યુકેએ ગણિત વિરોધી માનસિકતા બદલવી પડશેઃ PM ઋષિ સુનક

યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે તાજેતરમાં કહ્યું કે, યુકેની “મેથ્સ વિરોધી” માનસિકતા દેશના અર્થતંત્ર માટે અત્યંત નુકસાનકારક છે. વિદ્યાર્થીઓ માટે 18 વર્ષની ઉંમર સુધી ગણિત ફરજિયાત કરવામાં આવશે. તાજેતરના અહેવાલોએ શેર કરતા પીએમ સુનકે જણાવ્યું છે કે, અમે યુકેની ગણિત વિરોધી માનસિકતાનો દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના એક ભાષણમાં વડાપ્રધાને ગણિત-વિરોધી માનસિકતા […]

Share:

યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે તાજેતરમાં કહ્યું કે, યુકેની “મેથ્સ વિરોધી” માનસિકતા દેશના અર્થતંત્ર માટે અત્યંત નુકસાનકારક છે. વિદ્યાર્થીઓ માટે 18 વર્ષની ઉંમર સુધી ગણિત ફરજિયાત કરવામાં આવશે. તાજેતરના અહેવાલોએ શેર કરતા પીએમ સુનકે જણાવ્યું છે કે, અમે યુકેની ગણિત વિરોધી માનસિકતાનો દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના એક ભાષણમાં વડાપ્રધાને ગણિત-વિરોધી માનસિકતા બદલવાની જરૂરી બાબત દર્શાવી છે. 

PM ઋષિ સુનકે શું કહ્યું? 

PM ઋષિ સુનકે જણાવ્યુ કે, આપણે આ ગણિત વિરોધી માનસિકતા બદલવી પડશે. આપણે સંખ્યાત્મક અને મૂલ્યાંકન કરવા પર ભાર મુકવો પડશે. આ એક મુખ્ય કૌશલ્ય છે, જે વાંચન જેટલું જ જરૂરી છે. PM ઋષિ સુનકે વધુમાં કહ્યું કે, કોઈએ તમે ગણિતમાં ખરાબ છો એ હકીકત પર ગર્વ ન કરવો જોઈએ. હું પાછો હટીશ નહીં અને આપણા બાળકો ગણિતમાં ખરાબ હોવાથી નુકસાન થઇ રહ્યું છે. જેથી આપણે બધાએ ગણિત પ્રત્યેના આપણા રાષ્ટ્રીય અભિગમ બલદવો પડશે. આપણે ઝુંબેશ સાથે ગણિતના મૂલ્યને સમજી બદલવા વિશે વિચારો કરીશું.

18 વર્ષ સુધી ગણિત ફરજિયાત બનાવવાની યોજના

મહત્વનું છેકે, હાલમાં યુકેની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે 16 વર્ષની ઉંમરે ગણિત છોડી દેવાનો વિકલ્પ છે. જોકે, ભારતીય મૂળના વડાપ્રધાને જાન્યુઆરી 2023માં 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે ગણિત ફરજિયાત બનાવવાની યોજના લોકો સાથે શેર કરી હતી.

યુકેમાં 16 વર્ષની ઉંમર સુધી ગણિતનું શિક્ષણ ફરજિયાત છે. ઋષિ સુનકે કહ્યું- ‘હું આ મામલે ચૂપ બેસી ન શકું. હું નથી ઈચ્છતો કે લોકોમાં એવી માનસિકતા હોય કે ગણિતમાં ખરાબ રહેવાથી વધારે અસર નહીં થાય. જેના કારણે બાળકોની માનસિકતા પણ બગડે છે અને તેનું નુકસાન પણ બાળકોને સહન કરવું પડે છે. મારું અભિયાન ગણિત પ્રત્યે લોકોના વલણને બદલવાનો એક માર્ગ છે. સુનકના ભાષણ મુજબ, તેમણે ગણિત-વિરોધી માનસિકતા બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને દેશમાં સંખ્યાને સૌથી મહત્ત્વની બાબત ગણાવી.

ગણિત વિરોધી માનસિકતાથી અર્થવ્યવસ્થાને નુકસાન

સુનકે ગણિત વિરોધી માનસિકતાને બ્રિટનની અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ સાથે જોડી છે. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના ભાષણમાં કહ્યું કે, આ માનસિકતા અર્થતંત્ર દર વર્ષે અબજોનું નુકસાન કરે છે અથવા તો બમણા લોકોને બેરોજગાર કરે છે. જેની પાછળનું મુખ્ય કારણ નબળું ગણીત માની શકાય એમ છે.

પીએમ ઋષિ સુનકે જણાવ્યું કે, સરકાર શાળાઓ માટે ગણિત શિક્ષકોની ભરતી અને તાલીમ આપવા માટે કામ કરશે. જેના માટે ગણિતશાસ્ત્રીઓ, શિક્ષણ નિષ્ણાતો અને વેપારી પ્રતિનિધિઓનું એક સલાહકાર જૂથ બનાવવામાં આવશે. આ ગણિત સલાહકાર પેનલ 16થી 18 વર્ષના બાળકોના વિષય માટે નવી લાયકાતની જરૂરિયાત પર પણ ધ્યાન આપશે.