તુર્કીના ભૂકંપમાં ચમત્કારિક રીતે બચેલી 2 મહિનાની બાળકીનો માતા સાથે મેળાપ થયો

તુર્કીના ભૂકંપના કાટમાળમાં 128 કલાક સુધી દટાયેલી રહ્યા બાદ બચાવી લેવામાં આવેલી એક બાળકી આખરે સોમવારે તેની માતાને સોંપવામાં આવી હતી. મહત્વનું છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં દક્ષિણ તુર્કીમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં તુર્કી અને ઉત્તર સીરિયાની સરહદને પાર કરતા 50,000 થી વધુ લોકો માર્યા ગયા. તે સમયે આ માતા અને તેની પુત્રી અલગ થઈ […]

Share:

તુર્કીના ભૂકંપના કાટમાળમાં 128 કલાક સુધી દટાયેલી રહ્યા બાદ બચાવી લેવામાં આવેલી એક બાળકી આખરે સોમવારે તેની માતાને સોંપવામાં આવી હતી. મહત્વનું છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં દક્ષિણ તુર્કીમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં તુર્કી અને ઉત્તર સીરિયાની સરહદને પાર કરતા 50,000 થી વધુ લોકો માર્યા ગયા. તે સમયે આ માતા અને તેની પુત્રી અલગ થઈ ગયા હતા.

શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે, તુર્કીના હાટાય પ્રાંતના કાટમાળમાં આ બાળકીની માતાનું મૃત્યુ થયું હતું. એ સમયે આ બાળકી લગભગ દોઢ મહિનાની હતી. જેને રાજ્યની સંભાળ હેઠળ મુકવામાં આવી હતી. આ અંગે વાત કરતા સામાજિક કાર્યકરાએ કહ્યું કે તે આ બાળને જીઝેમ કરીને બોલાવે છે. જેનો અર્થ ટર્કિશમાં “રહસ્ય” થાય છે. જ્યારે પરિવારના સભ્યએ અધિકારીઓનો સંપર્ક કરે. એ બાદ બાળકીનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સાબિત થયું હતું કે યાસેમિંગ બેસદાગ જ આ બાળકીની માતા છે. જેની અદાના શહેરમાં સારવાર ચાલી રહી છે.

તુર્કીના કૌટુંબિક અને સામાજિક સેવાઓના પ્રધાન ડેર્યા યાનિકે સોમવારે ટ્વિટર પર એક વિડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે 54 દિવસ પછી પ્રથમ વખત માતાના હાથમાં એની પોતાની બાળકી હોવાનું જણાવ્યું હતું. “તેમની ખુશીની સાક્ષી આપવી એ અમારા માટે પણ એક ભાવનાત્મક અને સુંદર ક્ષણ છે. માતાને તેના બાળક સાથે જોડવું એ વિશ્વના સૌથી મૂલ્યવાન કાર્યોમાંનું એક છે,” યાનિકે વિડીયોમાં જણાવ્યું હતું કે, જ્યારે એ બાળકી બેસ્ડેગના પલંગ પર ઊભી હતી. એ ક્ષણ અમારા બધા માટે ઘણી જ યાદગાર છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે,સરકારી મંત્રી અંગત રીતે એક પ્રાઈવેટ પ્લેનમાં બાળકને અંકારાથી અદાના લઈ ગયા હતા. જ્યાં બંન્ને માતા અને બાળકીને મળાવવામાં આવ્યા હતા.મહત્વનું છેકે,એ પરિવારના માત્ર બંન્ને વ્યક્તિઓ છે. જે હાલ જીવિત છે. કારણ કે તુર્કીના વિનાશક ભૂંકપમાં બાળકીના પિતા અને બે ભાઈઓના મોત થયા છે.

કુટુંબ અને સામાજિક સેવા મંત્રાલયના રિપોર્ટ અનુસાર ભૂકંપના પગલે 135 બાળકો હજુ પણ રાજ્યની દેખરેખ હેઠળ છે. જેમાં 33ની ઓળખ અજ્ઞાત રહી છે કારણ કે તેઓ ખુબ જ નાના છે અથવા તો તેઓ પોતાને ઓળખવામાં સમર્થ નથી. તો બીજી તરફ ભૂકંપના વિનાશ વચ્ચે અલગ થયેલા 1,774 બાળકોને તુર્કીમાં તેમના પરિવારોને પરત કરવામાં આવ્યા છે.હજું પણ ઘણા બાળકો પોતાના પરિવારની રાહ જોઈ રહ્યા છે.