મેટાની Threads એપને ટ્વિટરે કોપીકેટ ગણાવી કેસ કરવાની ધમકી આપી

મેટાએ ટ્વિટર જેવી Threads (થ્રેડ્સ) એપ લોન્ચ કરતાં વિવાદોમાં ફસાઈ છે.  નકલ કરીને થ્રેડસ એપ વિકસાવવા અંગે ટ્વિટરની મેટાને ચેતવણી અપાઈ છે. મેટા દ્વારા થ્રેડસ બનાવવા માટે ટ્વિટરની બૌદ્ધિક સંપત્તિ અને વેપારને લગતા રહસ્યોનો ઉપયોગ કર્યો હોવાનો દાવોે ટ્વિટરના વકીલ એલેક્સ સપીરોએ કર્યો છે. આ અંગે એક પત્ર તેમણે મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગને લખેલા પત્ર […]

Share:

મેટાએ ટ્વિટર જેવી Threads (થ્રેડ્સ) એપ લોન્ચ કરતાં વિવાદોમાં ફસાઈ છે.  નકલ કરીને થ્રેડસ એપ વિકસાવવા અંગે ટ્વિટરની મેટાને ચેતવણી અપાઈ છે. મેટા દ્વારા થ્રેડસ બનાવવા માટે ટ્વિટરની બૌદ્ધિક સંપત્તિ અને વેપારને લગતા રહસ્યોનો ઉપયોગ કર્યો હોવાનો દાવોે ટ્વિટરના વકીલ એલેક્સ સપીરોએ કર્યો છે. આ અંગે એક પત્ર તેમણે મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગને લખેલા પત્ર મુજબ, ટ્વિટરે તેના નવા થ્રેડ એપમાં ટ્વિટરની નકલ કરી છે. તેના માટે કેસ કરવાની પણ ધમકી આપી હતી. 

ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ ઈન્સ્ટાગ્રામ યુઝર્સ માટે ટેક્સ્ટ આધારિત થ્રેડસ એપ લોન્ચ કરી છે. જે ટ્વિટર અને અન્ય ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવું લાગે છે.

સ્પીરો કે જે એલોન મસ્કના અંગત વકીલ ઉપરાંત કવિન ઇમેન્યુઅલ એક કાયદાકીય કંપનીના ભાગીદાર પણ છે તેમેન જણાવ્યું કે,  મેટા દ્વારા આ એપ વિકસાવવા માટે  એલોન મસ્ક દ્વારા ટ્વિટર હસ્તગત કરાયા પછી જે કેટલાક કર્મચારીઓની છટણી કરાઇ હતી તેમાંથી ડઝન જેટલા ભૂતપૂર્વ  કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી તે જોતાં આ નવી એપ લોન્ચ કરવી આશ્ચર્યજનક નથી.

ટ્વિટરના મત પ્રમાણે ઘણા ભૂતપૂર્વ કર્મચારીઓ હજુ પણ તેમના વેપારને લગતા રહસ્યો અને ગોપનીય માહિતી ધરાવે છે. અને મેટા દ્વારા તેનો ઉપયોગ કરાયો છે. મેટા દ્વારા આ કર્મચારીઓનો ઉપયોગ કરીને  `કોપીકેટ એપ’ વિકસાવાનું કામ સોંપવામાં આવ્યું હતું  અને તેથી તેમણે રાજ્ય અને ફેડરલ લૉનું પણ ઉલ્લંઘન કર્યું છે.

મેટા દ્વારા લોન્ચ થયેલી એપ બાબતે  ટ્વિટર પ્રતિક્રિયા આપી કે તે તેને કોપીરાઇટના ઉલ્લંઘન માટે નાગરિક પ્રક્રિયા અને તેના પર રોક મૂકવા માટેની કાનૂની કાર્યવાહી કરશે. ટ્વિટરે મેટાને તેના કોઈપણ વેપારને લગતા રહસ્યો અને ખાનગી માહિતીનો ઉપયોગ બંધ કરવા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે અને તેને ટ્વિટરના કોઈપણ ડેટાની મેળવીને વાપરવાની મંજૂરી નહીં હોવાનું જણાવ્યું હતું. 

ટ્વિટરના પત્રનાં જવાબમાં મેટાનાં કોમ્યુનિકેશન ડિરેક્ટર એન્ડી સ્ટોને થ્રેડસ પરની પોસ્ટમાં જવાબ આપ્યો છે કે, મેટામાં જે ટીમ દ્વારા આ એપ વિકસાઈ છે તેમાં કોઈપણ ભૂતપૂર્વ ટ્વિટર કર્મચારી નથી. માત્ર તે જ વસ્તુ નથી મેટાને આ વિશે બહુ ચિંતા હોય તેમ લાગતું નથી અને તેથી જ ટ્વિટર કાનૂની કાર્યવાહીની ધમકી આપતા શરમાતું  નથી. મે મહિનામાં જ ટ્વિટરે મેટા ઉપર તેના કેટલાંક ઉત્પાદનો દ્વારા કંપનીના એપીઆઈનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

મેટાએ બુધવારે રાત્રે થ્રેડ્સ એપ લોન્ચ કરી હતી, જેમાં જાણીતા કલાકારો અને બ્રાન્ડ્સએ હાજરી આપી હતી.  થ્રેડ એપ્લિકેશન રજૂ કરાઇ  તેના 24 કલાકથી પણ ઓછા સમયમાં થ્રેડમાં 30 મિલિયનથી વધુ યઝર્સ રજિસ્ટર્ડ થયા છે.  યુઝર્સે પહેલેથી જ 95 મિલિયન થ્રેડ્સ બનાવી દીધી છે.