અંતરિક્ષમાં ખોવાલેયા ટામેટા 8 મહિના બાદ મળ્યાઃ સ્પેસની રોમાંચિત કરનારી ઘટના

યબ થયાના આશરે એક વર્ષ જેટલા સમય બાદ પણ ટામેટા પ્લાસ્ટિકની બેગમાં થોડી કરમાયેલી હાલતમાં મળી આવ્યા

Share:

હાઈલાઇટ્સ

  • વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં ટામેટા ઉગાડ્યા છે
  • થોડા મહિના પહેલા તેમાંથી 2 ટામેટા ક્યાંક ખોવાઈ ગયા હતા

આપણે સહુ જાણીએ છીએ કે, સમસ્ત બ્રહ્માંડ રહસ્યોથી ભરેલું છે. ક્યારેક અંતરિક્ષમાં એવા નજારાઓ જોવા મળી જાય છે કે, જેને લઈને વૈજ્ઞાનિકો પણ વિચારતા જ રહી જાય છે. એક એવો સમય હતો કે, જ્યારે અંતરિક્ષને માત્ર પૃથ્વી પરથી જ જોઈ શકાતું હતું, અર્થાત ત્યાં સુધી માણસ પહોંચ્યો નહોતો. પરંતુ હવે મનુષ્ય અંતરિક્ષમાં પણ પહોંચ્યો છે. ત્યાં સુધી કે, હવે અંતરિક્ષમાં રહેલા અન્ય ગ્રહો પર પણ જીવનની શોધ થઈ રહી છે અ સાથે જ વૈજ્ઞાનિકો ત્યાં ખેતી કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

ત્યારે અંતરિક્ષમાં ખેતી સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો છે. હકીકતમાં નાસાના વૈજ્ઞાનિકો દ્વારા અંતરિક્ષમાં ટામેટા ઉગાડવામાં આવ્યા હતા, પરંતુ થોડા મહિના પહેલા તેમાંથી 2 ટામેટા ક્યાંક ખોવાઈ ગયા હતા. હવે 8 મહિના બાદ આ ટામેટા મળી આવ્યા છે. ત્યારે નાસાએ આ ટામેટાના ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યયા હતા.

હકીકતમાં વર્ષ 2022 માં અંતરિક્ષ યાત્રી ફ્રેંક રુબિયો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ટામેટાના છોડમાંથી ટામેટા તોડ્યા બાદ, બે ટામેટા અંતરિક્ષમાં ખોવાઈ ગયા હતા. આ શોધ 6 બેડરૂમ વાળા એક પરિસરમાં કરવામાં આવી છે. આ શોધથી વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો છે કે, યાન પર 17 ટકા આર્દ્રતા જિપલોક બેગમાં રાખેલા ભોજનને કેવી રીતે પ્રભાવિત કરી રહી છે. નાસાના અધિકારીઓએ જણાવ્યું કે, ગાયબ થયાના આશરે એક વર્ષ જેટલા સમય બાદ પણ ટામેટા પ્લાસ્ટિકની બેગમાં થોડી કરમાયેલી હાલતમાં મળી આવ્યા..

નાસાએ એપણ જણાવ્યું કે, આ ટામેટાને વર્ષ 2022 માં એક્સપોઝ્ડ રૂટ ઓન-ઓર્બિટ ટેસ્ટ સિસ્ટમ એટલે કે XROOTS પ્રયોગ અંતર્ગત વિકસિત કરવામાં આવ્યા હતા. આ પ્રયોગ માટી અથવા ખેતિના અન્ય માધ્યમો વગર છોડ ઉગાડવા માટે હાઈડ્રોપોનિક અને એરોપોનિક ટેક્નિકનો ઉપયોગ કરે છે અને ભવિષ્યના સ્પેસ એક્સપ્લોરેશન મિશનમાં કામ આવી શકે છે. આ ટેક્નિકથી અંતરિક્ષમાં પણ ખેતી થઈ શકે છે અને અંતરિક્ષ યાત્રીઓ ત્યાં વર્ષો સુધી રહીને રિસર્ચ કરે છે.

નાસાએ જણાવ્યું હતું કે ISS પર શાકભાજી અને ફળો ઉગાડવાનો મૂળ હેતુ એવી તકનીકોનો અભ્યાસ કરવાનો હતો જેનો ઉપયોગ ચંદ્ર અને મંગળના સંશોધન દરમિયાન થઈ શકે. અહેવાલો અનુસાર, નાસા અવકાશયાત્રીઓને તાજો ખોરાક આપવા માટે ઘણા પ્રયોગો કરી રહ્યું છે, જેમાં અવકાશમાં ઉગાડવામાં આવતા વિવિધ પ્રકારના છોડ અને શાકભાજીનો સમાવેશ થાય છે. નાસાના અધિકારીઓએ જણાવ્યું હતું કે 'અવકાશયાત્રીઓ કહે છે કે ગાર્ડનિંગમાં સમય પસાર કરવાથી માનસિક લાભ થાય છે, અવકાશમાં તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે અને તેમનું મનોબળ પણ વધે છે'

Tags :