ઈન્ડિયા/ભારત વિવાદ મામલે સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીએ આપ્યું મહત્વનું નિવેદન

દેશનું નામ સત્તાવાર રીતે ‘ભારત’ કરવામાં આવે તે માટેની ગતિવિધિઓ તેજ થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. દેશનું નામ ‘ઈન્ડિયા’થી બદલીને ‘ભારત’ કરવામાં આવશે તેવી ચર્ચાઓ વચ્ચે આ મામલે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, નામ બદલવા અંગેની કોઈ પણ અરજી મળશે તો સંયુક્ત રાષ્ટ્ર તેના […]

Share:

દેશનું નામ સત્તાવાર રીતે ‘ભારત’ કરવામાં આવે તે માટેની ગતિવિધિઓ તેજ થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. દેશનું નામ ‘ઈન્ડિયા’થી બદલીને ‘ભારત’ કરવામાં આવશે તેવી ચર્ચાઓ વચ્ચે આ મામલે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, નામ બદલવા અંગેની કોઈ પણ અરજી મળશે તો સંયુક્ત રાષ્ટ્ર તેના પર વિચારણા કરશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસના ઉપ પ્રવક્તા ફરહાન હકે બુધવારે આ મામલે ટિપ્પણી દરમિયાન તુર્કીનું ઉદાહરણ રજૂ કર્યું હતું. 

નોંધનીય છે કે, તુર્કીએ ગત વર્ષે જ પોતાનું નામ બદલીને તુર્કિયે કરી દીધું હતું. રેચેપ તૈય્યપ એર્દોગનની સરકારે પણ દેશનું નામ બદલવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં અરજી કરી હતી અને ત્યાર બાદ તુર્કીનું નામ બદલીને તુર્કિયે કરી દેવામાં આવ્યું હતું. 

ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવા અંગેના એક સવાલના જવાબમાં ફરહાન હકે જણાવ્યું હતું કે, “ઠીક છે, તુર્કિયે મામલે અમને તેમની સરકારે એક ઔપચારિક અરજી કરી હતી જેનો અમે જવાબ આપેલો. જાહે છે કે, જો અમને આ પ્રકારની અરજી મળે છે તો અમે તેના પર વિચારણા કરીએ છીએ.”

નામકરણ વિવાદ મામલે વડાપ્રધાન મોદીનું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ મંત્રીઓ સાથે એક બેઠક યોજી હતી જેમાં તેમને ઈન્ડિયા વર્સિસ ભારત નામના વિવાદમાં નિવેદનો ન આપવા સૂચના આપી હતી. સાથે જ જેમને બોલવા માટેની સત્તા આપવામાં આવશે તે જ બોલશે તેમ કહ્યું હતું. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ મંત્રીઓને એમ પણ કહ્યું હતું કે, G20ની બેઠકને અનુલક્ષીને તમામ મંત્રીઓ દિલ્હીમાં હાજર રહે. મંત્રીઓને પહેલેથી જ તેમણે વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો, તેમના પ્રતિનિધિ મંડળ સાથે રહેવા માટે કહેવામાં આવ્યું છે. જેથી તેઓ વિદેશી નેતાઓને કોઈ મુશ્કેલી ન અનુભવાય તેનું ધ્યાન રાખી શકે. 

કઈ રીતે શરૂ થયો આ વિવાદ

હકીકતે ઈન્ડિયા વર્સિસ ભારતના આ સમગ્ર વિવાદની શરૂઆત મંગળવારના રોજ થઈ હતી જ્યારે G20 સમિટના રાત્રિ ભોજન માટેના નિમંત્રણ પત્ર પર ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના સ્થાને ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવામાં આવ્યું હતું. નિમંત્રણ પત્ર સામે આવ્યા બાદ વિપક્ષ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, મોદી સરકાર દેશના નામ ‘ઈન્ડિયા’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકીને માત્ર ‘ભારત’ તરીકે ઓળખાવવા માટે યોજના બનાવી રહી છે. 

સાથે જ એવી અટકળો પણ જોરમાં છે કે, સંસદનું વિશેષ સત્ર પણ એટલા માટે જ બોલાવવામાં આવ્યું છે જેથી ઈન્ડિયાનું નામ ભારત કરી દેવામાં આવે. ભાજપના અનેક નેતાઓએ પણ આ અંગે ટ્વિટ કરી છે જેથી નામ બદલવાની અટકળોને વધુ જોર મળ્યું છે.