તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને ફરી ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો 

તુર્કીના  રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78માં સત્રમાં એક વાર ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું કે શાંતિ માટે વાતચીત કરવી એજ એક માત્ર વિકલ્પ છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત પછી જ સ્થિરતા આવશે. દક્ષિણ એશિયામાં શાંતિ અને સમુદ્ધિનો રસ્તો કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત થવી […]

Share:

તુર્કીના  રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78માં સત્રમાં એક વાર ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું કે શાંતિ માટે વાતચીત કરવી એજ એક માત્ર વિકલ્પ છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત પછી જ સ્થિરતા આવશે. દક્ષિણ એશિયામાં શાંતિ અને સમુદ્ધિનો રસ્તો કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત થવી ખુબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની વાતચીત થશે તો જ દક્ષિણ એશિયામાં શાંતિ અને સમુદ્ધિ આવશે.

પહેલા પણ તુર્કીના રાષ્ટ્રપતિએ ઉઠાવ્યો હતો મુદ્દો

સંબોધનમાં તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે, તુર્કી આ વાત માટે લેવામાં આવેલા પગલાઓનું સમર્થન કરવાનું ચાલું રાખશે. કાશ્મીરના મુદ્દે રેચેપ તૈય્યપ અર્દોઆનનું આ નિવેદન મહત્વનું માનવામાં આવી રહ્યું છે. તેમનું નિવેદન એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે તાજેતરમાં જ G-20 શિખર સંમેલન દરમિયાન તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આટલું જ નહીં પણ તુર્કીના વડાપ્રધાન રેચેપ તૈય્યપ અર્દોઆને તો ગત વર્ષે પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની હાઈલેવલ બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો હતો. 

ભારતે રેચેપ તૈય્યપ અર્દોઆનના નિવેદનની નિંદા કરી હતી

વર્ષ 2020માં રેચેપ તૈય્યપ અર્દોઆને કાશ્મીરને સળગતો મુદ્દો ગણાવતા કાશ્મીરનો વિશેષ દરજ્જો પુરો કરવાની ટિકા કરી હતી. ત્યારથી ભારતે રેચેપ તૈય્યપ અર્દોઆનના નિવેદનની નિંદા કરી હતી અને દેશનની સ્વાયત્તાનું સન્માન કરવાની માંગ કરી હતી. 

રેચેપ તૈય્યપ અર્દોઆને કર્યા ભારતના વખાણ

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને ભારતની પ્રશંસા કરતા કહ્યું કે, ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે તે ગર્વની વાત છે. આ દરમિયાન તેમણે સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો પર પ્રહાર કર્યા અને હ્યું કે આ ઈચ્છે છે કે UNSCના 15 અસ્થાયી સભ્યોને પણ સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય બનાવી દેવામાં આવે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદ પર મોટી વાત કહી છે. તેમણે કહ્યું છે કે જો ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવશે તો તેમનો દેશ ગર્વ અનુભવશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે તમામ બિન-સ્થાયી સભ્યોને રોટેશન દ્વારા સુરક્ષા પરિષદના સભ્ય બનવાની તક આપવી જોઈએ. મીડિયાકર્મીઓના સવાલોના જવાબ આપતાં તેમણે આ વાત કહી.

હાલમાં સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો છે, જેમાં ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ પાંચ દેશોનો ઉલ્લેખ કરીને એક પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે આ પાંચ દેશો કરતાં દુનિયા ઘણી મોટી છે. તુર્કીના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે જો ભારત જેવા દેશને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનાવવામાં આવે તો અમને ગર્વની લાગણી થશે. કાશ્મીર જેવા મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરનારા એર્દોગનના મોઢેથી આ વાતો સાંભળીને તેઓ લોકોને આશ્ચર્ય પમાડી રહ્યા છે.