Chinaમાં વધી રહી છે આ રહસ્યમય બીમારી, ભારતીય ડોક્ટરે આપી ચેતવણી

હોસ્પિટલો બાળકોથી ભરાઈ ગઈ છે

Courtesy: Twitter

Share:

China: ચીન (China)માં બાળકોમાં H9N2ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે જ ઘણા લોકો શ્વસન સંબંધી રોગોથી પણ પીડાઈ રહ્યા છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.અજય શુક્લાએ લોકોને સાવચેત રહેવા અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે જો કોઈને શ્વસન સંબંધી રોગ અથવા ચેપ જણાય તો સાવચેત રહેવું જોઈએ અને અન્ય લોકોથી અંતર જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ.

ડૉ. શુક્લાએ કહ્યું કે, “હું માત્ર લોકોને સાવચેત રહેવાની સલાહ આપું છું. સ્વચ્છતાના નિયમોનું પાલન કરો અને જો તમને લાગે કે કોઈ એવી વ્યક્તિ છે, જેને શ્વસન સંબંધી બીમારી અથવા ચેપ છે. કારણ કે ચીન (China)માં આમાંના ઘણા કેસ વાયરલ છે અને તે સંક્રમિત થઈ શકે છે, તો અન્ય લોકોથી અંતર જાળવવાનો પ્રયાસ કરો."


N95 અને N99 માસ્કનો ઉપયોગ કરો

ચીન (China)માં બાળકોમાં ન્યુમોનિયાના કેસ સામે આવતાં ડૉક્ટરે આ સલાહ આપી છે. એક અહેવાલ અનુસાર, ઘણી બાળકોની હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. તેમણે કહ્યું, “જો તમે બહાર જઈ રહ્યા છો, તો પ્રદૂષણનો સામનો પણ કરવો પડશે. તેથી તમે N95 અને N99 માસ્કનો ઉપયોગ કરો. આ સાથે જ સમયાંતરે તમારા હાથ ધોતા રહો અને સુરક્ષિત, સ્વસ્થ વર્તન જાળવી રાખો.”


Chinaમાં બાળકોને અસર કરતો રહસ્યમય રોગ ફાટી નીકળ્યો

બાળકોમાં સાવચેતી રાખવા અંગે વાત કરતાં ડૉ. શુક્લાએ જણાવ્યું કે, “જો બાળકો શાળાએ જતા હોય, તો ધ્યાન રાખો કે તેમને ઉધરસ, શરદી, તાવ જેવા લક્ષણો છે કે કેમ. બાળકની સાથે વાત કરો અને પૂછો કે તેમના વર્ગમાં કોઈ બાળક આ બીમારીથી પીડિત છે કે નહીં. જો તેના ક્લાસમાં કોઈ બાળક બીમાર હોય, તો તેના વિશે શાળાના શિક્ષકને જાણ કરો અને જો તમારું બાળક બીમાર છે, તો તેને સ્કુલમાં મોકલશો નહીં.”

ડૉ. શુક્લાએ જણાવ્યું હતું કે શ્વસન સંબંધી રોગોને લઈને હોસ્પિટલોમાં જતા નાના બાળકોની સંખ્યામાં વધારો થવાથી ચીનમાં સ્થિતિ વધુ બગડી છે. તેમણે કહ્યું, “હું કહીશ કે અમે જે માહિતી મેળવી રહ્યા છીએ તે ખૂબ જ ઓછી છે. WHO ચોક્કસથી તેના વિશે ખૂબ ચિંતિત છે અને તેઓ ચીન (China)માં અધિકારીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી શક્ય તેટલી વધુ માહિતી મળી શકે. પરંતુ હાલની પરિસ્થિતિ અનુસાર ચીનમાં શ્વાસ સંબંધિત બિમારીઓને લઈને હોસ્પિટલોમાં જતા નાના બાળકોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે અને કેટલાક કેન્દ્રોમાં બાળકોની સંખ્યા 1200 જેટલી નોંધાઈ છે. ઘણી સ્કૂલોએ બાળકોને ક્લાસમાં ન આવવા જણાવ્યું છે."