ટાઈટેનિકનો કાટમાળ જોવા નીકળેલી ટાઈટન સબમર્સીબલમાં વિસ્ફોટ થતાં પાંચનાં મોત 

ટાઈટેનિકના કાટમાળ પ્રત્યે હજુ લોકોનું આકર્ષણ જળવાઈ રહ્યું છે અને આવા જ એક અભિયાન દરમિયાન વહાણમાં વિસ્ફોટ થતા પાંચ લોકોનાં મોત થયા છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેનેડાના સલામતી અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. ટાઈટન સબમર્સિબલમાં દરિયાની અંદર વિસ્ફોટ થયો હતો અને જેણે કારણે આ મોત થયા હતા જેથી આવા અભિયાનોની સલામતી અંગે પ્રશ્નો […]

Share:

ટાઈટેનિકના કાટમાળ પ્રત્યે હજુ લોકોનું આકર્ષણ જળવાઈ રહ્યું છે અને આવા જ એક અભિયાન દરમિયાન વહાણમાં વિસ્ફોટ થતા પાંચ લોકોનાં મોત થયા છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેનેડાના સલામતી અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

ટાઈટન સબમર્સિબલમાં દરિયાની અંદર વિસ્ફોટ થયો હતો અને જેણે કારણે આ મોત થયા હતા જેથી આવા અભિયાનોની સલામતી અંગે પ્રશ્નો ઉભા થયા છે. આ વિસ્ફોટ બાદ શુક્રવારે કેનેડાના રોબોટિક ડાઈવિંગ વાહન દ્વારા એટલાન્ટિકના તળિયે સબમર્સિબલનો ભંગાર મળી આવતા બચાવ પ્રયાસનો અંત આવ્યો હતો.  

રવિવારે ટાઈટને તેની સપાટી પરના સપોર્ટ જહાજનો સંપર્ક લગભગ 1 કલાક અને 45 મિનિટ બાદ ગુમાવ્યો હતો. તેનો ભંગાર લગભગ 1,600 ફૂટ (488 મીટર) સમુદ્રની નીચે લગભગ 4 કિમી અંદરથી મળી આવ્યો છે. એવું યુએસ કોસ્ટ ગાર્ડના રીઅર એડમિરલ જ્હોન મૌગરે જણાવ્યું હતું.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, આ જહાજ 22 ફૂટ લાંબુ હતું અને તેમાં વિસ્ફોટ થયો હતો. તે અંદર હાઇડ્રોસ્ટેટિક દબાણ હેઠળ કચડાઈ ગયું હતું. આ જહાજની ડિઝાઇન યોગ્ય નહતી અને સબમર્સીબલ ઓપરેટરો અને આ ક્ષેત્રના નિષ્ણાતો અનુસાર, સ્ટોકતાં અને તેની કંપનીએ અમેરિકન બ્યૂરો ઓફ શિપિંગ જેવી થર્ડ પાર્ટી પાસેથી સર્ટિફિકેટ લીધી નહતું. તો કેટલાકે તેની કાર્બન ફાઈબરની પસંદગી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. 

ઓશનગેટ દ્વારા અન્ય લોકો જે સામગ્રી ઉપયોગ કરવાનું ટાળતા હોય છે તેનો ઉપયોગ કરીને આ પ્રાયોગિક ધોરણે જહાજ બનાવ્યું અને આમ છતાં, તેના માટે પ્રમાણપત્ર લેવાની પ્રક્રિયા કરવાનું પણ યોગ્ય ના માન્યું. તેમણે સબમર્સીબલના નિષ્ણાતોની ચેતવણીને પણ અવગણી હતી તેમ ઓશનએક્સના સહસ્થાપક અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજર રેય દાળિયોએ તેમની લિન્ક્ડઇન પોસ્ટમાં જણાવ્યું હતું.  

ટાઈટનમાં સવાર એક મુસાફર લાસવેગાસના રોકાણકાર જય બ્લૂમે સલામતીની ચિંતાને કારણે તેના પુત્ર સાથે આ પ્રવાસમાં છેલ્લી ઘડીએ જવાનું ટાળ્યું હતું.  જેના કારણે તેઓ બચી ગયા હતા. 

બ્લૂમ કે જેઓ લાઇસન્સ પ્રાપ્ત હેલિકોપ્ટર પાઇલોટ છે તેમણે જણાવ્યું કે, ટાઈટન પર કન્ઝ્યુમર-ગ્રેડ ભાગોના ઉપયોગ વિશે ચિંતિત હતા, જેમાં વહાણને નિયંત્રિત કરવા માટે વિડિઓ ગેમ જોયસ્ટિકનો સમાવેશ થાય છે,  આ ઉપરાંત તેઓ આ જહાજ બહારથી જ ખોલી શકાશે તે જાણીને પણ ચિંતિત હતા.