Solar eclipse: આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો શું થશે તેની અસર

Solar eclipse: સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. દર વર્ષે ઘણી વખત સૂર્યગ્રહણ લાગે છે. સૂર્યગ્રહણની સીધી અસર આપણા જીવન પર પડે છે. આ વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ આજે એટલે કે 14 ઓક્ટોબરે લાગશે. ભારતીય સમય અનુસાર આજે રાત્રે 08.34 વાગ્યે આ ગ્રહણનો આરંભ થશે તથા આ ગ્રહણ 15 ઓક્ટોબરે બપોરે 02.26 વાગ્યે પૂર્ણ થશે. […]

Share:

Solar eclipse: સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. દર વર્ષે ઘણી વખત સૂર્યગ્રહણ લાગે છે. સૂર્યગ્રહણની સીધી અસર આપણા જીવન પર પડે છે. આ વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ આજે એટલે કે 14 ઓક્ટોબરે લાગશે. ભારતીય સમય અનુસાર આજે રાત્રે 08.34 વાગ્યે આ ગ્રહણનો આરંભ થશે તથા આ ગ્રહણ 15 ઓક્ટોબરે બપોરે 02.26 વાગ્યે પૂર્ણ થશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં. આજે શનિ અમાવસ્યાનો પણ સંયોગ છે. તેથી આજના દિવસનું મહત્વ વધી ગયું છે.  

સૂર્યગ્રહણ (Solar eclipse)નું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા (Effect) નીકળે છે. ભૌગોલિક સ્થિતિ અનુસાર આ સૂર્યગ્રહણ અમેરિકા, મેક્સિકો, બ્રાઝિલ, કોલંબિયા વગેરે દેશોમાં જોવા મળશે. સૂતક સૂર્યગ્રહણ શરૂ થવાના બરાબર 12 કલાક પહેલાં શરૂ થાય છે. સૂર્યગ્રહણ દરમિયાન રિંગ આકાર (Effect) જોવા મળશે. 

28 ઓક્ટોબરે ચંદ્રગ્રહણ થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક મહિનામાં બે ગ્રહણને શુભ માનવામાં આવતું નથી. જેની અસર (Effect) પૃથ્વી પર મોટા દેશોમાં કુદરતી આફતો, ભૂકંપ, મહામારી, સુનામી, યુદ્ધની સ્થિતિ જોવા મળી શકે છે.

વધુ વાંચો: એરક્રાફ્ટ કદનો એસ્ટરોઈડ પૃથ્વી પરથી પસાર થવાની ચેતવણી આપવામાં આવી 

વિજ્ઞાન અનુસાર, જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને આ ત્રણેય ગ્રહો એક રેખામાં હોય છે, તે સમયે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે અને ચંદ્ર લાલ રંગનો દેખાવા લાગે છે, તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વીના કેટલાક એવા ભાગો પર પડે છે જ્યાં સૂર્ય દેખાતો નથી, આ સ્થિતિને સૂર્યગ્રહણ (Solar eclipse)કહેવામાં આવે છે.

સૂતકના સમયગાળા દરમિયાન પૂજા, શુભ કાર્યો અને રસોઈ પર પ્રતિબંધ હોય છે. આ વખતે 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ થશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ દેશમાં સૂર્યગ્રહણ ન દેખાતું હોય તો ત્યાં સુતક કાળ પણ માન્ય નથી. 

વધુ વાંચો: NASAએ શોધ્યો પૃથ્વી જેવો બીજો ગ્રહ, આ ગ્રહ પર જીવનના સંકેતો પણ મળ્યા

Solar eclipse: શું ન કરવું જોઈએ?

– સૂર્યગ્રહણ (Solar eclipse) દરમિયાન ખોરાક ખાવાની મનાઈ હોય છે.

– સૂર્યગ્રહણમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે.

– સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ દરમિયાન સૂવું વર્જિત માનવામાં આવે છે.

– સૂર્યગ્રહણ દરમિયાન ભગવાનની પૂજા પણ ન કરવી જોઈએ. 

Solar eclipse: શું કરવું જોઈએ?

– આ સમય દરમિયાન તમે તમારા મનમાં ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો.

– સૂર્યગ્રહણ (Solar eclipse) દરમિયાન તમે પાણી પી શકો છો. તે પ્રતિબંધિત નથી.

– સૂર્યગ્રહણમાં તમે તમારું મહત્વપૂર્ણ કામ કરી શકશો.