વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં દરિયાકિનારા પર આવતાં પહેલાં પાયલટ વ્હેલ્સે હૃદયની આકૃતિ બનાવી હતી

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (WA)ના દરિયાકાંઠે લગભગ 100 લાંબી-પાંખવાળી પાયલટ વ્હેલના વિશાળ ટોળાની વર્તણૂકે  વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (WA) માં દૂરના બીચ પર દુ:ખદ રીતે ફસાયેલી પાયલટ વ્હેલ પહેલાં હૃદયના આકારની રચના કરતી જોવા મળી હતી. ડ્રોન ફૂટેજે આ દુર્લભ ઘટનાને કેપ્ચર કરી છે જ્યારે મંગળવારે સાંજે આ દુઃખદ ઘટના સામે આવી તે પહેલાં, અલ્બેનીના […]

Share:

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (WA)ના દરિયાકાંઠે લગભગ 100 લાંબી-પાંખવાળી પાયલટ વ્હેલના વિશાળ ટોળાની વર્તણૂકે  વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (WA) માં દૂરના બીચ પર દુ:ખદ રીતે ફસાયેલી પાયલટ વ્હેલ પહેલાં હૃદયના આકારની રચના કરતી જોવા મળી હતી.

ડ્રોન ફૂટેજે આ દુર્લભ ઘટનાને કેપ્ચર કરી છે જ્યારે મંગળવારે સાંજે આ દુઃખદ ઘટના સામે આવી તે પહેલાં, અલ્બેનીના લગભગ 60 કિમી પૂર્વમાં, ચેયન્સ બીચ પર પાયલટ વ્હેલ એકસાથે એકઠી થઈ હતી.

બીજા દિવસે સવાર સુધીમાં, 50થી વધુ જીવો કિનારા પર નિર્જીવ હાલતમાં મળ્યા હતા, બાકીના 46ને બચાવવા સ્વયંસેવકો, સરકારી કર્મચારીઓ અને વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા હતા.

WAના પર્યાવરણ મંત્રી, રીસ વ્હિટબીએ જણાવ્યું કે સમગ્ર ઓસ્ટ્રેલિયાના સંશોધકો જ્યારે સ્ટ્રેન્ડિંગ (આકસ્મિક રીતે કિનારા આવવાની ઘટના) પહેલા વ્હેલ્સની અભૂતપૂર્વ વર્તણૂકના સાક્ષી બન્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે આ ઈમેજીસને “અનોખી” ગણાવી અને કહ્યું, “વૈજ્ઞાનિક ધોરણે સ્ટ્રેન્ડિંગ્સ વિશે જાણવાની દ્રષ્ટિએ તે ખૂબ જ અવિશ્વસનીય છે.” 

રીસ વ્હીટબીએ જણાવ્યું હતું કે જૈવવિવિધતા સંરક્ષણ અને આકર્ષણ વિભાગે અન્ય અધિકારક્ષેત્રો પાસેથી સલાહ માંગી હતી જેમણે સમાન ઘટનાઓનો અનુભવ કર્યો હતો, પરંતુ સર્વસંમતિ એ હતી કે “અમે આ પહેલાં આવી ઘટના ક્યારેય જોઈ નથી.

પાયલટ વ્હેલનુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

બુધવારે રેસ્ક્યુ ઓપરેશન સાથે ફસાયેલી પાયલટ વ્હેલને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પ્રાણીઓને સમુદ્રમાં પાછા મોકલવા માટે લગભગ 1,000 કિલોગ્રામ અને 4 મીટર સુધી લાંબા સ્લિંગ્સને તૈનાત કરવામાં આવ્યા હતા. 

70થી વધુ સ્વયંસેવકો અને 90 સરકારી એજન્સીના કર્મચારીઓની વિશાળ ટીમે પાયલટ વ્હેલને ટેકો આપ્યો, જે ઘણી નબળી હતી અને છીછરા પાણીમાં તરતા રહેવા માટે સંઘર્ષ કરતી હતી. 

પાયલટ વ્હેલ પાછી ફરીને કિનારા પર આવી 

એક અહેવાલ મુજબ કેટલીક પાયલટ વ્હેલને દિવસના અંતમાં ઊંડા પાણીમાં લઈ જવાનો પ્રયાસ અસફળ રહ્યો, અને તેઓ ફરી એકવાર દરિયાકિનારે આવી ગઈ.

ત્યારબાદ પ્રાણીઓને રેતી પર ખેંચવામાં આવ્યા હતા, જ્યાં પર્થ ઝૂ અને અલ્બેનીના પશુચિકિત્સકો દ્વારા તેમનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં બચાવ કરતા પ્રાણી કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી હતી. સ્વયંસેવકોએ તેમની વેદનાને દૂર કરવાના પ્રયાસમાં પીડિત પાયલટ વ્હેલ પર પાણીનો છંટકાવ કર્યો હતો..

શા માટે પાયલટ વ્હેલ સામૂહિક સ્ટ્રેન્ડિંગ પસંદ કરે છે?

મર્ડોક યુનિવર્સિટીના દરિયાઈ જીવવિજ્ઞાની ડૉ. જોશુઆ સ્મિથનું અનુમાન છે કે પાયલટ વ્હેલ એક ચુસ્ત સોશિયલ નેટવર્ક શેર કરતી હોવાથી, તે આ ઘટના દરમિયાન શા માટે એકસાથે અટકી હતી તે સમજાવી શકે છે. 

મેક્વેરી યુનિવર્સિટીના વન્યજીવ વૈજ્ઞાનિક ડો. વેનેસા પિરોટાએ અનુમાન કર્યું હતું કે આ અસામાન્ય ઘટના માટે બીમારી અથવા દિશાહિનતા જવાબદાર હોઈ શકે છે.

પાયલટ વ્હેલનું સામૂહિક રીતે સ્ટ્રેન્ડિંગ એ એક અવ્યવસ્થિત ઘટના છે જે વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂકે છે અને દરિયાઈ સંરક્ષણ માટે ચિંતા ઊભી કરે છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં અગાઉની ઘટનાઓમાં, 2018માં સામૂહિક રીતે 130થી વધુ વ્હેલ મરી ગઈ હતી અને આવી સૌથી મોટી ઘટના 1996માં બની હતી જ્યારે 320 લાંબી-પાંખવાળી પાયલટ વ્હેલ ડન્સબરો ખાતે ફસાઈ હતી.