ટ્વિટરનો લોગો બદલાયો- વાદળી પક્ષીને બદલે X અક્ષરે સ્થાન લીધું

જાણીતી માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે લાંબાગાળે પોતાને લોગો ચેન્જ કરીને બધાને અચરજ પમાડી છે.  અગાઉના વાદળી રંગના પક્ષીના લોગોને બદલીને કંપનીએ X લોગો કરી દીધો છે. જોકે ટ્વિટરના લોગોનો ફેરફાર ડેસ્કટોપ વર્ઝન પર લાગુ થયો છે. મોબાઈલ યુઝરની એપ્લિકેશનમાં હજુ જૂનો લોગો જ છે. ટ્વિટરનો પદભાર ઈલોન મસ્કે સંભાળ્યો ત્યારપછી આ માઈક્રોબ્લોગિંગ સાઈટમાં અનેક ફેરફાર […]

Share:

જાણીતી માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે લાંબાગાળે પોતાને લોગો ચેન્જ કરીને બધાને અચરજ પમાડી છે.  અગાઉના વાદળી રંગના પક્ષીના લોગોને બદલીને કંપનીએ X લોગો કરી દીધો છે. જોકે ટ્વિટરના લોગોનો ફેરફાર ડેસ્કટોપ વર્ઝન પર લાગુ થયો છે. મોબાઈલ યુઝરની એપ્લિકેશનમાં હજુ જૂનો લોગો જ છે.

ટ્વિટરનો પદભાર ઈલોન મસ્કે સંભાળ્યો ત્યારપછી આ માઈક્રોબ્લોગિંગ સાઈટમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. જોકે નવાઈની વાત એ છે હવે ટ્વીટ્સને બદલે થ્રેડ્સ X’S (એક્સિસ) તરીકે ઓળખાશે. ટેસ્લાના CEO અને ટ્વિટરના માલિક ઈલોન મસ્કે પોતાની ટ્વિટર પ્રોફાઈલ બદલીને નવા લોગો અંગે જાણકારી આપી છે.  તેમણે પોતાના બાયોમાં X.COM પણ ઉમેર્યું છે.

આ ફેરફાર અંગે ઈલોન મસ્ક ઘણા મહિનાઓથી કામ કરી રહ્યા હતા. Xને ઈલોન એક સુપર એપ બનાવવા માગે છે. તેમણે ટ્વીટ કરીને X બ્રાન્ડિંગની ઈમેજ શેર કરી છે. ટ્વિટરના નવનિયુક્ત ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું કે આ રિબ્રાન્ડિંગ એક નવી તક છે. 

અગાઉ ટ્વિટરના બર્ડ અર્થાત પક્ષીવાળા લોગો પાછળનું એક કારણ હતું. બાસ્કેટબોલ સ્ટાર અને બોસ્ટર સેલિસ્ટિક લેજન્ડ લેરી બર્ડને એક પ્રકારે શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લૂ બર્ડનો પ્રયોગ કરાયો હતો.  બેટનેહેલ ડિજિટલ એજન્સીના સંસ્થાપક ડ્રુ બેન્વી જણાવે છે કે, આ રિબ્રાન્ડિંગ પાછળ મસ્કે ઘણુ રિસર્ચ કર્યું હશે. હવે ટ્વિટર કરતાં X વધુ સારુ બને તેવી આશા છે. જોકે હાલ માર્કેટમાં ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ છે. 

ટ્વિટરે ગત એપ્રિલ મહિનામાં પણ લોગો બદલ્યો હતો. તે ડોજકોઈનનો લોગો હતો. જોકે ત્યારબાદ અનેક વિવાદ બાદ તેને બદલવામાં આવ્યો હતો.

રિબ્રાન્ડિંગ પર પ્રતિક્રિયા

બિઝનેસ કમેન્ટેટર જસ્ટિને જણાવ્યું કે, યંગસ્ટર્સ હવે અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે ટ્વિટર થોડી જૂની ફેશન બની ગઈ હોય તેમ લાગી રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં ઈલોન મસ્કે ધ્યાન આપવાની જરૂર છે, જેને કારણે રિબ્રાન્ડિંગ કરીને કંપની ઓરિજિનલ બ્રાન્ડને નુકસાન પહોંચાડી શકે છે. 

ઈલોનનો X પ્રત્યેનો પ્રેમ

X અક્ષર પ્રત્યે ઈલોનનો પ્રેમ પહેલેથી જોવા મળે છે. તેમને પ્રથમ બિઝનેસ X.COM 1999માં સ્થપાયો હતો. તે એક ઓનલાઈન બેંકિંગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પરથી તેમણે 3 જ વર્ષમાં $165 મિલિયનની કમાણી કરી હતી. 

નવાઈની વાત એ છે કે તેમણે પોતાના પ્રથમ દીકરાનું નામ X Æ A-12 Musk રાખ્યું છે. આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે મસ્ક xAIના મેકિંગના કાર્યમાં છે, જે એક પ્રકારે ChatGPTનો વિકલ્પ હશે. ટ્વિટરનું X અક્ષરથી રિબ્રાન્ડિંગ કર્યા બાદ યુઝરની વિવિધ પ્રિતિક્રિયા સામે આવી છે. મોબાઈલ વર્ઝન પર લોગો બદલાયા પછી યુઝર્સ તેને પસંદ કરશે કે નકારો આપશે તે આગામી સમય જ બતાવશે.