બ્રિટનમાં 7 નવજાતની હત્યા કરનારી નર્સને આજીવન કેદ, હત્યાનું કારણ અસ્પષ્ટ

બ્રિટનની કોર્ટે હોસ્પિટલમાં 7 નવજાતની હત્યા મામલે નર્સ લૂસી લેટબીને આજીવન કેદની સજા સંભળાવી છે. લૂસી લેટબી પર હોસ્પિટલમાં ફરજ દરમિયાન અન્ય 6 નવજાતની હત્યાનો પ્રયત્ન કરવાનો આરોપ પણ લગાવાયેલો છે. આ ગંભીર ગુનો કરનારી લૂસીએ હવે પોતાની બાકીની જિંદગી જેલના સળિયા પાછળ વિતાવવી પડશે.  7 નવજાતની હત્યા કરવા પાછળનું કારણ અચોક્કસ બ્રિટનની માનચેસ્ટર ક્રાઉન […]

Share:

બ્રિટનની કોર્ટે હોસ્પિટલમાં 7 નવજાતની હત્યા મામલે નર્સ લૂસી લેટબીને આજીવન કેદની સજા સંભળાવી છે. લૂસી લેટબી પર હોસ્પિટલમાં ફરજ દરમિયાન અન્ય 6 નવજાતની હત્યાનો પ્રયત્ન કરવાનો આરોપ પણ લગાવાયેલો છે. આ ગંભીર ગુનો કરનારી લૂસીએ હવે પોતાની બાકીની જિંદગી જેલના સળિયા પાછળ વિતાવવી પડશે. 

7 નવજાતની હત્યા કરવા પાછળનું કારણ અચોક્કસ

બ્રિટનની માનચેસ્ટર ક્રાઉન કોર્ટે 7 નવજાતની હત્યા કરનારી નર્સ લૂસી લેટબીને આજીવન કેદની સજા ફટકારી છે. સોમવારે કોર્ટની કાર્યવાહી શરૂ થયા બાદ જજ જસ્ટિસ ગૉસે જણાવ્યું હતું કે, લૂસી લેટબીએ કોર્ટમાં હાજરી આપવા ઈનકાર કરી દીધો છે માટે તેની ગેરહાજરીમાં જ સજા સંભળાવવામાં આવશે. 

લૂસીને 7 નવજાતની હત્યા કરવાના કેસમાં દોષી ઠેરવવામાં આવી હતી. તેણે તમામ 7 નવજાતની હત્યા માટે અલગ અલગ રસ્તા અપનાવ્યા હતા. તે સિવાય 6 બાળકોનો ભોગ લેવા પણ પ્રયત્ન કર્યો હતો જે આરોપો સાબિત થઈ શક્યા છે. આ તમામ ઘટનાઓને જૂન 2015થી જૂન 2016 દરમિયાન અંજામ આપવામાં આવ્યો હતો. લૂસી લેટબીને સજા અપાવવા માટે ભારતીય મૂળના ડૉક્ટર રવિ જયરામે પણ મહત્વની સાક્ષી આપી હતી. 

7 નવજાતનો ભોગ લેનારી જેલના સળિયા પાછળ 

આ સમગ્ર કેસમાં ચોંકાવનારી વાત એ પણ છે કે, સરકારી વકીલ 9 મહિના સુધી ચાલેલી સુનાવણી દરમિયાન લૂસીએ 7 નવજાતની હત્યા શા માટે કરી તેનું કોઈ ચોક્કસ કારણ દર્શાવવામાં અસમર્થ રહ્યા હતા. નવજાતોનો ભોગ લેનારી નર્સના આ અપકૃત્ય પાછળ જવાબદાર કારણો અંગે અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ કોર્ટના નિર્ણયમાં તેનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો છે. 

લૂસી લેટબીને તેના ગુનાના ફળસ્વરૂપે આજીવન કેદની સજા મળવાનું નિશ્ચિત જ હતું. તેના આ કમકમાટી ઉપજાવે તેવા કૃત્યનો બ્રિટનના વર્તમાન ઈતિહાસમાં અન્ય કોઈ દાખલો નથી નોંધાયેલો. લૂસી લેટબી બ્રિટનની ત્રીજી એવી મહિલા છે જે પોતાની બાકીની ઉંમર જેલના સળિયા પાછળ વિતાવશે. 

જુડવા બાળકો ટાર્ગેટ પર હતા

કોર્ટના આદેશમાં જણાવાયું હતું કે, તમામ બાળકોને સમજી વિચારીને યોજનાપૂર્વક મારી નાખવામાં આવ્યા હતા. લૂસી લેટબી જ્યાં જુડવા કે વધારે બાળકો રાખવામાં આવે તેવા સેક્શનમાં ડ્યુટીની માગણી કરતી હતી. તે બ્રિટનના ઈતિહાસની સૌથી ખતરનાક ચાઈલ્ડ કિલર તરીકે ઉભરી આવી છે. અને તેના નિશાન પર મોટા ભાગે જુડવા બાળકો હતા. 

પોલીસને લૂસી લેટબીના ઘરેથી હાથેથી લખેલી ડાયરી મળી આવી હતી જેમાં તેણે ‘હા, હું શેતાન છું’ એમ લખેલું હતું. તે પોતાના સહયોગીઓને બાળક બીમારીના લીધે મરી ગયું છે તેવો વિશ્વાસ અપાવતી હતી. ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ પોલ હ્યુજેસને એક જ હોસ્પિટલમાં વારંવાર બાળકોના મૃત્યુ નોંધાયા એટલે શંકા જાગી હતી અને દરેક વખતે લૂસી લેટબી ડ્યુટી પર હોવાનું સામે આવ્યું હતું. તે બાળકોને હવાના કે ઈન્સુલિનના ઈન્જેક્શન આપીને કે વધુ દૂધ પીવડાવીને મારી નાખતી હતી.