આતંકવાદીઓનો પાકિસ્તાની પોલીસ ચોકી પર હુમલો, 2 પોલીસ અધિકારીઓનાં મોત 

ગુરુવારે ગેરકાયદેસર રીતે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ ચોકી પર હુમલા દરમિયાન બે પાકિસ્તાની પોલીસકર્મીઓના મોત થયા અને અન્ય બે ઘાયલ થયા હતા.  આ ઘટના બુધવારે મોડી રાત્રે પેશાવર શહેરના રેજિના મોડલ ટાઉનમાં બની હતી, જેમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના આતંકવાદીઓના એક જૂથે એક પોલીસ ચેક પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. રેજિનાના પોલીસ અધિક્ષક અરશદ ખાને […]

Share:

ગુરુવારે ગેરકાયદેસર રીતે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ ચોકી પર હુમલા દરમિયાન બે પાકિસ્તાની પોલીસકર્મીઓના મોત થયા અને અન્ય બે ઘાયલ થયા હતા.  આ ઘટના બુધવારે મોડી રાત્રે પેશાવર શહેરના રેજિના મોડલ ટાઉનમાં બની હતી, જેમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના આતંકવાદીઓના એક જૂથે એક પોલીસ ચેક પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો.

રેજિનાના પોલીસ અધિક્ષક અરશદ ખાને એક અહેવાલમાં જણાવ્યું હતું કે, હુમલાખોરોએ રાત્રે લગભગ 11:45 વાગ્યે પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો જ્યારે પોલીસ કર્મચારીઓ રેજિના મોડલ ટાઉનના પ્રવેશદ્વાર પર ડ્યૂટી બજાવી રહ્યા હતા.

અરશદ ખાને જણાવ્યું હતું કે પોલીસ વાન જ્યાં ઊભી હતી ત્યાંથી લગભગ 30 મીટર દૂર નદીની આજુબાજુથી 17થી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાં બે પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા.

ન્યૂઝ ઈન્ટરનેશનલે પેશાવર પોલીસના પ્રવક્તા મુહમ્મદ આલમને ટાંકીને જણાવ્યું હતું કે હુમલા બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને વધારે પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર TTP ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ પર ઘાતક હુમલાની જવાબદારીનો દાવો કરે છે

TTPની સ્થાપના 2007માં અનેક આતંકવાદી સંગઠનોના જૂથ તરીકે કરવામાં આવી હતી. તાજેતરમાં, પાકિસ્તાનને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો દ્વારા આયોજિત આતંકવાદી પ્રવૃત્તિઓથી નુકસાન થયું  છે.

 30 જાન્યુઆરીના રોજ, પાકિસ્તાની તાલિબાનના એક આત્મઘાતી બોમ્બરે પેશાવરની એક મસ્જિદમાં બપોરની નમાઝ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો, જેમાં 101 લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા.

ફેબ્રુઆરીમાં, TTPના આતંકવાદીઓએ પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર કરાચીમાં પોલીસ વડાની ઓફિસ પર હુમલો કર્યો હતો, જેમાં ગોળીબાર થયો હતો તેમજ તેમાં બે પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય ચાર સહિત ત્રણ બળવાખોરો માર્યા ગયા હતા.

અલ-કાયદાની નજીક માનવામાં આવતા આ જૂથને સમગ્ર પાકિસ્તાનમાં અનેક ઘાતક હુમલાઓ માટે દોશી માનવામાં આવે છે, જેમાં 2009માં આર્મી હેડક્વાર્ટર પરનો હુમલો, મિલેટ્રી બેસ પરના હુમલા અને 2008માં ઈસ્લામાબાદની મેરિયોટ હોટેલ પર થયેલા બોમ્બ ધડાકાનો સમાવેશ થાય છે. આ હુમલામાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

TTPએ 2014 માં પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પરના ઘૃણાસ્પદ હુમલાનું આયોજન પણ કર્યું હતું, જેમાં 130 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

આમ, પાકિસ્તાન પણ TTP દ્વારા થતા આતંકવાદી હુમલાનું શિકાર બની રહ્યું છે. આ હુમલાઓમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે તેમજ TTP આ હુમલા ફરજ બજાવતા પોલીસકર્મીઓ પર કરે છે. આ ખુબ જ ચિંતાજનક બાબત છે.