગઠનના તમામ સદસ્યોએ જેના પર હસ્તાક્ષર કર્યા તેવા આ દિલ્હી ડેક્લેરેશનમાં વિશ્વના નેતાઓએ સદીના મધ્ય ગાળા સુધીમાં ગ્લોબલ નેટ ઝીરો ગ્રીનહાઉસ ગેસ એમિશન અથવા તો કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આમ 2050 સુધીમાં તમામ પ્રમુખ અર્થતંત્ર ઉત્સર્જનને નેટ ઝીરો સુધી પહોંચાડવા માટે સહમત થયા હતા.

G20 સંગઠનના નેતાઓએ સસ્ટેનેબલ ભવિષ્ટ માટેના ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટના ભાગરૂપે નવીનતમ વૈજ્ઞાનિક વિકાસ અને રાષ્ટ્રીય સંજોગોને ધ્યાનમાં રાખીને કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરવાનું વચન આપ્યું હતું. ઉપરાંત તેમણે સર્ક્યુલર કાર્બન ઈકોનોમી જેવા અભિગમો અપનાવવા માટે પણ ઈચ્છા દર્શાવી હતી. 

નેટ ઝીરો હાંસલ કરવાની મિકેનિઝમ

દિલ્હી ડેક્લેરેશનમાં પોલિસી ફોર સસ્ટેનેબલ અને ક્લાઈમેટ ફાઈનાન્સ નીતિના મહત્વ પર પણ ભાર મુકવામાં આવ્યો હતો. જેમાં નાણાકીય, માર્કેટ અને નિયમનકારી મિકેનિઝમ્સ અને કાર્બન પ્રાઈઝિંગનો પણ સમાવેશ થાય છે. એકસાથે આ પ્રકારનું મિકેનિઝમ અપનાવવાથી વિશ્વને કાર્બન ન્યૂટ્રાલિટી કે નેટ ઝીરો ઈકોનોમી હાંસલ કરવામાં મદદ મળશે. 

2050 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન 

2050 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન સુધી પહોંચવા માટે વિકાસશીલ દેશોને 2030 પહેલા 5.8થી 5.9 ટ્રિલિયન અમેરિકી ડોલરની જરૂર છે. આ રકમ દેશોને તેમના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (NDCs) લાગુ કરવામાં ઉપયોગી બનશે જે ઉત્સર્જન ઘટાડવા અને ક્લાઈમેટની અસરોને અનુકૂલિત કરવા માટે પેરિસ એગ્રીમેન્ટ અંતર્ગત તમામ પક્ષો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલો ક્લાયમેટ એક્શન પ્લાન છે. 

2050 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન સુધી પહોંચવા માટે 2030 સુધીમાં પૂરતા પ્રમાણમાં ક્લીન એનર્જી ટેક્નોલોજી સુનિશ્ચિત કરવા માટે દર વર્ષે 4 ટ્રિલિયન અમેરિકી ડોલરની જરૂર પડશે.  

ક્લીન એનર્જી ટ્રાન્ઝિશન માટે ફોસિલ ફ્યુઅલ સંધિની જરૂરિયાત

130થી પણ વધારે દેશોમાં ક્લાઈમેટ ક્રાઈસીસ સામે લડતા સંગઠન ક્લાઈમેટ એક્શન નેટવર્ક ઈન્ટરનેશનલ (CAN-I), ગ્લોબલ પોલિટિકલ સ્ટ્રેટેજીના અધ્યક્ષ હરજીત સિંહે જણાવ્યું હતું કે, સમૃદ્ધ દેશો પાસે નબળા અને વિકાસશીલ દેશો કરતાં વધુ સંસાધનો છે માટે 2050 સુધીમાં વૈશ્વિક નેટ ઝીરો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન હાંસલ કરવા માટેના રસ્તાઓ લાગુ કરવાની અને યોગ્ય પગલાં લેવાની જવાબદારી તેમની છે. વધુમાં તેમણે સમૃદ્ધ દેશોએ ઝડપથી આ ટાર્ગેટ હાંસલ કરવો જોઈએ તેમ પણ જણાવ્યું હતું.

હરજીત સિંહના કહેવા પ્રમાણે જળવાયુ હોનારતને ટાળવા માટે 2050 સુધીમાં વૈશ્વિક નેટ ઝીરો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન હાંસલ કરવું ખૂબ જ જરૂરી છે. 

આ સાથે જ તેમણે એક નવા વૈશ્વિક મિકેનિઝમ ‘ફોસિલ ફ્યુઅલ સંધિ’નો વિચાર પણ પ્રસ્તાવિત કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે આ મિકેનિઝમ વિકાસશીલ દેશોની અશ્મિભૂત ઈંધણ એટલે કે, ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા દૂર કરવામાં ઉપયોગી બનશે.