ચીનમાં સુપર ટાયફૂન ડોક્સુરી ચક્રવાત ટકરાશે

પૂર્વ એશિયા તરફ સુપર ટાયફૂન ડોક્સુરી ચક્રવાત ઝડપથી આગળ વધી રહ્યું છે. તેને જોતાં  ચીને માછીમારોની બોટને આશ્રય મેળવવા માટે અને ખેડૂતોને તેમની લણણીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વિનંતી કરી છે. આ તોફાન એટલું વિનાશક છે કે ચીનની મુખ્ય ભૂમિ પર ભૂસ્ખલન થવાની સંભાવના છે. તેની અસરને ધ્યાનમાં રાખીને તાઈવાને વાર્ષિક લશ્કરી અભ્યાસ સ્થગિત કરી […]

Share:

પૂર્વ એશિયા તરફ સુપર ટાયફૂન ડોક્સુરી ચક્રવાત ઝડપથી આગળ વધી રહ્યું છે. તેને જોતાં  ચીને માછીમારોની બોટને આશ્રય મેળવવા માટે અને ખેડૂતોને તેમની લણણીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વિનંતી કરી છે. આ તોફાન એટલું વિનાશક છે કે ચીનની મુખ્ય ભૂમિ પર ભૂસ્ખલન થવાની સંભાવના છે. તેની અસરને ધ્યાનમાં રાખીને તાઈવાને વાર્ષિક લશ્કરી અભ્યાસ સ્થગિત કરી દીધો છે.

ચીનમાં તારાજી સર્જાઈ શકે છે

ડોક્સુરી, જેને સુપર ટાયફૂન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આ વર્ષની ટાયફૂન સિઝનમાં ચીનમાં ટકરાનારું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી તોફાન હશે. ચીનના રાષ્ટ્રીય હવામાન માહિતી કેન્દ્રે મંગળવારે જણાવ્યું હતું કે હાલમાં, આ ચક્રવાત 223 kmph (138mph) ના પવનની ઝડપ સાથે, ડોકસુરી શુક્રવારના રોજ ફુજિયાન અને ગુઆંગડોંગ પ્રાંતોની વચ્ચે ચીનની મુખ્ય ભૂમિ પર અથડાશે.

ડોક્સુરી જ્યારે થોડું નબળું પડશે અને ટાયફૂન અથવા ગંભીર ટાયફૂન તરીકે જમીન પર ટકરાશે તેવી અપેક્ષા છે, તે હજુ પણ મુશળધાર વરસાદ અને ભારે પવન સાથે ગીચ વસ્તીવાળા ચીનના શહેરોને અસર કરશે.

ફુજિયાને તમામ ઓફશોર ફિશિંગ બોટને બુધવાર બપોર સુધીમાં નજીકના બંદર પર આશરો આપવાનો આદેશ આપ્યો છે અને ખેડૂતોને તેમના ચોખા અને અન્ય પાકેલા પાકની કાપણી કરવા જણાવ્યું છે.

પાનખર ઋતુના અનાજના પાકો વિશે ચિંતિત, ચીનના કૃષિ અને ગ્રામીણ બાબતોના મંત્રાલયે સોમવારે ચેતવણી આપી હતી કે ડોક્સુરી ટકરાયા પછી ઊંડે અંદરની તરફ જઈ શકે છે, જે ગ્રામીણ વિસ્તારોમાં મકાઈ અને ચોખા જેવા ઉચ્ચ દાંડીના પાકને અસર કરી શકે છે.

ફિલિપાઈન્સ સતર્ક બન્યું

ફિલિપાઈન્સ સત્તાધિકારીઓએ રાજધાની પ્રદેશ અને ડઝનેક ઉત્તરીય પ્રાંતોમાં પહેલાથી જ ચક્રવાતની ચેતવણી આપી છે, અને તોફાનના માર્ગમાં કેટલાક દરિયાકાંઠાના લોકોને ખાલી કરાવાનું શરૂ કર્યું છે. કોસ્ટગાર્ડે કહ્યું કે ડઝનેક સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં દરિયાઈ મુસાફરી સ્થગિત કરવામાં આવી હતી અને 11,000 થી વધુ લોકો બંદરોમાં ફસાયેલા છે.

તાઈવાનના સૈન્ય અભ્યાસમાં પડ્યો અવરોધ

મંગળવારે, તાઈવાને સલામતીના કારણોસર વાર્ષિક સૈન્ય અભ્યાસ રદ કર્યો હતો કારણ કે સત્તાધિકારીઓએ કહે છે કે આ ટાયફૂન લગભગ ચાર વર્ષમાં ટાપુને સૌથી વધુ નુકસાન પહોંચાડનાર ટાયફૂન હોઈ શકે છે અને તે માટે તેમણે તૈયારીઓ વધારી દીધી છે.

તાઈવાનના હવામાન વિભાગે દક્ષિણ પિંગટુંગ કાઉન્ટી માટે દરિયાઈ અને જમીનની ચેતવણીઓ જાહેર કરી હતી અને લોકોને ભારે વરસાદ અને ભારે પવનથી બચવા વિનંતી કરી હતી.

દક્ષિણના બંદર શહેર કાઓહસુંગમાં, ગયા અઠવાડિયે તાઈવાનના દક્ષિણપશ્ચિમ કિનારે કન્ટેનર જહાજ એન્જલ ડૂબી ગયા પછી સત્તાધિકારીઓ દરિયામાં વહેતા સેંકડો કન્ટેનર એકત્રિત કરવા દોડી રહ્યા હતા.

ચેન ચિએન-જેને જણાવ્યું હતું કે, “તાઈવાનમાં 1,400 દિવસથી વધુ સમયથી ટાયફૂન જોવા મળ્યું નથી અને તેથી હું તમામ સરકારી મંત્રાલયોને તૈયાર રહેવા અને તૈયારી કરવા વિનંતી કરું છું.” તેમણે કહ્યું, “હું નાગરિકોને યાદ અપાવવા માંગુ છું કે ટાયફૂનના જોખમોને ઓછો આંકશો નહીં.”