US Mass Shooting કેસમાં 22 લોકોની હત્યા કરનાર શંકાસ્પદ વ્યક્તિની લાશ મળી

US Mass Shooting: અમેરિકામાં મેઈન રાજ્યના લેવિસ્ટન શહેરમાં સામૂહિક ગોળીબારમાં 22 લોકોની હત્યા કરનાર શંકાસ્પદ વ્યક્તિ (suspect) મૃત હાલતમાં મળી આવ્યો છે. શંકાસ્પદની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ હતી. પોલીસ છેલ્લા બે દિવસથી આરોપીને શોધી રહી હતી. પોલીસને આશંકા છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતાને ગોળી મારી દીધી હતી. પોલીસને તેનો મૃતદેહ […]

Share:

US Mass Shooting: અમેરિકામાં મેઈન રાજ્યના લેવિસ્ટન શહેરમાં સામૂહિક ગોળીબારમાં 22 લોકોની હત્યા કરનાર શંકાસ્પદ વ્યક્તિ (suspect) મૃત હાલતમાં મળી આવ્યો છે. શંકાસ્પદની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ હતી. પોલીસ છેલ્લા બે દિવસથી આરોપીને શોધી રહી હતી. પોલીસને આશંકા છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતાને ગોળી મારી દીધી હતી. પોલીસને તેનો મૃતદેહ સાંજે 7:45 વાગ્યે મળી આવ્યો હતો.

એક અહેવાલ અનુસાર, 40 વર્ષીય રોબર્ટ કાર્ડ (suspect)નો મૃતદેહ લેવિસ્ટનથી લગભગ આઠ માઈલ દૂર જંગલમાં મળી આવ્યો હતો. આ મૃતદેહ એક રિસાયક્લિંગ સેન્ટર પાસે મળી આવ્યો હતો.

અગાઉ લેવિસ્ટન પોલીસ વિભાગે સામુહિક ગોળીબાર (US Mass Shooting)ના સંબંધમાં સોશિયલ મીડિયા પર સેમી-ઓટોમેટિક રાઈફલ સાથે શંકાસ્પદ હુમલાખોરની બે તસવીરો શેર કરી હતી. એક અહેવાલ મુજબ, હુમલાખોરની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ છે. તેણે લગભગ 20 વર્ષ સુધી સેનામાં સાર્જન્ટ તરીકે કામ કર્યું હતું. 

વધુ વાંચો: અમેરિકાના લેવિસ્ટનમાં સામુહિક ગોળીબારમાં 22 લોકોનાં મોત, 60થી વધુ ઘાયલ

US Mass Shootingના આરોપીની લાશ મળતા ચકચાર

સામુહિક ગોળીબાર (US Mass Shooting)નો આરોપી રોબર્ટ કાર્ડની કાર હત્યા સ્થળથી લગભગ આઠ માઈલ દૂર લેવિસ્ટનમાં મળી આવી હતી. આવી સ્થિતિમાં અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને ચેતવણી આપી હતી. પોલીસ વિવિધ વિસ્તારોમાં હુમલાખોરની તપાસ કરી રહી હતી.

મેઈન રાજ્યના ગવર્નર જેનેટ મિલ્સે શુક્રવારે મોડી રાત્રે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “મને એ જાણીને રાહત થઈ છે કે રોબર્ટ કાર્ડ (suspect) હવે કોઈના માટે ખતરો નથી.” પબ્લિક સેફ્ટી કમિશનર માઈકલ સોશુકે પુષ્ટિ કરી હતી કે રોબર્ટ કાર્ડનો મૃતદેહ શુક્રવારે લગભગ 7:45 વાગ્યે મળી આવ્યો હતો. 

અમેરિકી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તે માનસિક રીતે બીમાર હતો અને તેને માનસિક સ્વાસ્થ્ય સુવિધામાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને તાજેતરમાં જ ત્યાંથી રજા આપવામાં આવી હતી. જે બાદ તેણે આ સામુહિક ગોળીબાર (US Mass Shooting)ની ઘટનાને અંજામ આપ્યો હતો.

એબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ સામુહિક ગોળીબાર (US Mass Shooting) બોલિંગ એલી, સ્થાનિક બાર અને વોલમાર્ટ વિતરણ કેન્દ્રમાં કરવામાં આવ્યો હતો, જેમાં 22 લોકોના મોત થયા હતા અને 60થી વધુ લોકો ઘયલ થયા હતા.

વધુ વાંચો: ભારતે UNSCમાં પેલેસ્ટાઈનને માનવીય સહાય આપવા અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો 

ગન કન્ટ્રોલ કાયદા બાદ ગોળીબારની ઘટના વધી

ગયા વર્ષે મે 2022 પછી અમેરિકામાં આ સૌથી ઘાતક સામૂહિક ગોળીબાર (US Mass Shooting)ની ઘટના છે. ગયા વર્ષે મે મહિનામાં ટેક્સાસની એક સ્કૂલમાં ગોળીબારમાં 19 બાળકો સાથે બે શિક્ષકોના મોત થયા હતા. એક અહેવાલ અનુસાર, વર્ષ 2022 દરમિયાન અમેરિકામાં ગોળીબાર સંબંધિત 647 ઘટનાઓ નોંધવામાં આવી હતી.

અમેરિકામાં ગન કંટ્રોલ કાયદો લાગુ થયા બાદ પણ અવારનવાર ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે. ગોળીબાર કોઈ પણ સ્થળે અને ગમે ત્યારે થાય છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.