ભારત અને કેનેડા વચ્ચેનું ટ્રેડ મિશન અટકી પડ્યું, જાણો બંને દેશ વચ્ચેના સંબંધોમાં ખટાશનું કારણ

કેનેડાના વ્યાપાર મંત્રી મૈરી એનજી (Mary Ng)એ ઓક્ટોબર મહિનામાં પ્રસ્તાવિત ભારત સાથેના ટ્રેડ મિશનને સ્થગિત કરી દીધું છે. એક અધિકારીએ શુક્રવારના રોજ આ જાણકારી આપી હતી. G20 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તરફ ચરમપંથી ગતિવિધિઓને લઈ જે આકરૂ વલણ અપનાવ્યું હતું તેના થોડા દિવસોમાં જ રાજદ્વારી સંબંધોમાં વધી રહેલો તણાવ સામે આવ્યો […]

Share:

કેનેડાના વ્યાપાર મંત્રી મૈરી એનજી (Mary Ng)એ ઓક્ટોબર મહિનામાં પ્રસ્તાવિત ભારત સાથેના ટ્રેડ મિશનને સ્થગિત કરી દીધું છે. એક અધિકારીએ શુક્રવારના રોજ આ જાણકારી આપી હતી. G20 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તરફ ચરમપંથી ગતિવિધિઓને લઈ જે આકરૂ વલણ અપનાવ્યું હતું તેના થોડા દિવસોમાં જ રાજદ્વારી સંબંધોમાં વધી રહેલો તણાવ સામે આવ્યો છે. 

મૈરી એનજીના પ્રવક્તા શાંતિ કૉસેંટિનોએ કોઈ કારણ દર્શાવ્યા વગર જ તેઓ ભારત સાથેના આગામી ટ્રેડ મિશનને સ્થગિત કરી રહ્યા હોવાની જાણ કરી હતી. 

G20 સમિટમાં ચરમપંથી ગતિવિધિઓ અંગે આકરૂ વલણ

નવી દિલ્હી ખાતે આયોજિત G20 સમિટ 2023માં ભારતના વડાપ્રધાન મોદીએ વિશ્વના અનેક નેતાઓ સાથે ઔપચારિક દ્વિપક્ષીય બેઠકો કરી હતી. તે દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેની દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ તેમના સાથે ભારત અને કેનેડા વચ્ચેના વિભિન્ન ક્ષેત્રના સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી. 

વડાપ્રધાન મોદીએ G20 સમિટના પ્રસંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેની દ્વિપક્ષીય વાર્તામાં કેનેડામાં ચરમપંથી તત્વો ભારત વિરોધી ગતિવિધિ સતત ચાલુ રાખે છે તેને લઈ ચિંતા દર્શાવી હતી. 

પંજાબ સિવાય કેનેડામાં શીખોની વસ્તુ વધી

પ્રવાસી શીખો માટે કેનેડા પસંદગીના કેન્દ્રો પૈકીનું એક છે. જોકે હાલ કેનેડામાં ચરમપંથ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે. ભારતના પંજાબ રાજ્ય સિવાય કેનેડામાં શીખોની વસ્તી સૌથી વધારે છે. કેનેડામાં અનેક વિરોધ પ્રદર્શનો પણ થયા છે. ભારત સરકાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ચરમપંથી તત્વો ત્યાં અલગાવવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ભારતીય રાજદ્વારીઓની હિંસાને ભડકાવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. સાથે જ રાજદ્વારી પરિસરો, તેમના પૂજા સ્થળોને નુકસાન પહોંચાડી ભારતીય સમુદાયને ધમકી આપી રહ્યા હોવાની જાણ કરી હતી. 

ભારતે કેનેડા સાથેનું ટ્રેડ મિશન અટકાવ્યું

અગાઉ શુક્રવારના રોજ ભારતે પોતે કેનેડા સાથેનો ટ્રેડ મિશન વાર્તાલાપ અટકાવ્યો હોવાની જાણ કરી હતી. કેનેડાએ પણ આ મહિનાની શરૂઆતમાં આ પ્રકારની ટ્રેડ મિશન અંગેની જાહેરાત કરી હતી. કેનેડાએ તે સમયે જણાવ્યું હતું કે, સ્થિતિનો તકાજો મેળવવા માટે આ પ્રકારના બ્રેકની જરૂર છે. જોકે આશરે 4 મહિના પહેલા બંને દેશોએ આ વર્ષે એક પ્રારંભિક વ્યાપાર કરાર પર મહોર મારવાનું લક્ષ્ય હોવાની આશા વ્યક્ત કરી હતી. 

કેનેડા છેલ્લા એક દશકાથી અટકી અટકીને ભારત સાથે ટ્રેડ મિશન ચલાવી રહ્યું છે. જોકે જસ્ટિન ટ્રુડોની સરકારે ચીન સાથે અંતર જાળવીને પોતાના અર્થતંત્રમાં વિવિધતા લાવવા માટેના પ્રયત્નોને ઝડપી બનાવ્યા છે. ભારત સાથેનો વ્યાપાર કરાર એ વ્યાપક ઈન્ડો પેસિફિક રણનીતિનો જ હિસ્સો છે. કેનેડામાં રહેતા શીખોએ સરકાર સમક્ષ ધાર્મિક અલ્પસંખ્યકોના માનવાધિકારોનું સન્માન કરીને ભારત પર નિર્ભર એક વ્યાપાર કરાર કરવાની માગણી કરી છે.