ભારત પાસે વધુ માનવીય સહાની અપેક્ષા: ભારતનાં વડાપ્રધાનને યુક્રેનના રાષ્ટ્રપતિનો પત્ર 

યુક્રેનનાં રાષ્ટ્રપતિ વૉલોડીમીર ઝેલેન્સકીએ વડાપ્રધાન મોદીને એક પત્ર લખીને તબીબી સાધનો સહિત વધુ માનવીય સહાય આપવા જણાવ્યું છે.  રશિયા સાથે યુદ્ધ પછી પ્રથમવાર યુક્રેનના વિદેશપ્રધાન એમીન ઝાપારોવા ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. તેમણે ભારતના વિદેશ અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યપ્રધાન મીનાક્ષી લેખી અને વિદેશ મંત્રાલયના સચિવ સંજય વર્મા સાથે બેઠક યોજી હતી જેમાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિનો […]

Share:

યુક્રેનનાં રાષ્ટ્રપતિ વૉલોડીમીર ઝેલેન્સકીએ વડાપ્રધાન મોદીને એક પત્ર લખીને તબીબી સાધનો સહિત વધુ માનવીય સહાય આપવા જણાવ્યું છે. 

રશિયા સાથે યુદ્ધ પછી પ્રથમવાર યુક્રેનના વિદેશપ્રધાન એમીન ઝાપારોવા ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. તેમણે ભારતના વિદેશ અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યપ્રધાન મીનાક્ષી લેખી અને વિદેશ મંત્રાલયના સચિવ સંજય વર્મા સાથે બેઠક યોજી હતી જેમાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિનો પત્ર સુપરત કર્યો હતો. 

આ બેઠક દરમ્યાન તેઓએ બંને પક્ષોનું હિત ધરાવતા દ્વિપક્ષીય મુદ્દા, આંતરરાષ્ટ્રીય બાબતો પર ચર્ચા  કરી હતી અને યુક્રેનના રાષ્ટ્રપતિનો વડાપ્રધાન મોદીને ઉદ્દેશીને લખાયેલો પત્ર સુપરત કરાયો હતો. જેમાં દવા, તબીબી સાધનો અને માનવીય સહાયની મદદ માંગવામાં આવી છે.

“ઝાપારોવાએ વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી સાથે મુલાકાત દરમ્યાન પરસ્પર હિતના દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની વિશાળ શ્રેણી પર ચર્ચા કરવા ઉપરાંત, તેણીએ વડા પ્રધાન મોદીને સંબોધિત રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો પત્ર સોંપ્યો. દવાઓ અને તબીબી સાધનો સહિત વધારાના માનવતાવાદી પુરવઠા માટેની યુક્રેનિયન વિનંતી પણ તેણી દ્વારા રજૂ કરવામાં આવી હતી, ” તેમ વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નિવેદનમાં જણાવાયું છે. 

 આ બેઠક બાદ વિદેશ અને સંકૃતિક વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન મીનાક્ષી લેખીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે, આ યુદ્ધનો સમય નથી. યુક્રેનની પહેલી ઉપવિદેશપ્રધાન એમીન ઝરપોવાને મળીને સારું લાગ્યું હતું. સામાન્ય હિત અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનુ આદાન પ્રદાન થયું જેમાં મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક એકીકરણની પણ ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમ્યાન યુક્રેનને વધુ માનવીય સહાયની પણ ખાતરી આપવામાં આવી છે. આ મુલાકાત સમાપ્તિ પછી યુક્રેનના ઉપવિદેશ પ્રધાન ઝાપારોવાએ થિંક ટેન્ક કાર્યક્રમને પણ સંબધાં કર્યું હતું જેમાં તેઓએ યુક્રેન ભારત સાથે વધુ સારા સંબંધો ઇચ્છતું હોવાનું જણાવ્યું હતું. તેમણે હાલમાં યુક્રેનમાં હાલની પરિસ્થિતિ વિષે પણ જણાવ્યું હતું. 

ઝાપારોવાએ મનોહર પર્રિકર-ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિફેન્સ સ્ટડીઝની મુલાકાત લીધી અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેર્સમાં પણ પ્રવચન આપ્યું. તેણીએ ભારત સાથે વધુ મજબૂત અને ગાઢ સંબંધ બનાવવાની યુક્રેનની ઇચ્છાને પ્રકાશિત કરી.

યુક્રેનના ઉપવિદેશ પ્રધાને જણાવ્યું કે, યુક્રેનમાં માળખાકીય સુવિધાઓની પુન; સ્થાપના માટે ભારતીય કંપનીઓને ત્યાં સારી તક મળી રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન યુદ્ધની પરિસ્થિતી સમયે ભારતે તટસ્થ મત આપ્યો હોવા છતાં યુક્રેન આપણા દેશ પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવે છે જે ભારત માટે સન્માનનીય કહી શકાય.